________________
૪૬
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
રાજાદિત્ય :
તેમણે વ્યવહારગણિત, ક્ષેત્રગણિત, વ્યવહારરત્ન, લીલાવતિ, ચિત્રહસુગે, જૈનગણિતસૂત્રટીકોદાહરણ વગેરે ગણિત ગ્રંથોની રચના કરી છે. તેમના ગ્રંથોથી જાણ થાય છે કે તેમના ભાસ્કર, વાચવાચઢે, વાચિરાજ વગેરે અનેક નામ હતાં. સાથે સાથે જ તેમને ગણિતવિલાસ, ઓજેબેડંગ, પદ્યવિદ્યાધર વગેરે પદવીઓ મળેલ હતી. કંડિમંડલાંતર્ગત પૂવિનબાગે તેમની જન્મભૂમિ હતી. રાજાદિત્યની પત્નીનું નામ કનકમાલા હતું. કવિએ પોતાને “કવીશ્વરનિકસભાયોગ્ય' કહ્યા છે. તેનાથી જાણ થાય છે કે તે દરબારી પંડિત રહ્યા હશે. કવિએ શુભચન્દ્રને પોતાના ગુરુ બતાવ્યા છે. રાજદિત્યે પોતાની રચનામાં વિષ્ણુનુપાલનો નામોલ્લેખ કર્યો છે. અન્યાન્ય આધારોથી એ સિદ્ધ થાય છે કે હોય્સલ રાજા વિષ્ણુવર્ધને લગભગ ઈ.સ.૧૧૧૧થી ૧૧૪૨ સુધી રાજ્ય કર્યું હતું. સંભવતઃ કવિ રાજદિત્ય આ જ વિષ્ણુવર્ધનના સમકાલીન હતા.
શ્રવણબેલગોલના ૧૧૭મા અભિલેખથી જ્ઞાત થાય છે કે એક શુભચન્દ્ર ૧૧૨૩માં સ્વર્ગવાસી થયા હતા. એ જ કવિના ગુરુ હોવાનું જણાય છે. જો એ વાત બરાબર હોય તો રાજાદિત્ય વિષ્ણુવર્ધનના સભાપંડિત હોઈ લગભગ ૧૧૨૦માં જીવિત રહ્યા હશે. રાજાદિત્યે પોતાના પાંડિત્ય તથા ગુણોને સમસ્તવિદ્યાચતુરાનન, વિબુધાશ્રિતલ્પમહીલ, આશ્રિતકલ્પમહીજ, વિદ્યુતભુવનકીર્તિ, શિષ્ટષ્ટ-જમૈકાશ્રય, અમલચરિત્ર, અનુરૂપ, સત્યવાક્ય, પરહિતચરિત, સુસ્થિર, ભોગી, ગંભીર, ઉદાર, સચ્ચરિત્ર, અખિલવિદ્યાવિદ્દ, જનતાસંસ્તુત્ય, ઉર્વીશ્વર નિકરસભાસેવ્ય વગેરે શબ્દો દ્વારા વ્યક્ત કર્યા છે. તેમની રચનાઓમાં વ્યવહારગણિત એક ગદ્યપદ્યાત્મક કૃતિ છે. તેમાં સુત્રોને પદ્યરૂપે લખીને ટીકા તથા ઉદાહરણ આપવામાં આવ્યાં છે. ગ્રંથ આઠ અધિકારોમાં વિભક્ત છે. પ્રત્યેક અધિકારને હાર સંજ્ઞા આપવામાં આવી છે. આમાં કવિએ સ્વયં કહ્યું છે કે “આ ગ્રંથ મેં ફક્ત પાંચ દિવસમાં લખ્યો છે.” સાથે સાથે જ તેમણે પોતાના ગ્રંથની પર્યાપ્ત પ્રશંસા પણ કરી છે.
રાજાદિત્યના વ્યવહારગણિતમાં સહજત્રરાશિ, વ્યસ્તત્રય રાશિ, સહજપંચરાશિ, વ્યસ્તપંચરાશિ, સહજસપ્તરાશિ, વ્યસ્તસપ્તરાશિ, સહજનવરાશિ, વ્યસ્તનવરાશિ વગેરે અનેક વિષય છે. શ્રી આર. નરસિંહાચાર્યના મતે કન્નડમાં ગણિતશાસ્ત્ર લખનાર કવિઓમાં રાજાદિત્ય જ પ્રથમ કવિ છે. તેમણે ગણિતશાસ્ત્ર સાથે સંબંધ રાખનાર પ્રાયઃ બધા વિષયોનો પોતાના ગ્રંથોમાં સંગ્રહ કર્યો છે. જનતાને સુલભતાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org