________________
ચંપૂયુગ
તરફ આકર્ષિત કર્યો હતો. તેમાં સંદેહ નથી કે કવિનો પ્રભાવ પહેલાં જનતામાં અને પછીથી રાજસભામાં પહોંચ્યો હશે.
જન્ન બધી કળાઓમાં પ્રવીણ હતા પરંતુ તેમને કાવ્યકલામાં વિશેષ રુચિ હતી. બાલ્યાવસ્થાથી જ સરસ્વતી તેમની પર પ્રસન્ન થઈ ગઈ હતી. તેનું સ્પષ્ટ પ્રમાણ કવિ દ્વારા રચિત ચેન્નરાયપટ્ટણ (શક સંવત્ ૧૧૧૨-ઈ.સ.૧૧૯૧-નં.૧૭૯) તથા તરીકેરે (શક સંવત્ ૧૧૧૯ ઈ.સ.૧૧૯૭, નં. ૪૫)ના શિલાલેખ છે. આ રીતે બાલ્યાવસ્થામાં જ અંકુરિત કવિની કવિત્વશક્તિ તેમના અવિરત પ્રયાસોથી યથાશીધ્ર લતા બની ગઈ, જેમાં યશોધરચરિત તથા અનંતનાથપુરાણ જેવાં બે મનોહર સુગંધિત પુષ્પ વિકસિત થયાં અને જેમની ગંધથી રસિક તથા ભાવુક સાહિત્યિકો આકર્ષિત થયા. માત્ર ભાવુક સાહિત્યિક જ નહિ, સ્વયં રાજા વીરબલ્લાલ પણ ઉપર્યુક્ત કાવ્યોની રસાનુભૂતિથી પોતાને વંચિત ન રાખી શક્યો. સહૃદય ગુણગ્રાહી રાજા વીરબલ્લાલે જન્નની કવિતાથી મુગ્ધ થઈને તેમને કવિચક્રવર્તીની પદવી પ્રદાન કરી (અનંતપુરાણ, આશ્વાસ ૧, પદ્ય ૨૫),
કવિએ યશોધરચરિતની રચના વીરબલ્લાલ (ઈ.સ.૧૧૭૩-૧૨૨૦)ના શાસનકાળમાં શુક્લ સંવત્સર અર્થાતુ ઈ.સ.૧૨૦૯માં તથા અનંતનાથપુરાણની રચના વીરબલ્લાલના પુત્ર વીરનરસિંહ (ઈ.સ.૧૨૨૦-૧૨૩૫) ના રાજ્યકાળમાં વિકૃત સંવત્સર અર્થાત્ ઈ.સ. ૧૨૩૦માં કરી હતી (અનંતનાથપુરાણ, આશ્વાસ ૧૪, પદ્ય ૮૪). જન્ન સાહિત્યરત્નાકર, કવિભાલલોચન, કવિચક્રવર્તી, વિનેયજનમુખતિલક, રાજવિદ્ધસભાકલહંસ, કવિવૃન્દારક્તાસવ, કવિકલ્પલતામદાર વગેરે ઉચ્ચ પદવીઓથી વિભૂષિત હતા.
કવિ જન્નને લૌકિક વિદ્યામાં જેટલી રૂચિ હતી, તેટલી જ અધ્યાત્મવિદ્યામાં પણ હતી. તેની પૂર્તિ માટે તેઓ તે સમયના પ્રસિદ્ધ વિદ્વાન માધવચન્દ્ર ઐવિદ્યના શિષ્ય ગંડવિમુક્ત મુનિ રામચન્દ્રના ચરણોમાં પહોંચ્યા. ત્યાં જૈન ધર્મના તત્ત્વોનું સારી રીતે અધ્યયન કરી તેમણે પોતાના અગાધ પાંડિત્યનો સદુપયોગ જૈનધર્મના પુનરુદ્ધાર માટે કર્યો. વસ્તુતઃ જન્નની ધન-સંપદા, બુદ્ધિ-કૌશલ તથા કવિત્વ-શક્તિ જૈન-ધર્મના પ્રચારાર્થે જ સમર્પિત હતી. - લોકમાં સામાન્ય રીતે લક્ષ્મી અને સરસ્વતીમાં પરસ્પર અસહિષ્ણુતા જોવામાં આવે છે, એટલા માટે વિદ્વાનો પ્રાયઃ નિધન હોય છે. પરંતુ કવિ જન્ન વૈભવ સંપન્ન હતા. તેમણે “સૌભાગ્યસંપન્ન' વગેરે શબ્દોનો પ્રયોગ કરી પોતાની રચનાઓમાં સ્વયં આ વાત વ્યક્ત કરી છે. જન્ન ખૂબ ઉદાર હતા તથા સદા ગરીબોની મદદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org