________________
પંપયુગ
૪૩
એક બીજી વાત રહી જાય છે, તે એ છે કે જો સંયસેને “ધર્મામૃત” પોતાની મુનિ અવસ્થામાં મુળગુન્દમાં રચ્યું હોય, તો પછી મુળગુન્દને કવિનું જન્મસ્થળ માનવું ઉચિત નહિ ગણાય, કેમકે દિગંબર મુનિ કોઈ પણ સ્થાન પર દીર્ઘકાળ સુધી રોકાઈ શકતા નથી. તેઓ સદેવ વિહાર કરતા રહે છે. માત્ર ચાતુર્માસમાં શાસ્ત્રોક્ત રીતે ચાતુર્માસની સમાપ્તિ સુધી એક સ્થાન પર રોકાય છે. આવી સ્થિતિમાં મુનિ નયસેન મુળગુન્દના નિવાસી નહિ, પ્રવાસી જ રહ્યા હશે.
ધર્મામૃતની રચના તેમણે મુળગુન્દમાં જ કરી હતી અર્થાત્ ઉપર્યુક્ત ગ્રંથના સમાપ્તિ કાળમાં નયસેન મુળગુન્દમાં ચોક્કસ રહ્યા હતા. નયસેનની પહેલાં જ કન્નડ સાહિત્યમાં કથા-સાહિત્યનો જન્મ થઈ ચૂક્યો હતો, વડારાધના આનું પ્રબળ પ્રમાણ છે. વડારાધના પછી નયસેનના કાળ સુધીનો બીજો કોઈ આ પ્રકારનો કથાગ્રંથ કન્નડ સાહિત્યમાં હજી સુધી ઉપલબ્ધ નથી થયો. આ જ દૃષ્ટિએ જી. વૅકસુમ્બથ્યનું એ કથન યોગ્ય છે કે જનસામાન્ય માટેની સાહિત્યરચનામાં નયસેન જ પથપ્રદર્શક રહ્યા. તેમાં સંદેહ નથી કે નયસેન આ વાત સારી રીતે જાણતા હતા કે ધર્મના પ્રસાર-પ્રચારમાં એવી કથાઓ અત્યધિક ઉપયોગી થાય છે, કેમકે પ્રત્યેક માનવ જન્મથી જ કથા સાંભળવા ટેવાયેલો હોય છે. વૃદ્ધ દાદીમાની વિચિત્ર કથાઓથી જ બાળકોનો વિદ્યાભ્યાસ શરૂ થાય છે. બાળકોને કથા સંભળાવવામાં દાદીને પણ ઓછો રસ નથી હોતો. આ રીતે જેમ-જેમ કથા સાંભળવા અને સંભળાવવાની અભિરુચિ વધતી જાય છે તેમ-તેમ જ કથા સાહિત્યનો ભંડાર ભરાતો જાય છે.
કન્નડમાં કથા સાહિત્યનો જન્મ ક્યારે થયો તે કહેવું મુશ્કેલ છે. હા, એટલું ચોક્કસ કહી શકાય કે કન્નડના અન્યાન્ય અંગોની જેમ કથા સાહિત્યના જન્મદાતા પણ જૈન કવિઓ જ છે. કન્નડ કથા સાહિત્યના આજ સુધી ઉપલબ્ધ ગ્રંથોમાં જૈન ગ્રંથ વારાધના જ સહુથી પ્રાચીન છે.
જી. વેંકટસુષ્મધ્યના આ અભિપ્રાયનો હું પણ સ્વીકાર કરું છું કે પ્રારંભમાં કન્નડ કવિઓએ પુરાણોમાં સંસ્કૃત મહાકાવ્યોની જ શૈલી અપનાવીને પોતાના ગ્રંથોને જનસાધારણની અપેક્ષાએ વિદ્ધભોગ્ય જ વધારે બનાવ્યા છે. દીર્ઘ-સમાસ, શ્લેષ વગેરે ક્લિષ્ટ અલંકારો, અષ્ટાદશ વર્ણન, કઠિન ભાષા અને ધર્મને પ્રતિપાદિત કરનારી પ્રૌઢ શૈલી વગેરેને કારણે આ પુરાણો સામાન્ય જનતાની જિજ્ઞાસાને તૃપ્ત ન કરી શક્યા. આ હકીકતનો સ્વીકાર કરવામાં કવિઓને ખાસ્સો સમય લાગ્યો. ઘણું કરીને કવિઓએ ૧૨મી શતાબ્દીના પૂર્વાર્ધમાં આ તરફ નજર કરી. આ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org