________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૧૦૧ અને આ બધાના કારણે રાગ-દ્વેષ-મોહથી કલુષિત એવા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને સર્વજ્ઞ તરીકે વર્ણવી તેની પ્રશંસા કરે છે. કેિવું વિચિત્ર!] અમે સ્તુતિમાં કહ્યું છે, “જેઓ મદ, માન, મદન, ક્રોધ, લોભ અને રાગથી પૂરેપૂરા પરાજિત થઈ ગયા છે તે પરકીય દેવોને સર્વજ્ઞત્વરૂપ લક્ષ્મીથી અલંકૃત કરવા એ ખોટું છે, વૃથા છે.” [અયોગવ્યવચ્છેદિકા દ્વત્રિશિકા ૨૫].
પરંતુ જો આપ બ્રહ્મા વગેરેને રાગ આદિ દોષોના કાલુષ્યની રહિત અને સતત જ્ઞાનાનન્દમય સ્વભાવ ધરાવતા કહેતા હો તો એવા બ્રહ્મા વગેરેના વિશે અમારે કોઈ મતભેદ નથી, કારણ કે અમે કહ્યું જ છે, “કોઈપણ મત-પરંપરામાં, કોઈપણ નામે, કોઈપણ આકારે ગમે તે કેમ ન હોય, જો તે દોષકાળુષ્યથી સર્વથા મુક્ત થઈ ગયા હોય તો તે આપ જ છો, ભગવન્! આપને નમસ્કાર હો.” [અયોગવ્યવચ્છેદિકા દ્વત્રિશિકા ૩૧]. [પરંતુ બ્રહ્મા આદિને આવા દોષકાળુષ્યરહિત સ્વીકારતાં] શ્રુતિ, સ્મૃતિ, પુરાણ અને ઇતિહાસમાં કહેલી એમના વિશેની કથાઓ કેવળ મિથ્યા બની જાય. - આ રીતે સાધક પ્રમાણો દ્વારા અતીન્દ્રિય જ્ઞાનની (સર્વજ્ઞજ્ઞાનની) સિદ્ધિ થાય છે એ દર્શાવ્યું. (૧૬)
બાધક પ્રમાણોનો અભાવ હોવાથી પણ અતીન્દ્રિય જ્ઞાનની (સર્વજ્ઞજ્ઞાનની) સિદ્ધિ થાય છે. (૧૭)
59. सुनिश्चतासम्भवद्वाधकत्वात् सुखादिवत् तत्सिद्धिः इति सम्बध्यते । तथाहि केवलज्ञानबाधकं भवत् प्रत्यक्षं वा भवेत् प्रमाणान्तरं वा? न तावत् प्रत्यक्षम्; तस्य विधावेवाधिकारात्
સMદ્ધ વર્તમાન ૨ ગૃહા ચક્ષુરાદ્રિના ” [સ્નોવા. ખૂ. ૪. સ્તો. ૮૪] તિ સ્વયમેવ માત્ |
59. જેમ સુખના અસ્તિત્વમાં બાધક પ્રમાણનો અભાવ બરાબર નિશ્ચિત છે તેમ અતીન્દ્રિય જ્ઞાનના (કેવલજ્ઞાનના) વિષયમાં પણ કોઈ બાધક પ્રમાણ નથી એ બરાબર નિશ્ચિત છે એટલે કેવલજ્ઞાન સિદ્ધ થાય છે. આ પ્રમાણે સૂત્રવાક્ય સમજવાનું છે. કેવલજ્ઞાનનું કોઈ બાધક પ્રમાણ હોય તો તે ક્યું છે? પ્રત્યક્ષ છે કે કોઈ બીજું? પ્રત્યક્ષ બાધક બની શકતું નથી કારણ કે આપના (મીમાંસકના) મતમાં પ્રત્યક્ષનો અધિકાર વિધાન કરવામાં છે, નિષેધ કરવામાં નથી. પ્રત્યક્ષ વિધાયક છે, નિષેધક નથી. ગાવિધાg પ્રત્યક્ષ નિષેધૃવિપશ્ચત: ]] આપે જ કહ્યું છે, “ચક્ષુ વગેરે ઇન્દ્રિયો પોતાની સાથે સંબદ્ધ (સન્નિકૃષ્ટ) અને વર્તમાન વસ્તુને જ ગ્રહણ કરે છે” [શ્લોકવાર્તિક સૂત્ર ૪ શ્લોક ૮૪].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org