________________
૪૨
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
પ્રયુક્ત નંદન સંવત્સર ૧૦૩૭માં ન આવતાં ૧૦૩૪માં આવે છે. આનાથી તેઓ અનુમાન કરે છે કે “પ્રાયઃ જૈનમતાવલંબી ગિરિ શબ્દથી ૪નો અંક લે છે અને જો મારું આ અનુમાન યોગ્ય હોય તો ધર્મામૃત ઈ.સ. ૧૦૧૧માં રચવામાં આવ્યું હતું. પરંતુ મારી જાણકારીમાં ગિરિ શબ્દથી ૪નો અર્થ લેવો જૈનધર્મને પણ માન્ય નથી. એટલા માટે ઉપર્યુક્ત અંતરનું કારણ બીજું પણ કંઈક હોવું જોઈએ. આ કારણ શોધવું અત્યંત જરૂરી છે.
આશ્વાસના આદ્યન્ત પદ્યોથી જાણ થાય છે કે નયસેનને “સુકવિનિકરપિકમાકંદ' અને “સુકવિજનમનઃપદ્મિનીરાજહંસની પદવીઓ મળી હતી. આ સિવાય આશ્વાસોના અંતના ગદ્યોમાં તેમણે પોતાને દિગંબરદાસ નૃત્નકવિતાવિલાસ પણ બતાવ્યા છે (કર્ણાટક કવિચરિતે, પ્રથમ ભાગ, પૃષ્ઠ ૨૨૮). સ્વ. ડૉ. શામશાસ્ત્રી અને જી. વેંકટસુબ્બથ્યના મતે “વાત્સલ્ય રત્નાકર' અને નૃત્નકવિતાવિલાસ પણ કવિની પદવીઓ હતી (નયસેન, પૃષ્ઠ ૬ અને ધર્મામૃતનો ઉત્તરાદ્ધ). વેંકસુમ્બથ્યનું એમ પણ કહેવું છે કે “નયસેને પોતાના વંશ, માતા-પિતા, આશ્રયદાતા વગેરે સંબંધમાં કંઈ પણ નથી લખ્યું. આ જ રીતે તેમણે પોતાના ગુરુનું સ્મરણ તો અવશ્ય કર્યું છે, પરંતુ સ્પષ્ટ નામ લઈને નહિ, પરંતુ ઐવિદ્યચૂડામણિ, ઐવિદ્યચક્રેશ્વર, ઐવિદ્યલક્ષ્મીપતિ અને ઐવિદ્યચક્રાધિપ વગેરે ઉપાધિસૂચક શબ્દો દ્વારા જ કર્યું છે (કવિચરિતે, પ્રથમ ભાગ, પૃષ્ઠ ૨૨૮).
કવિએ ધર્મામૃતમાં પોતાના વંશ, માતા-પિતા, આશ્રયદાતા વગેરેનાં નામ એટલા માટે નહિ લખ્યાં હોય કે ધર્મામૃત રચનાકાળ વખતે તે મુનિ થઈ ગયા હતા. કેમકે તેમણે પોતાની કૃતિમાં નયસેનદેવ અને નયસનમુનીન્દ્ર વગેરે શબ્દો દ્વારા જ પોતાને સ્પષ્ટ મુનિ સૂચિત કર્યા છે. વસ્તુતઃ નયસેન મુનિઓનું નામ છે, નહિ કે ગૃહસ્થોનું. મુનિ અવસ્થામાં કવિ પોતાના પૂર્વવંશ, માતા-પિતા, આશ્રયદાતા વગેરે વિશે કંઈ પણ નહોતો લખી શકતો. જોકે પોતાની ગુરુપરંપરા વિષયે તે ઘણું બધુ લખી શકતો હતો. તેમના આ રીતે મૌન રહેવાનું કારણ અજ્ઞાત છે. છતાં પણ ધર્મામૃતના “ગુરુવિદ્યાબ્ધિનરેન્દ્રસેનગુરુપ' નામક પદ્ય દ્વારા “ઐવિદ્યચક્રેશ્વર મુનિ નરેન્દ્રસેનને કવિએ પોતાના ગુરુ સૂચિત કર્યા છે.
નામના આધારે નરેન્દ્રસેન તથા નયસેન આ બંને ય ગુરુ-શિષ્ય દિગંબરાસ્નાયના તે જ સુપ્રસિદ્ધ સેનગણના મુનિઓ સિદ્ધ થાય છે, જેમાં પ્રાતઃ સ્મરણીય આચાર્ય વીરસેન, જિનસેન અને ગુણભદ્રાદિ મહાન આચાર્યો થઈ ચૂક્યા છે. આ બારામાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org