________________
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
(૨) વૈયધિક૨ાજો કહેવામાં આવે કે એક જ વસ્તુમાં કોઈક રૂપથી ભેદ છે અને કોઈક અન્ય રૂપથી અભેદ છે તો ભેદનું અધિકરણ અલગ અને અભેદનું અધિકરણ અલગ માનવું પડશે. આમ વૈયધિકરણ્યનો દોષ આવશે.
૧૫૪
(૩) અનવસ્થા—એક જ વસ્તુમાં જે સ્વરૂપથી ભેદ છે અને જે અન્ય સ્વરૂપથી અભેદ છે તે બે સ્વરૂપોનો પણ ભેદાભેદ જૈનોએ સ્વીકારવો જ પડે, અન્યથા એકાન્તવાદની આપત્તિ આવે. તે બે સ્વરૂપોનો ભેદાભેદ માનતાં તો અનવસ્થાદોષ આવે [કારણ કે આ ભેદાભેદની બાબતમાં પણ કહેવું પડે કે અમુક સ્વરૂપથી ભેદ છે અને બીજા કોઈ સ્વરૂપથી અભેદ છે, વળી પાછો આ બે સ્વરૂપોનો ભેદાભેદ, વળી બે સ્વરૂપો, આમ ચાલ્યા જ કરશે, અન્ત જ નહિ આવે.]
(૪) સંકર—જે સ્વરૂપથી ભેદ છે તે જ સ્વરૂપથી ભેદ છે અને અભેદ પણ છે એમ માનવું પડશે તેમજ જે સ્વરૂપથી અભેદ છે તે જ સ્વરૂપથી અભેદ છે અને ભેદ પણ છે એમ માનવું પડશે અને આમ સંકર દોષની આપત્તિ આવશે.
(૫) વ્યતિકર——જે સ્વરૂપથી ભેદ હશે તે જ સ્વરૂપથી અભેદ હશે અને જે સ્વરૂપથી અભેદ હશે તે જ સ્વરૂપથી ભેદ હશે, આ પ્રમાણે વ્યતિકર દોષની આપત્તિ પણ આવશે.
(૬) સંશયવસ્તુ ભેદાભેદાત્મક હોતાં તે વસ્તુના પોતાના આગવારૂપથી તે વસ્તુનો નિશ્ચય કરવો અશક્ય બની જશે અને પરિણામે સંશય દોષ આવી પડશે.
(૭) અપ્રતિપત્તિ—સંશયના પરિણામે વસ્તુના યથાર્થ જ્ઞાનનો અભાવ થઈ જશે. (૮) વિષયવ્યવસ્થાહાનિ—યથાર્થ જ્ઞાનના (પ્રમાણ જ્ઞાનના) અભાવમાં વિષયવ્યવસ્થાનો નાશ થઈ જશે.
સમાધાન—ભેદાભેદવાદમાં યા સ્યાદ્વાદમાં આ દોષોને માટે કોઈ અવકાશ નથી. પ્રતીત થનારી વસ્તુમાં કોઈ વિરોધ સંભવતો નથી. જેના હોતાં જે ઉપલબ્ધ ન થાય તે તેનો વિરોધી છે એવું નિશ્ચિત થાય છે. પરંતુ જેના હોતાં જે ઉપલબ્ધ થાય તે તેનો વિરોધી હોવાની ગંધને પણ અવકાશ નથી. અર્થાત્ એક જ જગ્યાએ જો બે વસ્તુઓનું સહાવસ્થાન દેખાતું હોય તો તે બે વસ્તુઓ એકબીજાની વિરોધી હોઈ શકે જ નહિ. નીલ અને અનીલ એક જ સ્થાનમાં રહેતા દેખાતા હોય તો તેઓ પણ એકબીજાના વિરોધી નથી એમ જ કહેવું જોઈએ. બૌદ્ધોએ પણ એક જ ચિત્રપટજ્ઞાનમાં નીલ અને અનીલનો વિરોધ નથી માન્યો કારણ કે એક જ ચિત્રપટજ્ઞાનમાં નીલ અને અનીલનું સહાવસ્થાન દેખાય છે. નૈયાયિકોએ પણ ચિત્રરૂપ માન્યું જેમાં નીલ, અનીલ આદિ અનેક રૂપોનું એક સાથે સહાવસ્થાન છે. વળી, એક જ વસ્ત્રમાં ચલતા-અચલતા, રક્તતા-અરક્તતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org