________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૭૩ પ્રામાણ્યનો નિશ્ચય સ્વતઃ થતો નથી. કેમ? તેને ઉત્તર આ છે–પ્રત્યેક જ્ઞાન સ્વસંવેદી છે. તેથી પ્રમાણજ્ઞાન પોતાના જ્ઞાનત્વ સ્વરૂપને તો સ્વયં જાણે છે, પરંતુ પોતાના સમ્યક્ત્વને(પ્રામાયને) સ્વતઃ જાણી શકતું નથી. જ્ઞાનત્વમાત્ર પ્રમાણની જેમ અપ્રમાણમાં (પ્રમાણાભાસમાં) પણ સમાનપણે રહે છે. વળી, પ્રમાણ પોતાનું પ્રામાણ્યા સ્વતઃ જાણી લેતું હોય તો બધાના એકમાત્યની આપત્તિ આવત (કારણ કે તો પછી સ્વત:પ્રામાણ્ય-પરત:પ્રામાણ્યના મતભેદને ઊભા થવાનો અવકાશ જ ન રહેત).
પ્રમાણનું પ્રામાણ્ય પ્રમાણ પોતે નહિ પરંતુ બીજુ જ્ઞાન જાણે છે એ પક્ષ પણ ઘટતો નથી. આ બીજું જ્ઞાન કયું છે? શું તે એ જ્ઞાન છે જેનો વિષય પ્રથમ જ્ઞાનનો જ વિષય છે કે પછી એ જ્ઞાન છે જેનો વિષય અર્થક્રિયા છે કે પછી એ જ્ઞાન છે જેનો વિષય (અર્થ) પ્રથમ જ્ઞાનના વિષય વિના ઉત્પન્ન થતો નથી કે અસ્તિત્વ ધરાવતો નથી? આ ત્રણેય જ્ઞાનોના પ્રામાણ્યનો નિશ્ચય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ ત્રણેય જ્ઞાનો પેલા પ્રવૃત્તિ તરફ દોરી જનારા (પ્રવર્તક) પ્રથમ જ્ઞાનના પ્રામાણ્યને નિશ્ચિતપણે જાણી ન શકે, સ્થાપી ન શકે. જો આ જ્ઞાનોના પ્રામાણ્યનો નિશ્ચય સ્વતઃ થઈ જતો હોય તો પેલા પ્રથમ પ્રવર્તક જ્ઞાને શો અપરાધ કર્યો છે કે તે પોતે પોતાના પ્રામાણ્યને નિશ્ચિતપણે ન જાણી શકે? વળી, આ પક્ષ અનુસાર તો પ્રમાણ પોતે પોતાના પ્રામાણ્યને જાણતું નથી. એટલે જો કહેવામાં આવે કે આ ત્રણેય જ્ઞાનોના પ્રામાણ્યનું જ્ઞાન પણ પરતઃ અર્થાત અન્ય જ્ઞાનથી થાય છે, તો અનવસ્થાદોષની આપત્તિ આવશે. આ સમસ્ત આશંકાનું સમાધાન કરવા આચાર્ય કહે છે –
જ્ઞાનના પ્રામાયનો નિશ્ચય ક્યારેક સ્વતઃ થાય છે અને ક્યારેક પરત થાય છે. (૮)
22. प्रामाण्यनिश्चयः क्वचित् स्वत: यथाऽभ्यासदशापन्ने स्वकरतलादिज्ञाने, स्नानपानावगाहनोदन्योपशमादावर्थक्रियानि से वा प्रत्यक्षज्ञाने; नहि तत्र परीक्षाकाङ्क्षास्ति प्रेक्षावताम्, तथाहि - जलज्ञानम्, ततो दाहपिपासार्त्तस्य तत्र प्रवृत्तिः, ततस्तत्प्राप्तिः, ततः स्नानपानादीनि, ततो दाहोदन्योपशम इत्येतावतैव भवति कृती प्रमाता; न पुनर्दाहोदन्योपशमज्ञानमपि परीक्षते इत्यस्य स्वतः प्रामाण्यम् । अनुमाने तु सर्वस्मिन्नपि सर्वथा निरस्तसमस्तव्यभिचाराशङ्के स्वत एव प्रामाण्यम्, अव्यभिचारिलिङ्गसमुत्थत्वात्; न लिङ्गाकारं ज्ञानं लिङ्गं विना, न च लिङ्गं लिङ्गिनं विनेति ।
22. જયારે પોતાની હથેળી આદિ અભ્યસ્ત વસ્તુનું પ્રત્યક્ષ થાય છે ત્યારે અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org