________________
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
કાવ્યરચનાથી કૃતકૃત્ય થયા છે. કવિએ પોતાની કૃતિમાં પારિભાષિક શબ્દોની અપેક્ષાએ સુલભ શબ્દોનો જ પ્રયોગ વધારે કર્યો છે. કાવ્યનું વર્ણન હૃદયંગમ તથા સજીવ છે. પાત્ર-રચનામાં કવિએ પોતાના કુશળતાનો સારો પરિચય આપ્યો છે. આ કાવ્યનું એક વધુ વૈશિષ્ટટ્ય છે તેનો કથાનિરૂપણક્રમ. એમાં સંદેહ નથી કે નયસેન જેવા કથાલેખકો માટે શાંતિનાથ માર્ગદર્શક છે. તેમ છતાં કવિ શાંતિનાથ પર વડારાધનેનો પ્રભાવ રહ્યો હોય તેવી ઘણી સંભાવના છે. “સુકુમારચરિતે'માં વાતાવરણનું નિરૂપણ ખૂબ જ સ્વાભાવિક છે. આ કાવ્ય શિવમોગ્ગના કર્ણાટકસંઘ તરફથી પ્રકાશિત થઈ ચૂક્યું છે. નાગચંદ
તેમણે પોતાની રચનાઓમાં પોતાના દેશ, કાળ અને વંશ વગેરે સંબંધમાં કંઈ પણ ઉલ્લેખ નથી કર્યો. પરિણામે તેમના દેશ, કાળ અને વંશ વગેરે વિશે આ સમયે નિશ્ચિત રૂપે કંઈ પણ નથી કહી શકાતું. શ્રી. આર. નરસિંહાચાર્ય, શ્રી દત્તાત્રેય બેન્દ્ર વગેરે કેટલાક વિદ્વાનોનો મત છે કે વિજયપુર અર્થાત્ વર્તમાન બીજાપુર નાગચન્દ્રનું જન્મસ્થાન હોઈ શકે છે. તેનું કારણ એમ બતાવવામાં આવે છે કે કવિએ સ્વયં લખ્યું છે કે “વિજયપુરમાં શ્રી મલ્લિનાથ-જિનાલયનું નિર્માણ કરાવી મેં મલ્લિનાથ પુરાણની રચના કરી છે.'
પરંતુ શ્રી ગોવિંદ ૫ નંજેશ્વર આની સાથે સહમત નથી. તેઓ નાગચન્દ્રની કૃતિઓ (પંપરામાયણ તથા મલ્લિનાથપુરાણ)નાં કેટલાંક પદ્યોના આધારે વનવાસી કે તેની પશ્ચિમ સીમા પર અવસ્થિત સમુદ્રતીરવર્તી કોઈ સ્થાનનું કવિના જન્મસ્થળ તરીકે અનુમાન કરે છે (જુઓ – અભિનવ પંપમાં પ્રકાશિત તેમનો લેખ). ગોવિંદ પૈનું કહેવું છે કે કોઈ પણ જનશ્રુતિ નિરાધાર નથી હોતી. જો એ વાત યથાર્થ હોય તો માનવું પડશે કે નાગચન્દ્ર પોતાની પૂર્વાવસ્થામાં ચાલુક્ય ચક્રવર્તીના મહામંડલેશ્વર હોસલ વિષ્ણુવર્ધનની રાજધાની દ્વારસમુદ્રમાં જઈને કેટલોક સમય સુધી રહ્યા અને ત્યાં તેમણે કવયિત્રી કંતિને સમસ્યાઓ આપી હતી. મલ્લિનાથપુરાણ (આશ્વાસ ૧, પદ્ય ૪૦)માં પ્રતિપાદિત જિનકથા નાગચન્દ્ર પ્રાય: વિષ્ણુવર્ધન (ઈ.સ.૧૧૧૦-૧૧૧૫)ની સભામાં જ રચી હશે.
જે રીતે તેમના પૂર્વવર્તી મહાકવિ રન્ન પ્રથમ સાયન્નના, પછીથી મહામંડલેશ્વરના અને અંતે ચાલુક્ય ચક્રવર્તીની સભામાં પહોંચ્યા હતા, તે જ રીતે નાગચન્દ્ર પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org