________________
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
પવનવેગ નામના બે રાજકુમાર પાટલીપુર જઈ ત્યાંનું બ્રહ્માલયસ્થ નગારું વગાડી ત્યાં રાખેલા સિંહાસન પર બેસી જાય છે. ત્યાર પછી બ્રાહ્મણ વિદ્વાનો દ્વારા તેમને કહેવામાં આવે છે કે જે વિદ્વાન આ નગારું વગાડી શાસ્ત્રાર્થમાં વિજય પ્રાપ્ત કરે છે, તે જ આ સિંહાસન પર બેસવાનો અધિકારી થાય છે. આથી બતાવો કે તમે લોકો ક્યા વિષયના વિશેષજ્ઞ છો. આ વાત સાંભળી રાજકુમારોએ જવાબ આપ્યો કે અમે વિદ્વાન નથી. પરંતુ એમ જ આવીને આ સિંહાસન પર બેઠા છીએ. એટલું કહીને તેઓ સિંહાસન પરથી ઊઠી નીચે બેસી જાય છે' પછીથી તે રાજકુમારોએ બ્રાહ્મણ વિદ્વાનોને જૈન ધર્મનું સ્વરૂપ સમજાવ્યું અને તેમના ધર્મનું અનેક પ્રકારે નિરાકરણ કરી જયપત્ર પ્રાપ્ત કર્યો.
નાગવર્મ (પ્રથમ)
$0
તેમણે છંદોમ્બધિ તથા કર્ણાટક કાદંબરીની રચના કરી છે. તેમને વીરમાર્તંડ ચાઉડરાયનું સંરક્ષણ પ્રાપ્ત હતું. તેઓ આચાર્ય અજિતસેનના શિષ્ય હતા. આર. નરસિંહાચાર્યના મતે તેમનો સમય લગભગ ઈ.સ.૯૯૦ છે.
મહાકવિ પંપ તથા પોન્નની જેમ તેઓ પણ વેંગિવિષયના નિવાસી હતા. નાગવર્મના પિતા વૈષ્ણમધ્ય વૈદિક બ્રાહ્મણ હતા તેમ છતાં નાગવર્મ જૈનધર્મના અનુયાયી થઈ ગયા હતા. પંપ તથા પોન્નની જેમ તેમણે કોઈ ધાર્મિક ગ્રંથની રચના નથી કરી. તેમણે પોતાને યુદ્ધવીર અને સત્કવિ કહ્યા છે. કન્નડ સાહિત્યમાં કાદમ્બરીસદેશ ઉત્કટ રચના બીજી મળતી નથી. બાણભટ્ટની સંસ્કૃતમાં રચિત કાદંબરી કાવ્યમય ગદ્યમાં છે અને તે અનેક સ્થળે દુર્બોધ બનેલી છે. આવી મહાકૃતિને સંપૂરૂપે કન્નડમાં લખનાર નાગવર્મ વાસ્તવમાં અભિનંદનીય છે. નાગવર્મનો
આ ગ્રંથ સંસ્કૃતમાં રચિત કાદંબરીનો માત્ર કન્નડ અનુવાદ નથી. તેમાં અનેક વર્ણન છોડી પણ દેવામાં આવ્યા છે. છતાં પણ મૂળના સૌંદર્યની રક્ષા કરતાં નાગવર્મે આને પોતાની જ રીતે એક સ્વતંત્ર કૃતિનું રૂપ પ્રદાન કર્યું છે. કવિની ભાષા સુગમ તથા સશક્ત અને કથાનિરૂપણ પ્રવાહમય છે. નાગવર્મની બીજી કૃતિ છંદોમ્બુધિ છંદશાસ્ત્ર સંબંધિત એક સુંદર કૃતિ છે.
નાગવર્મ (દ્વિતીય)
તેમણે કાવ્યાવલોકન, કર્ણાટકભાષાભૂષણ, વસ્તુકોશ અને અભિધાનરત્નમાલા નામક ગ્રંથોની રચના કરી છે. આ બધા ગ્રંથો વિદ્વત્તાપૂર્ણ તથા કન્નડ ભાષાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org