________________
ચંપૂયુગ
ગોત્રીય છે. તેમના પિતા કેશવરાજ, માતા મલ્લામ્બિકા અને ગુરુ નન્દ્રિયોગીશ્વર હતા. આચણ્ણ પુલિગેરેના નિવાસી હતા. ‘વસુધૈકબાંધવ’ ઉપાધિધારી ચમૂપતિ રેચણની સત્પ્રેરણાથી કવિના પિતા કેશવરાજ તથા તેમના મિત્ર તિક્કણ ચામણ, આ બંનેએ મળીને વર્ધમાનપુરાણ લખવાનું શરૂ કર્યું હતું. પરંતુ વચ્ચે જ કેશવરાજનું દેહાવસાન થઈ જવાને કારણે આ કાર્ય આગળ ન વધ્યું. પછીથી રેચણની પ્રેરણાથી આચણે તેને પૂર્ણ કર્યું.
આચણને ‘વાણીવલ્લભ' નામક ઉપાધિ પ્રાપ્ત હતી. ઉપર્યુક્ત ચમૂપતિ રેચણ પહેલાં કલચુરિઓને ત્યાં અને પછીથી હોય્સલ શાસક વીર બલ્લાલ (ઈ.સ.૧૧૭૩૧૨૨૦)ને ત્યાં મંત્રી જેવા ઉત્તરદાયિત્વપૂર્ણ ઉચ્ચ પદ પર સમ્માનપૂર્વક બીરાજમાન હતા (અરસિકેરે શિલાલેખ ૭૭). મદ્રાસ પ્રાચ્ય ગ્રંથકોશાલયસ્થ એક અભિલેખથી જ્ઞાત થાય છે કે આચણના ગુરુ નન્દ્રિયોગીશ્વર ઈ.સ. ૧૧૮૯માં વિદ્યમાન હતા. વિદ્વાનોએ આચણનો સમય ઈ.સ.૧૧૯૫ નિર્ધારિત કર્યો છે.
૬૭
કવિએ પોતાની રચનામાં પૂર્વ કવિઓમાં શ્રીવિજય, ગાંકુશ, ગુણવર્મ, નાગવર્મ, અસગ, હંપ, પોન્ન, અગ્ગલ અને બોપ્પની સ્તુતિ કરી છે. કવિ પાર્શ્વ શ્રીગુણવર્ષ, કીર્તિકલાગર્ભ, જૈનાગમગર્ભ, જગદ્ગુરુ, પ્રસન્નગુણ, મૃદુહૃદય વગેરે વિશેષણો વડે આચણની ખૂબ પ્રશંસા કરી છે. તેમાં સંદેહ નથી કે તેઓ એક પ્રૌઢ કવિ છે. તેમની રચનામાં ૧૨મી શતાબ્દીના અન્ય ચંપૂ કાવ્યોની અપેક્ષાએ શબ્દાલંકાર અત્યધિક છે. આચણનું વર્ધમાનપુરાણ અંતિમ તીર્થંકર વર્ધમાન (મહાવીર સ્વામી)ના ચરિત્ર સાથે સંબંધિત છે. તે ૨૬ આશ્વાસોમાં વિભક્ત છે. તીર્થંકર વર્ધમાનના ચરિત્ર સંબંધે લખવામાં આવેલી કન્નડ કૃતિઓમાં આ ગ્રંથ પ્રથમ છે. આચણે પોતાની બીજી કૃતિ શ્રીપદાશીતિમાં પંચપરમેષ્ઠિઓનો મહિમા ગાયો છે. આમાં ૯૪ કંદ પદ્ય છે. તે ભક્તિરસથી પરિપૂર્ણ એક સુંદર રચના છે. ગ્રંથનો બંધ પ્રૌઢ છે. તેની પ્રશંસા કવિએ સ્વયં કરી છે.
મહાવીરચરિત્રપ્રતિપાદક સ્વતંત્ર સંસ્કૃત કૃતિઓમાં મહાકવિ અસગ (વિક્રમ સંવત્ ૧૧મી શતાબ્દી)નું વર્ધમાનપુરાણ તથા આચાર્ય સકલકીર્તિ (વિક્રમ સંવત્ ૧૫મી શતાબ્દી)નું વર્ધમાનચરિત્ર આ બંને પર્યાપ્ત પ્રસિદ્ધ છે. વર્ધમાનપુરાણ સોલાપુરથી અને વર્ધમાનચરિત્રનો માત્ર હિંદી અનુવાદ મુંબઈથી પ્રકાશિત થયો છે. કન્નડ ગ્રંથોમાં આચણના આ વર્ધમાનપુરાણ સિવાય કવિ પદ્મ (વિક્રમીય ૧૧મી શતાબ્દી)નું એક અન્ય વર્ધમાનપુરાણ પણ ઉપલબ્ધ છે. સાહિત્યની દૃષ્ટિએ કવિ પદ્મનો ગ્રંથ પણ એક સુંદર રચના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org