SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા રહે છે એવો નિયમ ઘટી નહિ શકે. આ સમગ્ર ચર્ચા ઉપરથી એ સિદ્ધ થયું કે પ્રમાણ સાથે ફળનો કથંચિત્ ભેદ પણ છે અને કથંચિત્ અભેદ પણ છે. (૪૧) 151. પ્રમાતાર નક્ષત્તિ- स्वपराभासी परिणाम्यात्मा प्रमाता ॥४२॥ 151. હવે આચાર્ય પ્રમાતાનું લક્ષણ કહે છે——— સ્વ અને પર બન્નેને જાણનારો પરિણમનશીલ આત્મા જ પ્રમાતા છે. (૪૨) 152. સ્વમ્ આત્માનં પરં વાર્થમામાસયતું શીતં યસ્ય સ ‘સ્વપામાસી’ स्वोन्मुखतयाऽर्थोन्मुखतया चावभासनात् घटमहं जानामीति कर्मकर्तृक्रियाणां प्रतीतेः, अन्यतरप्रतीत्यपलापे प्रमाणाभावात् । न च परप्रकाशकत्वस्य स्वप्रकाशकत्वेन विरोधः प्रदीपवत् । नहि प्रदीपः स्वप्रकाशे परमपेक्षते । अनेनैकान्तस्वाभासिपराभासिवादिमतनिरासः । स्वपराभास्येव 'आत्मा પ્રમાતા' । 152. જેનો સ્વભાવ પોતાને અને પરને અર્થાત્ અર્થને (વિષયને) જાણવાનો છે તે ‘સ્વ-પરાવભાસી’ છે. તેનું કારણ એ છે કે જ્ઞાન સ્વોન્મુખ થયેલું અને અર્થોન્મુખ થયેલું પ્રતીત થાય છે. ‘હું ઘટને જાણું છું’ એવા આકારની પ્રતીતિમાં કર્મ (વિષય ઘટ), કર્તા (પ્રમાતા હું) અને ક્રિયા (જ્ઞાનક્રિયા ——— જાણું છું) એ ત્રણેનો બોધ હોય છે, કારણ કે એ ત્રણમાંથી કોઈના પણ બોધનો નિષેધ કરવા માટે કોઈ પ્રમાણ નથી. [જ્ઞાન જેમ વિષયને અને પ્રમાતાને જાણે છે તેમ પોતાને પણ જાણે છે. જ્ઞાનનું પોતાને જાણવું એને સ્વસંવેદન કે સ્વપ્રકાશ કહેવાય છે.] પરપ્રકાશકત્વ સાથે સ્વપ્રકાશકત્વનો કોઈવિરોધ નથી. દીપક પરપ્રકાશક હોવાની સાથે સ્વપ્રકાશક પણ છે જ. પોતાને પ્રકાશિત કરવા માટે દીપક પરની અર્થાત્ બીજા દીપકની અપેક્ષા નથી રાખતો. આ કથન દ્વારા આત્મા (યા જ્ઞાન) એકાન્તપણે સ્વાભાસી જ છે યા પરાભાસી જ છે એ બન્ને એકાન્ત વાદોનો નિરાસ થઈ જાય છે. આ રીતે સિદ્ધ થયું કે પ્રમાતા આત્મા સ્વ-પરાભાસી છે. 153. તથા, પરગામ ઉત્તલક્ષળ: સ વિદ્યતે યસ્ય સ ‘રિગામી' । कूटस्थनित्ये ह्यात्मनि हर्षविषादसुखदःखभोगादयो विवर्ताः प्रवृत्तिनिवृत्तिधर्माणो न वर्तेरन् । एकान्तनाशिनि च कृतनाशाकृताभ्यागमौ स्याताम्, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy