________________
પંપયુગ
૩૧.
તત્ત્વાર્થસૂત્રમાં દસ અધ્યાય છે એટલે વૃત્તિમાં પણ દસ જ પ્રકરણ રાખવામાં આવ્યા છે. વસ્તુતઃ દિવાકરનદિ વિશુદ્ધ ચરિત્ર તથા સદ્ગુણોના ધારક, યોગી શ્રેષ્ઠ, જૈનધર્મ પ્રત્યે દઢ શ્રદ્ધાળુ અને દેશીગણના ભૂષણરૂપ એક પ્રૌઢ વિદ્વાન પણ હતા. શાંતિનાથ
તેમણે “સુકુમારચરિત' નામક ચંપૂકાવ્ય લખ્યું છે. આ વાત શિકારિપુરના ૧૩૬મા શિલાલેખમાં પણ અંકિત છે. શિલાલેખ શા. શક સં. ૯૯૦ (કીલક સંવત્સર)માં લખવામાં આવ્યો છે. કવિ શાંતિનાથ ભુવનૈકમલ્લ (ઈ.સ.૧૦૬૮૧૦૭૬)ના સામંત લક્ષ્મ નૃપના મંત્રી હતા. તેમના ગુરુ વ્રતિ વર્ધમાન, પિતા ગોવિંદરાજ, અગ્રજ કન્નપાર્થ, અનુજ વાભૂષણ અને રેવણ હતા. નૃપ લક્ષ્મ તેમના સ્વામી હતા. તેમણે પોતાને દંડનાથપ્રવર, પરમજિનપદામ્બોજિની રાજહંસ, સરસ્વતી મુખમુકર, સહજકવિ, ચતુરકવિ, નિસ્સહાયકવિ બતાવ્યા છે. આ તેમની પદવીઓ જણાય છે. શાંતિનાથ નૃપ લક્ષ્મના મંત્રી જ નહોતા, વનવાસીના અર્થાધિકારી, કાર્યધુરંધર અને તદ્રાજ્યસમુદ્ધારક પણ હતા. પૂર્વોક્ત શિલાલેખના આધારે કવિ શાન્તિનાથનો સમય ઈ.સ.૧૦૬૮ નિશ્ચિત માનવામા આવ્યો છે. શાન્તિનાથના આદેશથી નૃપ લક્ષ્મ બલિગ્રામના શાન્તિનાથ જિનાલયનો શિલાન્યાસ કર્યો હતો. પૂર્વોક્ત શિકારિપુરના શિલાલેખમાં કવિ શાંતિનાથની ઘણી સ્તુતિ કરવામાં આવી છે.
સુકુમારચરિતેમાં ૧૨ આશ્વાસ છે. તિર્યગુપસર્ગોનું વર્ણન કરનારી ભવાવલિઓથી યુક્ત આ પૌરાણિક કથા મનોહર તથા માર્મિક છે. વિદ્વાનોની માન્યતા છે કે શાંતિનાથે કોઈ અનિર્દિષ્ટ પ્રાકૃત મૂળમાંથી વારાધનમાં આવેલ “સુકુમારસ્વામિકથા ઉપરથી જ આ ગ્રંથની કથાવસ્તુ લીધી હશે.
સંસ્કૃત અને કન્નડમાં ઉપલબ્ધ અન્યાન્ય સુકુમારચરિત્રો શાંતિનાથના આ સુકુમારચરિત્રની પછીની રચનાઓ છે. આ કાવ્યમાં સૂરદત્ત તથા યશોભદ્રાના પુત્ર સુકુમારનું ચરિત્ર સુંદર રીતે વર્ણિત છે. સુકુમાર યશોભદ્રાચાર્યના ઉપદેશથી જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત કરી વિરક્ત થઈ જાય છે તથા ઉક્ત આચાર્ય પાસેથી જ દીક્ષા ગ્રહણ કરી અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે. વિદ્વાનોનો મત છે કે શાંતિનાથનું આ કાવ્ય મહાકાવ્ય રત્ર, પોન્ન વગેરેના કાવ્યોથી નિમ્ન સ્તરનું નથી.
વસ્તુતઃ શાંતિનાથ એક પ્રૌઢ કવિ હતા. પોતાની પ્રતિજ્ઞાનુસાર તેઓ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org