________________
1
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા ऽवगतिर्वक्तव्या । कार्यं च ज्ञानम् न च तदविशेषितमेव प्रयोगसम्यक्त्वावगमनायालम् । न च तद्विशेषणपरमपरमिह पदमस्ति । सता सम्प्रयोग इति च वरं निरालम्बनविज्ञाननिवृत्तये, 'सति' इति तु सप्तम्यैव गतार्थत्वादनर्थकम् ।
112. આ પ્રત્યક્ષલક્ષણ અતિવ્યાપ્તિદોષવાળું છે કારણ કે ઇન્દ્રિયનો (અર્થ સાથે) સંપ્રયોગસંબંધ થતાં તો સંશયરૂપ અને વિપર્યયરૂપ જ્ઞાનો પણ ઉત્પન્ન થાય છે. હવે જો ‘સત્તમ્બ્રયોને’ નો અર્થ ‘સત્તિ સમ્પ્રયોને (સમ્પ્રયોગ થતાં)' એવો ન કરતાં ‘સતા સાયોને (સત્ સાથે સમ્પ્રયોગ થતાં)' એવો કરવામાં આવે તો જે અર્થની અપેક્ષા રાખ્યા વિના જ ઉત્પન્ન થાય છે તે નિરાલંબન ભ્રાન્ત જ્ઞાનો જ વ્યાવૃત્ત થશે પરંતુ અર્થને વિષય કરનારા સાલંબન સંશયરૂપ અને વિપર્યયરૂપ જ્ઞાનો તો વ્યાવૃત્ત નહિ થાય, એટલે અતિવ્યાપ્તિદોષ એમનો એમ જ રહેશે.
૧૩૮
――――――
મીમાંસક- - અમે ‘સત્તમ્બ્રયોને’ની વ્યાખ્યા કરવામાં ‘સતિ સમ્પ્રયોો (સમ્પ્રયોગ થતાં)’ એ સતિસમમીનો પક્ષ છોડતાં નથી પરંતુ સંશય અને વિપર્યયની વ્યાવૃત્તિ કરવા માટે ‘સમ્પ્રયોગ’ શબ્દમાં જે ‘સમ્’ ઉપસર્ગ છે તેનો ઉપયોગ કરીએ છીએ. અમારા કુમારિલ ભટ્ટે કહ્યું પણ છે,‘ ‘સમ્’ શબ્દનો અર્થસભ્યછે, એટલે ‘સમ્’ શબ્દ અસમ્યક્ અર્થાત્ દુષ્ટ (દોષવાળા) પ્રયોગને (સંયોગને) વ્યાવૃત્ત કરે છે. ઉદાહરણાર્થ, જો છીપ સાથે ચક્ષુરિન્દ્રિયનો પ્રયોગ (સંયોગ) થતાં રજતનું જ્ઞાન થાયતોતે પ્રયોગસમ્ (સમ્યક્) ન ગણાય પણ દુષ્ટ ગણાય (કારણ કે અહીં પ્રયોગ અન્ય સાથે થાય છે અને જ્ઞાન અન્યનું થાય છે). [આવા દુષ્ટ પ્રયોગથી જન્ય જ્ઞાનોની વ્યાવૃત્તિ ‘સમ્પ્રયોગ’ શબ્દથી થઈ જાય છે.]
હેમચન્દ્રાચાર્ય આમ તમે માનો તો પણ આપત્તિ ટળતી નથી. પ્રયોગનું સમ્યપણું (અદોષપણું) અતીન્દ્રિય હોવાથી પ્રત્યક્ષ દ્વારા તો જાણી શકાશે નહિ. એટલે તેના દ્વારા જન્ય કાર્ય ઉપરથી તેના સમ્યક્ષણાનું જ્ઞાન અનુમાનથી થાય છે એમ તમારે કહેવું પડશે. પ્રયોગનું કાર્ય છે જ્ઞાન. વિશેષતારહિત એવું જ્ઞાનસામાન્ય તો પ્રયોગના સમ્યક્ત્વનું જ્ઞાન કરાવવા સમર્થ નથી. અને પ્રયોગજન્ય જ્ઞાનની (બુદ્ધિની) વિશેષતા જણાવતું કોઈ વિશેષણ તો તમે લક્ષણમાં આપ્યું નથી. વળી ‘સત્સમ્પ્રયોને'ની વ્યાખ્યા ‘સતિ સશ્રયોને’ સતિસપ્તમીના રૂપમાં કરવા કરતાં તો ‘સત્તા સમ્પ્રયોને' કરવી વધુ સારી છે, કારણ કે તેમ કરવાથી નિરાલંબન જ્ઞાનોની વ્યાવૃત્તિ થઈ જાય છે અને ‘સતિ’ નો અર્થ તો ‘સાયોને’ની સપ્તમી વિભક્તિ દ્વારા જ મળી જાય છે. એટલે ‘સત્તિ સમ્પ્રોશે' એમ વ્યાખ્યા કરવી નિરર્થક છે.
113. येऽपि "तत्संप्रयोगे पुरुषस्येन्द्रियाणां बुद्धिजन्म सत्प्रत्यक्षं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org