SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૮e હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા હોવાના કારણે પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા ગૃહીત થાય છે જયારે વસ્તુનો અભાવાંશ ઇન્દ્રિયસન્નિકૃષ્ટ ન હોવાથી (પ્રત્યક્ષ પ્રમાણથી ગૃહીત થતો નથી પરંતુ) અભાવપ્રમાણથી ગૃહીત થાય છે, તો પછી અભાવપ્રમાણને નિર્વિષય કેમ કહેવાય? તેથી અમે કહ્યું છે, “ “નથી' એવા આકારનું (નાસ્તિત્વનું યા અભાવનું) જ્ઞાન ઇન્દ્રિયો ઉત્પન્ન નથી કરી શકતી, કારણ કે ઇન્દ્રિયોનો સંયોગ (સત્રિકષ) ભાવાંશ સાથે જ થાય છે (અભાવાંશ સાથે થતો નથી). તેનું કારણ એ છે કે ઇન્દ્રિયોમાં ભાવાંશ સાથે જ સંયોગ કરવાની યોગ્યતા છે (અભાવાંશ સાથે સંયોગ કરવાની યોગ્યતા નથી). અભાવાંશનું જ્ઞાન કેવી રીતે થાય છે તે અમે જણાવીએ છીએ. સૌ પ્રથમ વસ્તુના સદ્ભાવનું ગ્રહણ થાય છે. પછી "પ્રતિયોગીનું સ્મરણ થાય છે. અને તે પછી ઇન્દ્રિયોની સહાયતા વિના મન દ્વારા અભાવનું જ્ઞાન થાય છે” [શ્લોકવાર્તિક અભાવ. શ્લોક ૧૮ અને ૨૭]. [આ જે કહ્યું તેનું તાત્પર્ય નીચે મુજબ છે. ઉદાહરણ લઈ સમજીએ. ભૂતલ લો. ભૂતલ ભાવ-અભાવ ઉભયરૂપ છે. ભૂતલ ભૂતલરૂપ પણ છે અને ઘટાભાવરૂપ પણ છે. ભૂતલમાં જે ઘટાભાવરૂપતા છે અર્થાત્ ઘટાભાવ છે તેનું ગ્રહણ અભાવપ્રમાણથી નીચે મુજબની પ્રક્રિયાથી થાય છે. સૌ પ્રથમ ઇન્દ્રિયનો (ચક્ષુનો) ભૂતલ સાથે સક્સિકર્ષ થતાં ભૂતલનું (ભૂતલના ભાવનુયા સતૂપનું) પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. પછી ઘટાભાવગત પ્રતિયોગી ઘટનું સ્મરણ થાય છે. તે પછી ઇન્દ્રિયોની સહાયતા વિના મન દ્વારા ઘટના નાસ્તિત્વનું (અભાવનું) જ્ઞાન થાય છે. આ માનસ જ્ઞાન અભાવપ્રમાણ છે. આમ આપણને અભાવપ્રમાણ દ્વારા ભૂતલમાં ઘટાભાવનું જ્ઞાન થાય છે.] 41. ननु भावांशादभावांशस्याभेदे कथं प्रत्यक्षेणाग्रहणम् ? भेदे वा घटाद्यभावरहितं भूतलं प्रत्यक्षेण गृह्यत इति घटादयो गृह्यन्त इति प्राप्तम्, तदभावाग्रहणस्य तद्भावग्रहणनान्तरीयकत्वात् । तथा चाभावप्रमाणमपि पश्चात्प्रवृत्तं न तानुत्सारयितुं पटिष्ठं स्यात्, अन्यथाऽसङ्कीर्णस्य सङ्कीर्णताग्रहणात् प्रत्यक्षं भ्रान्तं स्यात् । 41. સમાધાન–અભાવાંશ ભાવાંશથી અભિન્ન છે કે ભિન્ન? જો ભાવાંશથી અભાવાંશ અભિન્ન હોય તો પ્રત્યક્ષ વડે ભાવાંશનું ગ્રહણ થતાં અભાવાંશ અગૃહીત કેમ રહે? ન જ રહે. તે પણ પ્રત્યક્ષથી ગૃહીત થઈજાય.]જો અભાવાંશ ભાવાંશથી ભિન્ન હોય તો નીચે જણાવેલી આપત્તિ આવશે. (ઘટપટથી ભિન્ન છે એનો અર્થ એ કે ઘટપટાભાવરૂપ છે. તેવી જ રીતે, ભૂતલ ઘટાભાવથી ભિન્ન છે એનો અર્થ એ કે ભૂતલ ઘટાભાવાભાવરૂપ ૧. જેનો અભાવ હોય તે તે અભાવનો પ્રતિયોગી છે. ઘટાભાવમાં ઘટ અભાવનો પ્રતિયોગી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy