________________
પંપયુગ
૩૯
(૨) એમ જણાય છે કે નાગચન્દ્ર ઉદંડ ઘોડાઓની ચાલથી સારી રીતે પરિચિત હતા. સાથે સાથે જ ઘોડા પર ચડવું તેઓ ખૂબ પસંદ કરતા હતા. એટલા માટે એતજન્ય કવિનો અનુભવ સર્વથા શ્લાઘનીય છે (પંપરામાયણ, આશ્વાસ ૪, પદ્ય ૧૦૫, ૨૦૬, ૨૦૮, ૧૧૧, ૧૧૨, ૧૧૪, ૧૧૮ અને ૧૨૦)
(૩) સીતાનું પતિવિયોગજન્ય તથા રામનું પત્નીવિયોગજન્ય અસીમ દુઃખ પંપરામાયણમાં ખૂબ જ હૃદયવિદારક રીતે વર્ણિત છે. આ વર્ણન વાંચવાથી વસ્તુતઃ પાઠકોની આંખો ભરાઈ જાય છે અને મર્યાદાપુરુષોત્તમ રામચન્દ્ર તથા પતિવ્રતાશિરોમણિ સીતા પ્રત્યે સહાનુભૂતિ પેદા થાય છે (પંપરામાયણ, આશ્વાસ ૭, પદ્ય ૧૦૭, ૧૧૧, ૧૧૩, ૧૧૬, ૧૧૭ અને ૧૧૮).
(૪) આ જ રીતે “મલ્લિનાથપુરાણ'માં વસંતોત્સવનું વર્ણન પણ સર્વથા પઠનીય છે. આ વર્ણનમાં ખાસ કરીને મામર – મલ્લિકાલતાઓનું વિવાહવર્ણન એક કુતૂહલોત્પાદક વસ્તુ છે (મલ્લિનાથપુરાણ, આશ્વાસ ૬, પદ્ય ૪૦, ૪૩, ૪૪, ૪૫ અને ૪૬).
નાગચન્દ્ર એક રસિક કવિ હતા. સાથે સાથે જ તેમનામાં અગાધ પાંડિત્ય પણ હાજર હતું. આ કૃતિઓમાં સર્વત્ર કવિની અનુપ્રાસપ્રિયતા સ્પષ્ટ દૃષ્ટિગોચર થાય છે. યમકના પ્રયોગથી તેનું કાવ્યસૌંદર્ય વધી ગયું છે. સારાંશ રૂપે નાગચન્દ્રના ગ્રંથોમાં અનુનાસિક, દંત્ય અને અનુસ્વારના આધિક્યથી પ્રાપ્ત સૌંદર્ય વસ્તુતઃ દર્શનીય છે. બારમી શતાબ્દીમાં કન્નડની ભેરી વગાડનાર પ્રથમ કવિ અભિનવપંપના નામે વિખ્યાત નાગચન્દ્ર જ છે. મહાકવિ નાગચન્દ્ર એક ઉદામ કવિ છે. તેમના ગ્રંથોમાં ક્ષાત્રધર્મની અપેક્ષાએ ભક્તિ તથા વૈરાગ્યનો પ્રવાહ જ વિશેષ રૂપે દૃષ્ટિગોચર થાય છે. કવિની કૃતિઓ સર્વત્ર શાંતરસથી ઓતપ્રોત છે. આ જ રસને અનુરૂપ કવિની કાવ્યશૈલી પણ છે. મહાકવિ પંપ અને રન્નની અપેક્ષાએ નાગચન્દ્રની શૈલી લલિત અને સરળ છે.
કંતિ
હજી સુધી આ કવયિત્રીનો કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી મળ્યો. માત્ર “કંતિ હંપન સમસ્યગળ' નામથી તેના કેટલાક ફુટકળ પદ્ય ચોક્કસ મળ્યાં છે. દ્વારસમુદ્રના બલ્લાલરાયની સભામાં મહાકવિ અભિનવપંપ દ્વારા જે સમસ્યાઓ રાખવામાં આવી હતી, તે સમસ્યાઓની પૂર્તિ તેણે જ કરી હતી. ઉપર્યુક્ત સંગ્રહમાં પૂર્વોક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org