________________
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા वैतथ्यमासज्येत । तदेवं साधकेभ्यः प्रमाणेभ्योऽतीन्द्रियज्ञानसिद्धिरुक्ता ॥१६॥
'
૧૦૦
बाधकाभावाच्च ॥१७॥
58. શંકા “જે જગન્નાથમાં અપ્રતિહત જ્ઞાન છે, વૈરાગ્ય છે, ઐશ્વર્ય છે અને ધર્મ છે -આ ચારે સ્વભાવથી સહજ સિદ્ધ છે [તે સર્વજ્ઞ ઈશ્વર છે]” આ કથન અનુસાર ઈશ્વર વગેરે સર્વજ્ઞ ભલે હો, પરંતુ મનુષ્ય તો સર્વજ્ઞ હોઈ શકે નહિ પછી ભલે ને ગમે તેટલો વિદ્યાવાન હોય કે ચારિત્રવાન હોય. કુમારિલ ભટ્ટે પણ કહ્યું છે, “વેદમય દેહ ધરાવતા હોવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર ભલે સર્વજ્ઞ હો પરંતુ મનુષ્યમાં સર્વજ્ઞતા ક્યાંથી હોય ? અર્થાત્ ન જ હોય.’’ [તત્ત્વસંગ્રહ, કારિકા ૩૨૦૮].
સમાધાન — - અરે ઓ ! સર્વજ્ઞ વિશે અપશબ્દો બોલવાનું પાપ કરનાર પાપી ! અરે નિન્દક ! મનુષ્યત્વની નિન્દા કરવાના બહાને તું દેવાધિદેવ ઉપર આપેક્ષ કરે છે ! જેમણે પૂર્વજન્મોમાં વિરાટ પુણ્યરાશિનું ઉપાર્જન કર્યું હતું, જે દેવભવોના અનુપમ સુખોનો ઉપભોગ કરીને દુઃખના કળણમાં ઊંડા ખૂંપેલા જગતના સર્વ જીવોનો ઉદ્ધાર કરવાનો અભિલાષ ધરીને નરકોમાં પણ ક્ષણભર માટે સુખામૃતની વર્ષા કરીને મનુષ્યલોકમાં અવતર્યા હતા, જેમનો જન્મ થતાં જ પોતાનાં આસનો ચલિત થવાથી સકળ દેવોએ આવીને સમૂહમાં જન્મોત્સવ ઉજવ્યો હતો અને કિંકરની જેમ વ્યવહા૨ કરતા તે દેવોએ ‘પહેલો હું, પહેલો હું'ની સ્પર્ધા કરતાં જેમની સેવા કરી હતી, પોતાની મેળે આવીને મળેલી વિશાલ સામ્રાજ્યશ્રીને તૃણવત્ ત્યાગીને જેમણે તૃણ-મણિમાં તથા શત્રુ-મિત્રમાં સમભાવ ધારણ કર્યો હતો, જેમણે પોતાના આધ્યાત્મિક પ્રભાવથી પાક આદિની નાશક આપત્તિઓને અને મરકી જેવા ઉપદ્રવોને શાન્ત કરી દીધા હતા, જેમણે શુક્લધ્યાનરૂપી અગ્નિ વડે સમસ્ત ઘાતિકર્મોને સંપૂર્ણપણે બાળીને ભસ્મ કરી દીધા હતા, જેમણે (ધાતિકર્મોના નાશના કારણે) પ્રગટ થયેલા સર્વ-ભાવરૂપ-અને-અભાવરૂપપદાર્થોને-જાણનારા કેવલજ્ઞાન વડે સર્વ જીવોના મોહનો (અજ્ઞાનનો) નાશ કરી દીધો હતો, જેમણે સુરો અને અસુરોએ નિર્માણ કરેલા સમવસરણમાં વિરાજમાન થઈને શ્રોતાઓની પોતપોતાની ભાષામાં પરિણત થનારી એવી અદ્ભુત વાણીમાં ધર્મતીર્થને પ્રવર્તાવ્યું હતું અને જેમણે ચોત્રીસ અતિશયોવાળી તીર્થંકરત્વલક્ષ્મીનો ઉપભોગ કરીને પર બ્રહ્મ અને આનન્દમય મોક્ષને પ્રાપ્ત કરી લીધો છે એવા તીર્થંકર ભગવાનોમાં મનુષ્યત્વ આદિ સામાન્ય ધર્મોનો ઉલ્લેખ કરીને આક્ષેપ કરવાની ધૃષ્ટતા એ તો સુમેરુને પણ માટીના ઢેફા સાથે સરખાવવા જેવી ધૃષ્ટતા છે. અને વળી બીજી બાજુ આ સર્વજ્ઞ તીર્થંકરનો નિંદક નિરન્તર વનિતાના અંગનો સંભોગ કરવાના કારણે કામુકવૃત્તિવાળા, વિવિધ શસ્ત્રોને ધારણ કરનારા, અક્ષમાલા આદિ ઉપર જેમના મનનો સંયમ નિર્ભર છે એવા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org