________________
પંપયુગ
સમજાવવા માટે ગણિતશાસ્ત્ર પદ્યરૂપે લખવું બહુ કઠિન છે, છતાં પણ તેમણે સૂત્રો તથા ઉદાહરણો ખૂબ જ લલિત પદ્મોમાં અભિવ્યક્ત કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે. આ પદ્યોથી એ વાત સ્પષ્ટ છે કે તે માત્ર ગણિતશાસ્ત્ર-મર્મજ્ઞ જ ન હતા, પરંતુ એક પ્રૌઢ કવિ પણ હતા. તે જ્ઞાત નથી કે રાજાદિત્યના આ ગ્રંથોનો આદર્શ ક્યો ગ્રંથ હતો.
રાજાદિત્યનો બીજો ગ્રંથ ક્ષેત્રગણિત અને ત્રીજો વ્યવહારરત્ન છે. વ્યવહારરત્નમાં કુલ પાંચ અધિકાર છે. કવિનો ચોથો ગ્રંથ જૈનગણિતસૂત્રોદાહરણ છે. આમાં પ્રશ્ન આપીને ઉત્તર મેળવવાનું વિધાન બતાવ્યું છે. રાજાદિત્યનો પાંચમો ગ્રંથ ચિત્રહસુગે છે. આ સૂત્રટીકારૂપ છે. તેમનો છઠ્ઠો ગ્રંથ લીલાવતી છે, જે પદ્યરૂપ છે. તેમાં ગણિતીય સમસ્યાઓને ઉદાહરણ સહિત સમજાવવામાં આવી છે. તેમાં સંદેહ નથી કે રાજાદિત્ય એક સારા ગણિતજ્ઞ હતા. સંભવ છે કે વિદ્વાનોની દૃષ્ટિએ ઓઝલ તેમનો ગણિતશાસ્ત્ર સંબંધી અન્ય પણ કોઈ મહત્ત્વપૂર્ણ ગ્રંથ રહ્યો હોય. કીર્તિવર્મ
૪૭
તેમણે ‘ગોવૈદ્ય’ નામક ગ્રંથ લખ્યો છે. તેમના પિતા ત્રૈલોક્યમલ્લાધિપ, અગ્રજ વિક્રમાંક નરેન્દ્ર અને ગુરુ દેવચન્દ્ર મુનિ હતા. તેમના લગભગ સમકાલીન કવિ બ્રહ્મશિવે પણ પોતાની ‘સમયપરીક્ષા'માં ઉપર્યુક્ત વાતોનું સમર્થન કર્યું છે, એટલું જ નહિ બ્રહ્મશિવના કથનાનુસાર કવિના પિતા ત્રૈલોક્યમલ્લાધિપ ચાલુક્યવંશી હોવાનું સાબિત થાય છે. ચાલુક્ય વંશમાં ત્રૈલોક્યમલ્લે ઈ.સ. ૧૦૪૨થી ૧૦૬૮ સુધી તથા તેમના પુત્ર વિક્રમાદિત્યે ઈ.સ. ૧૦૭૬થી ૧૧૨૬ સુધી રાજ્ય કર્યું હતું. આ જ વિક્રમાદિત્ય કવિના મોટા ભાઈ હશે. આવી સ્થિતિમાં કીર્તિવર્ગનો સમય ઈ.સ.૧૧૨૫ માનવો અસંગત નથી. આ જ મત શ્રી આર. નરસિંહાચાર્યનો પણ છે.
વિક્રમાદિત્યના બે ભાઈ હતા—એક જયસિંહ (તૃતીય) અને બીજા વિષ્ણુવર્ધનવિજયાદિત્ય. તે જ્ઞાત નથી કે કીર્તિવર્ષ આ બેમાંથી એક હતો કે જુદો. એમ જણાય છે કે ત્રૈલોક્યમલ્લની કેતલદેવી નામક એક જૈનધર્માનુયાયિની રાણી પણ હતી અને તેણે પોતાની તરફથી કેટલાંક જિનાલય પણ બનાવ્યાં હતાં. સંભવ છે કે કવિ તેના જ પુત્ર હોય. શ્રી આર. નરસિંહાચાર્યનું કહેવું છે કે શ્રવણબેલગોલસ્થ ૬૪મા અભિલેખ (૧૧૬૮ ઈ.)માં પ્રતિપાદિત ગુરુપરંપરામાં રાઘવપાંડવીયના
1. Antiquity, Vol.XIX, P. 268.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org