SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પંપયુગ ૫૧ કર્ણપાયનો સમય ઈ.સ.૧૧૪૦, ડા. વેંકટસુષ્મધ્ય અને એમ. ગોવિન્દ ૨ અનુસાર ઈ.સ.૧૧૭૪ અને એચ. શેષાવૃંગારના મતે ઈ.સ.૧૧૩૦થી ૧૧૩૫ છે. ગમે તે હોય, એટલું સર્વસંમત છે કે કર્ણપાર્ય ૧૨મી શતાબ્દીના કવિ છે. નેમિનાથપુરાણના રચયિતા કર્ણપાર્યના શ્રદ્ધેય ગુરુ માલધારી દેવના શિષ્ય કલ્યાણકીર્તિ છે. શ્રી એચ. શેષઅઠંગારના મતે શ્રવણબેલગોલ0 શિલાલેખ અંક દ૯માં અંકિત મલધારી હેમચન્દ્રના અથવા તેમના સાધર્મિક માધનંદિના શિષ્ય કલ્યાણકીર્તિ જ કર્ણપાર્યના ગુરુ છે. ગુરુ કલ્યાણકીર્તિ પછી કર્ણપાર્ય દ્વારા સંસ્તુત બાલચન્દ્ર, શુભચન્દ્ર વગેરે કલ્યાણકીર્તિના જ સાધર્મિક જણાય પડે છે, કેમકે પૂર્વોક્ત અભિલેખમાં મૂલસંઘના દેશીયગણની વક્રગચ્છીય શાખા બાલચન્દ્રની સાથે સાથે શુભકીર્તિ વગેરે બીજા પણ અનેક જણને મલદેવના સાધર્મિક કહેવામાં આવ્યા છે. તેમ છતાં પૂર્વોક્ત શિલાલેખમાં તેના લેખનકાળ અને તેમાં વર્ણિત ગુરુપરંપરાનો સમય નથી આપવામાં આવ્યો. આર. નરસિહાચાર્યે ચન્નારાયપટ્ટણના ૧૬૮મા શિલાલેખના આધારે ગોપનંદિના શિષ્ય માલધારી દેવ અને તેમના સાધર્મિક કલ્યાણકીર્તિનો નામોલ્લેખ કરનાર શ્રવણબેલગોલના ઉપર્યુક્ત શિલાલેખનો કાળ ઈ.સ.૧૧૦૦ નિર્ધારિત કર્યો છે. તેમનું કહેવું છે કે શ્રવણબેલગોલના ઉક્ત શિલાલેખમાં પ્રતિપાદિત મલધારી દેવના ગુરુ ગોપનન્ટિને ઈ.સ.૧૦૯૪માં વિક્રમાદિત્યના પુત્ર યયંગ દ્વારા એક દાન આપવામાં આવ્યું હતું. એટલા માટે શિલાલેખાંતર્ગત ગોપનંદિ, તેમના શિષ્ય મલધારી દેવ અને તેમના સાધર્મિક કલ્યાણકીર્તિનો કાળ ઈ.સ.૧૧૦૦ હોવો જોઈએ. પરંતુ શ્રી એચ. શેષ અઠંગાર શ્રી આર. નરસિંહાચાર્યના આ મત સાથે સહમત નથી. તેમનું કહેવું છે કે વિક્રમાદિત્યના પુત્ર યરયંગ પાસેથી દાન ગ્રહણ કરનાર ગોપનંદિથી તેમના શિષ્ય મલધારી દેવાનો સમય પ્રબળ પુરાવા વગર માત્ર ૬ વર્ષ પાછળનો નિર્ધારિત કરવો યોગ્ય ન કહી શકાય. પરંતુ ચરાયપટ્ટણ તાલુકા તગડૂરના નં. ૧૯૮ (ઈ.સ.૧૧૩૦)ના શિલાલેખમાં પ્રતિપાદિત કલ્યાણકીર્તિ અને શ્રવણબેલગોલના શિલાલેખમાં અંકિત કર્ણપાર્યના ગુરુ કલ્યાણકીર્તિ આ બંને એક જ છે. આવી સ્થિતિમાં કલ્યાણકીર્તિનો કાળ ઈ.સ.૧૧૩૦ની પછી જ માનવો સમુચિત છે. વળી તગડૂરના ઉપર્યુક્ત શિલાલેખમાં ઈ.સ.૧૧૧૧થી ૧૧૪૧ સુધી રાજય કરનાર હોય્સલ વિષ્ણુવર્ધનના પાદપપ્રોપજીવી દંડનાયક મરિયાને તથા ભરતનો ઉલ્લેખ મળે છે. આથી તગડૂરનો આ શિલાલેખ ઈ.સ. ૧૧૧૧થી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001317
Book TitleKannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Original Sutra AuthorN/A
AuthorK Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy