________________
૫૮
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
હિતાર્થે કન્નડમાં લખ્યું છે. આ વાતનો કવિએ પોતાની રચનામાં સ્વયં સ્વીકાર કર્યો છે.
ધર્મપરીક્ષા ચંપૂ ગ્રંથ છે. તેમાં દસ આશ્વાસ છે. ગ્રંથની શૈલી સુગમ તથા લલિત છે. કથા કહેવાની રીત પણ ચિત્તાકર્ષક છે. છતાં પણ કેટલાક સમય પછી વૃત્તવિલાસની આ ધર્મપરીક્ષા નામક કૃતિ સામાન્ય જનતાને કઠિન લાગવા લાગી. એટલા માટે સ્થાનીય શ્રાવકોએ શ્રવણબેલગોલના તત્કાલીન મઠાધીશ ચારકીર્તિજીને આની કન્નડ વ્યાખ્યા તૈયાર કરવા માટે પ્રાર્થના કરી. આ કાર્ય માટે ચારકીર્તિજીએ ચંદ્રસાગરજીને આજ્ઞા આપી. તદનુસાર ચંદ્રસાગરજીએ શક સં. ૧૭૭૦માં સુલભ કન્નડ ગદ્યમાં ધર્મપરીક્ષાને રૂપાંતરિત કરી. ચંદ્રસાગરજીની આ ધર્મપરીક્ષામાં પણ દશ અધ્યાય છે. આ રીતે કન્નડમાં હજી સુધી ધર્મપરીક્ષા સંબંધી આ જ બે રચનાઓ ઉપલબ્ધ છે. પ્રાકૃત, અપભ્રંશ અને સંસ્કૃત ભાષાઓમાં આ જ વિષયને નિરૂપિત કરનાર ધર્મપરીક્ષા નામના કેટલાય ગ્રંથ ઉપલબ્ધ થાય છે. તેમાં નિમ્નલિખિત ગ્રંથો પ્રમુખ છે –
જયરામ નામક કવિએ ગાથાપ્રબંધમાં એક “ધર્મપરીક્ષા”ની રચના કરી હતી. તે પ્રાયઃ પ્રાકૃત ભાષામાં રહી હશે. પરંતુ આ ધર્મપરીક્ષાની કોઈ પણ પ્રત હજી સુધી ઉપલબ્ધ થઈ નથી. આના જ આધારે હરિજેણે પણ અપભ્રંશ ભાષામાં ધર્મપરીક્ષા નામક ગ્રંથ લખ્યો હતો. આ હરિષણ મેવાડદેશવાસી ગોવર્ધન તથા તેમની ધર્મપત્ની ગુણવતીના પુત્ર હતા. હરિફેણ કાર્યવશ ચિત્રકૂટથી અચલપુર ગયા અને ત્યાં તેમણે છંદ, અલંકાર વગેરેનું અધ્યયન કરી વિ.સં. ૧૦૪૪માં અપભ્રંશ ધર્મપરીક્ષાની રચના કરી. હરિષણના ગુરુ સિદ્ધસેન હતા અને તેમની જ કૃપાથી આ ધર્મપરીક્ષા લખવામાં આવી હતી. તેમાં સંદેહ નથી કે જયરામ હરિષણની પહેલાં થયા છે. ત્યાર પછી માધવસેનના શિષ્ય આચાર્ય અમિતગતિએ વિ.સં.૧૦૭૦માં સંસ્કૃત ધર્મપરીક્ષાની રચના કરી. અમિતગતિની ધર્મપરીક્ષા હરિષણની ધર્મપરીક્ષાથી ૨૬ વર્ષ પછીની રચના છે.
જયરામની ધર્મપરીક્ષાની કોઈ પ્રત નથી મળી. હરિષણની ધર્મપરીક્ષા પણ હજી હસ્તલિખિત સ્થિતિમાં જ છે. પરંતુ અમિતગતિની ધર્મપરીક્ષા મુદ્રિત થઈ ચૂકી છે, માત્ર એટલું જ નહિ, તેનો સાર હિંદી, મરાઠી વગેરે ભાષાઓમાં પણ પ્રકાશિત થઈ ચૂક્યો છે. અમિતગતિનું અનુકરણ કરતાં અને તેમના ગ્રંથના ઘણાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org