________________
પંપયુગ
આ યુગના અન્ય કવિઓમાં ચાણ્ડરાય, નાગવર્મ, શાંતિનાથ, નાગચન્દ્ર, નયસેન, બ્રહ્મશિવ, કર્ણપાર્ય, વૃત્તવિલાસ વગેરે ઉલ્લેખનીય છે. ચાઉÎરાય
ચાઉડરાય બ્રહ્મક્ષત્રિયવંશોદ્ભવ છે. તેમના ગુરુ આચાર્ય અજિતસેન છે. તેઓ ગંગકુલચૂડામણિ રાચમલ્લ (ઈ.સ.૯૭૪-૯૮૪)ના મંત્રી અને સેનાની હતા. તે સર્વવિદિત છે કે શ્રવણબેળગોળમાં ગોમ્મટેશ્વરની પ્રતિમા પ્રતિષ્ઠાપિત કરવાનું શ્રેય ચાઉલ્ડરાયને જ છે. સમરપરશુરામ, વીરમાર્તંડ, પ્રતિપક્ષરક્ષક વગેરે અનેક પદવીઓથી વિભૂષિત ચાઉÎરાય મોટા ધર્મપ્રેમી અને ઉદાર હતા. રન્ન કવિના આશ્રયદાતા રૂપે પણ તેમનું ખૂબ માન હતું. તેમણે ‘ત્રિષષ્ટિલક્ષણ મહાપુરાણ' નામક ગદ્યકાવ્યની રચના કરી. ‘વારાધને’ની પ્રાપ્તિ પહેલાં આ જ ગ્રંથને કન્નડનું પ્રથમ ગદ્યકાવ્ય માનવામાં આવતું હતું. આ ગ્રંથ ‘ચાઉÎરાયપુરાણ'ના નામથી પણ વિખ્યાત છે. આમાં તીર્થંકર, ચક્રવર્તી વગેરે ૬૩ શલાકાપુરુષોની ગાથાઓનું સંકલન છે. તે ગુણભદ્રવિરચિત ઉત્તરપુરાણ પર આધારિત રચના છે.
૨૭
પ્રત્યેક ચરિત્રનાં આદિમંગલસ્વરૂપ એક-એક પદ્ય છોડીને ચાઉÎરાયપુરાણ એક શુદ્ધ ગદ્યગ્રંથ છે. આ પ્રાચીન કન્નડ ગદ્યરચનાની એક બહુમૂલ્ય કૃતિ છે. આમાં ચાઉšરાયે મૂળ કથાવસ્તુમાં કોઈ પણ પ્રકારનું અંતર આવવા દીધું નથી. આનું મુખ્ય કારણ કવિની ધાર્મિક દૃષ્ટિ જ માલૂમ પડે છે. આ પુરાણમાં કવિની સ્વપ્રતિભા અને કાવ્યશક્તિને પ્રદર્શિત કરવાની સ્વતંત્રતા નહિ હોવાથી વડ્ડારાધનેમાં જે વૈશિષ્ટ્ય છે, તે વૈશિષ્ટ્ય આમાં નથી આવવા પામ્યું. ચાઉRsરાયપુરાણમાં ધાર્મિકતા તો છે પરંતુ કાવ્યધર્મનો અભાવ છે. છતાં પણ આ પુરાણ તે સમયની ગદ્યશૈલીનું પ્રતિનિધિત્વ કરે છે.
તેમાં સંદેહ નથી કે આના કેટલાય પદ્યો ખૂબ જ સરળ, લલિત અને ભક્તિપૂર્ણ છે. એવો સંભવ છે કે જૈન પુરાણકથાઓથી અપરિચિત વ્યક્તિને ચાઉRsરાયપુરાણ વિશેષ રુચિકર પ્રતીત ન થાય. જોકે આમાં ભવાવલિઓ, નિર્વેગ વગેરે પુરાણસહજ વાતોની અધિકતા છે, છતાં પણ વિશ્વનન્દિ-વિશાખનન્દિનું યુદ્ધ વગેરે કેટલાક પ્રકરણો વિશેષ ચિત્તાકર્ષક છે. આ પ્રકરણો ચાઉÎરાયના કથન કૌશલનાં સ્પષ્ટ સાક્ષી છે. ભાષાશાસ્રની દૃષ્ટિએ ચાઉÎરાયપુરાણનું ગદ્ય ઓછું મહત્ત્વપૂર્ણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org