________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૧૩૫ દેખે છે એ આપણે અનુભવ્યું છે.
શંકા-ચક્ષુ પ્રાપ્યકારી છે કારણ કે તે કરણ છે અને જે કરણે હોય તે પ્રાપ્યકારી જ હોય, જેમ કે વાંસલો.
સમાધાન – લોહચુંબક લોઢા સાથે સન્નિકૃષ્ટ ન હોવા છતાં લોઢાના આકર્ષણમાં કરણ છે. તેથી ઉપરના અનુમાનમાં આપેલો “કરણ હેતુ વ્યભિચારી છે. જો કહેવામાં આવે કે લોહચુંબકનો લોઢા સાથે સંયોગરૂપ સકિષસંબંધ નથી પરંતુ સંયુક્તસંયોગરૂપ સત્રિકર્ષસંબંધ છે, અર્થાત્ લોઢાથી સંયુક્ત પૃથ્વી સાથે લોહચુંબકનો સંયોગ છે જ, તો આમ કહેવું યોગ્ય નથી. એવું માનતાં અતિપ્રસંગદોષ આવે, અર્થાત્ ગમે તેનો ગમે તેની સાથે સર્ષિ ઘટે અને એવી સ્થિતિમાં કોઈ નિશ્ચિત વ્યવસ્થા જ નહિ રહે.
110 સીતાતુ “પ્રત્યક્ષ વત્પનાપોઢ-બ્રાન્ત' ચિાવ. ૨.૪] इति लक्षणमवोचन् । “अभिलापसंसर्गयोग्यप्रतिभासा प्रतीतिः कल्पना तया रहितम्"- [न्यायबि. १.५,६] कल्पनापोढम् इति । एतच्च व्यवहारानुपयोगित्वात्प्रमाणस्य लक्षणमनुपपन्नम्, तथाहि एतस्माद्विनिश्चित्यार्थमर्थक्रियार्थिनस्तत्समर्थेऽर्थे प्रवर्तमाना विसंवादभाजो मा भूवन्निति प्रमाणस्य लक्षणपरीक्षायां प्रवर्तन्ते परीक्षकाः । व्यवहारानुपयोगिनश्च तस्य वायससदसद्दशनपरीक्षायामिव निष्फलः परिश्रमः । निर्विकल्पोत्तरकालभाविनः सविकल्पकात्तु व्यवहारोपगमे वरं तस्यैव प्रामाण्यमास्थेयम्, किमविकल्पकेन शिखण्डिनेति ? ।
110. બૌદ્ધો પ્રત્યક્ષનું લક્ષણ આ પ્રમાણે આપે છે– “જે જ્ઞાન કલ્પનારહિત અને અબ્રાન્ત છે તે પ્રત્યક્ષ છે” ન્યાયબિન્દુ, ૧.૪]. “શબ્દસંસર્ગની યોગ્યતાવાળું જ્ઞાન કલ્પના છે, આવી કલ્પનાથી રહિત” ન્યિાયબિન્દુ ૧. ૫-૬]. ન્યાયબિન્દુના લક્ષણસૂત્ર(૧.૪)માં “કલ્પનાપોઢ” શબ્દ છે, તેનો અર્થ છે કલ્પનારહિત. [શબ્દસંસર્ગયોગ્ય જ્ઞાન કલ્પના છે. “યોગ્ય’ શબ્દ એટલા માટે મૂક્યો છે કે જેથી બાલકનું નિશ્ચયાત્મક જ્ઞાન કે સંકેતસંબંધથી અજ્ઞાત વ્યક્તિનું નિશ્ચયાત્મક જ્ઞાન પણ સંગૃહીત થઈ જાય. બાલકનું નિશ્ચયરૂપ જ્ઞાન કે સંક્તસંબંધથી અજ્ઞાત વ્યક્તિનું નિશ્ચયરૂપ જ્ઞાન શબ્દસંસર્ગથી રહિત હોવા છતાં શબ્દસંસર્ગની યોગ્યતા ધરાવે છે. બાળકને પણ નિશ્ચયાત્મક જ્ઞાન થાય છે. બાળક પણ જ્યાં સુધી વર્તમાનમાં તેને દેખાતા સ્તનને આપેલું છે' એમ પૂર્વદૃષ્ટ સ્તન સાથે એક કરતું નથી, અનુસંધાન કરી જોડતું નથી ત્યાં સુધી રડતું છાનું રહેતું નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org