________________
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા तस्मात्परोक्षार्थनान्तरीयकतया निश्चयनमेव लिङ्गस्य व्यापार इति ‘निश्चित’ग्रहणम् ।
31. સાધ્ય વિના ન હોવું એ સાધ્યાવિનાભાવ છે. આ સાધ્યાવિનાભાવ જ્યારે પોતે જ નિશ્ચિત કર્યો હોય ત્યારે તે સ્વનિશ્ચિંતસાધ્યાવિનાભાવ છે. આ સ્વનિશ્ચિતસાધ્યાવિનાભાવ જ એકમાત્ર સાધનનું લક્ષણ છે. આવા સાધન(લિંગ) દ્વારા થતું સાધ્યનું (લિંગીનું) જ્ઞાન સ્વાર્થાનુમાન છે. જેમ બીજ પોતાની યોગ્યતાના કારણે અંકુરને ઉત્પન્ન કરે છે તેમ સાધન પોતાની યોગ્યતાના કારણે સાધ્યનું અનુમિતિરૂપ જ્ઞાન ઉત્પન્ન કરતું નથી, અન્યથા અદૃષ્ટ ધૂમથી પણ અગ્નિનું અનુમિતિરૂપ જ્ઞાન થાય. ન તો સાધનને પોતાને વિષય કરતા જ્ઞાન માત્રથી (અર્થાત્ સાધનના દર્શન માત્રથી) સાધ્યનું અનુમિતિરૂપ જ્ઞાન થાય છે, જેમ પ્રદીપના દર્શન માત્રથી ઘટ આદિનું જ્ઞાન થાય છે, કારણ કે સાધનનું દર્શન થવા છતાં પણ જો સાધનનો સાધ્ય સાથે અવિનાભાવસંબંધ નિશ્ચિત ન હોય તો કેવળ સાધનના દર્શનથી સાધ્યનું અનુમિતિરૂપ જ્ઞાન થતું નથી. તેથી જેમ સાધનનું જ્ઞાન (દર્શન) આવશ્યક છે તેમ સાથે સાથે પરોક્ષ અર્થ (સાધ્ય) સાથે સાધનના અવિનાભાવસંબંધનું નિશ્ચયજ્ઞાન હોવું પણ આવશ્યક છે — તો જ સાધનનો સાધ્યનું જ્ઞાન (અનુમિતિરૂપ) ઉત્પન્ન કરવામાં વ્યાપાર થાય છે, એટલે સૂત્રમાં ‘નિશ્ચિત’ પદનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
૧૮૬
32. ननु चासिद्धविरुद्धानैकान्तिकहेत्वाभासनिराकरणार्थं हेतोः पक्षधर्मत्वम्, सपक्षे सत्त्वम्, विपक्षाद् व्यावृत्तिरिति त्रैलक्षण्यमाचक्षते भिक्षवः । तथाहि—अनुमेये धर्मिणि लिङ्गस्य सत्त्वमेव निश्चितमित्येकं रूपम् । अत्र सत्त्ववचनेनासिद्धं चाक्षुषत्वादि निरस्तम् । एवकारेण पक्षैकदेशासिद्धो निरस्तो यथा अनित्यानि पृथिव्यादीनि भूतानि गन्धवत्त्वात् । अत्र पक्षीकृतेषु पृथिव्यादिषु चतुर्षु पृथिव्यामेव गन्धवत्त्वम् । सत्त्ववचनस्य पश्चात्कृतेनैवकारेणासाधारणो धर्मो निरस्तः । यदि ह्यनुमेय एव सत्त्वमित्युच्येत श्रावणत्वमेव हेतुः स्यात् । निश्चितग्रहणेन सन्दिग्धासिद्धः सर्वो निरस्तः । सपक्षे एव सत्त्वं निश्चितमिति द्वितीयं रूपम् । इहापि सत्त्वग्रहणेन विरुद्धो निरस्तः । स हि नास्ति सपक्षे । एवकारेण साधारणानैकान्तिकः, स हि न सपक्षे एव वर्तते किन्तु विपक्षेऽपि । सत्त्वग्रहणात् पूर्वमवधारणकरणेन सपक्षाव्यापिनोऽपि प्रयत्नानन्तरीयकत्वादेर्हेतुत्वमुक्तम्, पश्चादवधारणे हि
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International