________________
૧૪૨
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા એમ એકવચનનો પ્રયોગ કર્યો છે. તેથી પ્રત્યક્ષ વગેરે બધાં પ્રમાણોનો વિષય(ગોચર) દ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુ છે, એમ અર્થ કરવો. જે તે તે પર્યાયો પ્રતિ ગતિ કરે છે (દ્રવતિ = છત=જાય છે) અર્થાત્ જે અનેક પર્યાયોમાંથી એક સૂત્રરૂપે પસાર થતું જ રહે છે તે દ્રવ્ય છે, આ દર્શાવે છે કે દ્રવ્યનું લક્ષણ ધ્રૌવ્ય છે. પૂર્વાપરપર્યાયોમાં જે એકાકાર પ્રતીતિ થાય છે યા એકત્વની પ્રતીતિ થાય છે તે પ્રતીતિનો વિષય ઊર્ધ્વતાસામાન્ય છે. આ ઊર્ધ્વતાસામાન્ય જદ્રવ્ય છે. સુિવર્ણકંકણ તોડીને સુવર્ણકુંડલ બનાવવામાં આવે છે. આ પૂર્વોત્તર કંકણ, કંડલ આદિ ઘાટો(પર્યાયો) જુદા છે પરંતુ તે બધા પૂર્વાપર ઘાટોમાં સુવર્ણ તો તેનું તે જ છે. અહીં આ સુવર્ણ જબધા પૂર્વોત્તર ઘાટોમાં અનુસ્મૃત છે તે ઊર્ધ્વતાસામાન્ય છે અને તે જ દ્રવ્ય છે). જે પરિવર્તન પામતા રહે છે અર્થાત ઉત્પાદ-વિનાશ એ જેમના ધર્મો છે તે પર્યાયો છે. પર્યાયનું બીજું નામ વિવર્ત પણ છે. દ્રવ્ય અને પર્યાય બન્ને જેનું સ્વરૂપ છે તે વસ્તુ છે. આમ વસ્તુ દ્રવ્ય-પર્યાયાત્મક છે. અને વસ્તુ જ પરમાર્થ સતુ છે. વાચકમુખ્ય ઉમાસ્વાતિએ કહ્યું છે, “જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત છે તે સત્ છે” [તત્ત્વાર્થસૂત્ર ૫.૨૯]. સર્વજ્ઞપ્રણીત આગમ પણ કહે છે, “વસ્તુ ઉત્પન્ન પણ થાય છે, નાશ પણ પામે છે અને ધ્રુવ પણ રહે છે.” દ્રિવ્ય નિત્ય છે. તેની ઉત્પત્તિ પણ નથી અને તેનો નાશ પણ નથી. અર્થાત્ દ્રવ્ય ધ્રુવ છે. ઉત્પાદ અને નાશ તો પર્યાયના થાય છે. અને વસ્તુ દ્રવ્ય-પર્યાયાત્મક હોવાથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે.]
119. તત્ર દ્રવ્યપર્યાય'પ્રોન દ્રઐતિપર્યાન્તવા૬િ - रिकल्पितविषयव्युदासः । 'आत्म'ग्रहणेन चात्यन्तव्यतिरिक्तद्रव्यपर्यायवादिकाणादयोगाभ्युपगतविषयनिरासः । यच्छ्रीसिद्धसेन: - "दोहिं वि नएहिं नीयं सत्थमुलूएण तहवि मिच्छत्तं । સવસથપ્પીત્તને બ્રોન્નનિરવિવમg" [ન. રૂ.૪૧] ત્તિ રૂપે
119. સૂત્રમાં [વસ્તુના સ્વરૂપને દ્રવ્ય-પર્યાય [ઉભયાત્મક કહ્યું છે. તેનાથી વસ્તુને કેવળ દ્રવ્યાત્મક કે કેવળ પર્યાયાત્મક માનનાર વાદીઓએ પ્રમાણનો વિષય એકાન્ત દ્રવ્ય કે એકાન્ત પર્યાય છે એમ જે કહ્યું છે તેનો નિરાસ થઈ જાય છે. સૂત્રગત “આત્મ” પદ દ્વારા દ્રવ્યથી અત્યંત ભિન્ન પર્યાયને તથા પર્યાયથી અત્યંત ભિન્ન દ્રવ્યને અને વસ્તુથી અત્યંત ભિન્ન દ્રવ્ય અને પર્યાયને પ્રમાણનો વિષય માનનાર ન્યાય-વૈશેષિક મતનો નિરાસ કરવામાં આવ્યો છે. દ્રિવ્ય એ સામાન્ય છે. પર્યાય એ વિશેષ છે. ન્યાય-વૈશેષિકોએ સ્વીકારેલા સાત પદાર્થોમાં દ્રવ્ય, સામાન્ય અને વિશેષ છે. તેમના મતે વસ્તુથી સામાન્ય અને વિશેષનો અત્યંત ભેદ છે તેમ જ સામાન્ય અને વિશેષનો પણ પરસ્પર અત્યંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org