SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ અને મધુર છે. પાર્શ્વ સંગીત તથા નૃત્યના પણ વિશેષજ્ઞ હતા. પોતાની રચનામાં તેમણે આ કલાઓનો પણ ઉપયોગ કર્યો છે. પાર્શ્વનાથ પુરાણના ૧૨મા આશ્વાસના ૧૯માથી ૩૧મા પદ્ય સુધી સંગીત અને નૃત્યનું વર્ણન ખૂબ જ સુંદર છે. પાર્શ્વ કન્નડ તથા સંસ્કૃત બંને ભાષાઓના મર્મજ્ઞ કવિ હતા. તેમની રચનામાં સંદર્ભનુસાર અલંકાર, નીતિ તથા લોકોક્તિઓનો સુંદર રીતે પ્રયોગ થયો છે. કથાભાગ સરસ, શૈલી પ્રવાહમય અને વર્ણન સુંદર છે. કમઠનું ચરિત્ર-ચિત્રણ પણ ચિત્તાકર્ષક છે. જન્ન ૭૦ તેઓ યશોધરચરિત તથા અનંતનાથપુરાણના રચિયતા છે. ‘મોહાનુભવમુકુર’ (લગભગ ૧૪૦૦ ઈ.સ.) નામક ગ્રંથથી જાણ થાય છે કે તેમનો ‘સ્મરતંત્ર’ નામક એક બીજો પણ ગ્રંથ હતો. પરંતુ તે હજી સુધી ઉપલબ્ધ નથી થયો. જન્ન કાશ્યપગોત્રીય છે. તેમના પિતા શંકર અને માતા ગંગાદેવી છે. શંકર હોય્સલ રાજા નરસિંહ (ઈ.સ.૧૧૪૧-૧૧૭૩)નો કટકોપાધ્યાય (સેના-શિક્ષક) હતો. કવિને ‘સુમનોબાણ' નામક પદવી મળી હતી. કવિ જન્નનો જન્મ આષાઢ કૃષ્ણ ત્રયોદશીના શુભ દિવસે રેવતી નક્ષત્રમાં શિવયોગમાં થયો હતો (અનંતનાથ પુરાણ, આ. ૪, પદ્ય ૧૩૬-૧૩૭ તથા આ. ૧૪, પદ્ય ૭૫). તેમની ધર્મપત્ની દંડાધિપતિ રેચણની પુત્રી લકુમાદેવી હતી. કાનૂર્ગણીય માધવચન્દ્રના શિષ્ય ગંડવિમુક્ત મુનિ રામચન્દ્રદેવ તેમના ગુરુ હતા. જગદેકમલ્લ (ઈ.સ.૧૧૩૮-૧૧૫૦)ના કટકોપાધ્યાય (સેના-શિક્ષક) અભિનવશર્વવર્મ નામક ઉપાધિકારી દ્વિતીય નાગવર્મ જન્નના ઉપાધ્યાય (શિક્ષક) હતા (અનંતનાથપુરાણ, આ. ૨, પદ્ય ૩૪). ‘સૂક્તિસુધાર્ણવ’ના રચયિતા મલ્લિકાર્જુન (લગભગ ઈ.સ.૧૨૪૫) કવિના બનેવી હતા. ‘શબ્દમણિદર્પણ'ના રચયિતા કેશિરાજ (લગભગ ઈ.સ.૧૨૬૦) જન્નના ભાણેજ હતા. આ રીતે કવિ જન્ન ખૂબ ભાગ્યશાળી હતા, તેમના સંબંધો ઊંચા કુટુંબો સાથે હતા. જજ્ઞ તર્ક, વ્યાકરણ, સાહિત્ય, નાટ્ય વગેરે શાસ્ત્રોના જ પારગામી ન હતા (યશોધરચરિત, આ. ૧,‘પદ્ય ૧૮-૧૯) વધુમાં તે દઢકાય તથા સાહસી હતા તથા શસ્ત્રવિદ્યામાં પણ પારંગત હતા. આ રીતે શસ્ત્ર-શાસ્ત્ર બંનેમાં પ્રવીણ હોવાને કારણે તે તત્કાલીન શાસક વીરનરસિંહને ત્યાં મંત્રી તથા દંડાધીશ જેવા ગરિમામય બંને દો પર આસીન હતા (અનંતનાથપુરાણ, આશ્વાસ ૧, પદ્ય ૨૪). વસ્તુતઃ કવિના શસ્ત્ર-શાસ્ત્ર સંબંધી અદ્ભુત પાંડિત્યે જ ગુણગ્રાહી રાજા વીરનરસિંહને તેમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001317
Book TitleKannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Original Sutra AuthorN/A
AuthorK Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy