SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રખ્ય પરીક્ષામુખસૂત્ર રચ્યો. તે અકલંકની કૃતિઓ પર આધારિત છે. તેમાં ૨૦૭ સૂત્રો છે. પ્રભાચન્દ્ર (ઇ.સ. ૯૦૦-૧૦૬૫) અકલંકની લઘીય સ્ત્રી અને માણિક્યનન્દીના પરીણામુખ ઉપર અનુક્રમે ન્યાયકુમુદચન્દ્ર અને પ્રમેયકમલમાર્તડ નામની બે વિદ્વત્તાપૂર્ણ અને વિસ્તૃત ટીકાઓ લખી. અભયદેવસૂરિએ સિદ્ધસેન દિવાકરના સન્મતિતર્ક ઉપર અનેક વિષયો-પદાર્થો ઉપર પ્રકાશ પાડતી વ્યાપક બૃહત્કાય ટીકા તત્ત્વબોધવિધાયિની અપરના વાદમહાર્ણવ (ઈ.સ. ૧000) લખી. વાદિરાજસૂરિ (અનુ. ૧૦૨૫) બહુ જ ઉચ્ચ કોટિના તાર્કિક હતા. તેમણે પ્રમાણનિર્ણય નામનો સ્વતંત્ર ગ્રન્થ રચ્યો અને અકલંકના ન્યાયવિનિશ્ચય ઉપર વિસ્તૃત, ગહન અને અર્થઘન વિવરણ લખ્યું. વાદિદેવસૂરિએ (ઇ.સ. ૧૦૨૬-૧૧૬૯) જૈન તર્કશાસ્ત્રનું પ્રમાણભૂત પાઠ્યપુસ્તક પ્રમાણન તાલોક લખ્યું. તેમાં કુલ ૩૭૮ સૂત્રો છે. તેમની સામે નમૂનારૂપે પરીક્ષામુખ ગ્રન્થ રહ્યો છે. તેમણે પોતે જ પ્રમાણનયતત્ત્વાલક ઉપર સ્યાદ્વાદરત્નાકર નામની વિશાળકાય ટીકા રચી છે. આ ટીકા જૈન તર્કશાસ્ત્રનો જ્ઞાનકોશ છે. તેમાં ભુલાઈ ગયેલા તાર્કિકો | ચિંતકો અને ગ્રન્થોનાં અસંખ્ય ઉદ્ધરણો છે. તેથી તેનું ઐતિહાસિક મૂલ્ય સંશોધકો માટે ઘણું છે. તે જૈનેતર ચિંતકોના સિદ્ધાન્તોને વિસ્તારથી સમજાવીને પછી જ તેમનું ખંડન કરે છે. તર્કશાસ્ત્રના વિવિધ પ્રશ્નો ઉપરના જૈન મત્તવ્યોને તે સમર્થ રીતે પ્રતિપાદિત કરે છે. હેમચન્દ્રાચાર્ય (ઈ.સ. ૧૦૮૯૧૧૭૨) પ્રમાણમીમાંસા નામનું જૈન તર્કશાસ્ત્રનું શ્રેષ્ઠ પાઠ્યપુસ્તક લખ્યું. તે ન તો અતિ લઘુ છે કે ન તો અતિ ગુરુ. શાત્યાચાર્યે (ઇ.સ. ૧૧૨૫) ન્યાયાવતારવાર્તિક ઉપર મહત્ત્વપૂર્ણ વૃત્તિ રચી. અનન્તવીર્ય (આનું. ઈ.સ. ૧૨૨૫) પરીક્ષામુખ ઉપર પ્રમેયરત્નમાલા ટીકા લખી. તેમણે જ અકલંકની સિદ્ધિવિનિશ્ચય અને પ્રમાણસંગ્રહ નામની કૃતિઓ ઉપર વિસ્તૃત, ગહન અને વિચારપ્રેરક ટીકાઓ લખી. ઉપાધ્યાય યશોવિજયજી એક મહાન તાર્કિક હતા (ઈ.સ. ૧૬૦૮-૧૬૮૮). તે નબન્યાયના વિશિષ્ટ જ્ઞાતા હતા. તેમણે જૈન તર્કશાસ્ત્ર ઉપર અનેક ગ્રન્થો લખ્યા. તેમાંથી કેવળ બેનો ઉલ્લેખ અમે અહીં કરીએ છીએ. તે બે છે – તર્કભાષા અને જ્ઞાનબિન્દુ. તે તર્કશાસ્ત્રના વિષયનું વ્યવસ્થિત અને તર્કબદ્ધ નિરૂપણ કરે છે. હેમચન્દ્રનો પ્રમાણમીમાંસા ગ્રન્થ જૈન તર્કશાસ્ત્રનો મહાન ગ્રન્થ છે. તે જૈન દષ્ટિએ તર્કશાસ્ત્રની સમસ્યાઓનો સમુચિત ઉત્તર આપે છે. તેમાં હેમચન્દ્રાચાર્યે કોઈ પણ મહત્ત્વના મુદ્દાને છોડ્યા વિના, તે તે મુદ્દાના પ્રતિપાદનમાં પૂર્વસૂરિઓના તર્કોનો ઉચિત १. अकलङ्कवचोऽम्भोधेरुद्धे येन धीमता । ચાયવિદ્યાડમૃત તબૈ નમો મણિરાત્રેિ / – પ્રમેયરત્નમાલા, ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy