________________
૨૬
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
ચિત્રણ કરનાર મહાકાવ્ય છે. વસ્તુતઃ રત્નનો ધવલ યશ ગદાયુદ્ધ કાવ્યથી જ અમર થયો છે. તેમાં સંદેહ નથી કે રસિક-ધીર રન્ને આમાં વાગ્દવના ભંડારની મહોર ચોક્કસ તોડી છે. ચંપૂરૂપી આ કાવ્યમાં ૨૦ આશ્વાસ છે. મહાકવિ રમે પંપના શિષ્ય બનીને પંપ-ભારતના ૨૩મા આશ્વાસ અંતર્ગત ભીમ-દુર્યોધન સંબંધી ગદાયુદ્ધને જ કાવ્યનું વસ્તુ બનાવી એક સર્વશ્રેષ્ઠ કાવ્યની રચના કરી છે.
કવિનું કહેવું છે કે સાહસભીમ, અકલંક્યરિત વગેરે પદવીઓના સ્વામી સત્યાશ્રયને કથાનાયક બનાવી ભીમ સાથે તેની તુલના કરતાં મેં આ કાવ્યની રચના કરી છે. યુદ્ધાંતે પંપ પોતાના કાવ્યમાં જ્યાં અર્જુન તથા સુભદ્રાનો પટ્ટાભિષેક કરે છે, ત્યાં રન્ન પોતાના રચનામાં ભીમ અને દ્રૌપદીનો પટ્ટાભિષેક કરે છે. રન્નના આ મહાકાવ્યમાં એક વૈશિસ્ય બીજું પણ છે. તે છે, સંપૂર્ણ કાવ્યમાં દષ્ટિગોચર થનારી નાટકીયતા. અહીં ભટ્ટનારાયણના વેણિસંહાર અને ભાસના ઊરુભંગ બંનેનો પ્રભાવ સ્પષ્ટ દૃષ્ટિગોચર થાય છે. છતાં પણ શ્રી બી. એ. શ્રીકંઠધ્યનું કહેવું છે કે ભટ્ટનારાયણ અને ભાસથી મહાકવિ રત્ર કોઈ પણ દૃષ્ટિએ ઓછા નથી. પરંતુ તેમનાથી પણ રન્ન ચડિયાતા છે. ગદાયુદ્ધનું એક વૈશિસ્ય એ છે કે આમાં સિંહાવલોકન-ક્રમથી ભારતાંતર્ગત કથાઓને પાત્રોના મુખે જ કહેવરાવવામાં આવી
ભીમસેનની પ્રતિજ્ઞા, દુર્યોધનનો પ્રલાપ, ભીમ-દુર્યોધનની પારસ્પરિક કસૂક્તિ વગેરે સંદર્ભોમાં મહાભારતની કથાનો મુખ્યાંશ સુચારુ રૂપે નિરૂપિત છે. રન્નની શૈલી, પાત્રોનું ચરિત્રચિત્રણ, રસપુષ્ટિવિધાન, સન્નિવેશ નિર્માણ વગેરે વિશેષ ગુણોના જિજ્ઞાસુઓ એક વાર “રત્રકવિપ્રશસ્તિ” નામક વિદ્વાનોના વિમર્શાત્મક લેખ સંગ્રહને જરૂર વાંચે.
રન્ન પ્રતિભાશાળી મહાકવિ છે. તેમના દ્વારા ચિત્રિત દુર્યોધન' નું પાત્ર કન્નડ સાહિત્યમાં અન્યત્ર મળવું દુર્લભ છે. પ્રતિનાયક દુર્યોધનનું પતન દુર્ભાગ્યવશ અનિવાર્ય જ હતું. છતાં પણ તેનામાં નિરૂપિત કેટલાક ઉદાત્ત ગુણો ઈન્દ્રજાળની જેમ આપણને દુર્યોધન પ્રત્યે સહૃદય બનાવી દે છે. અંતે કવિએ સમયોગાલંકારમાં નિબદ્ધ એક સુંદર ગીત દ્વારા આ ભાવ વ્યક્ત કર્યો છે, “અહીં મર્યલોકમાં કરકલાર્ક અસ્ત થયો તો ત્યાં આકાશમાં અર્ક પણ અસ્ત થયો.”
૧. વિશેષ જાણકારી માટે “પ્રેમી અભિનંદન ગ્રંથમાં પ્રકાશિત “મહાકવિ રત્ર કા દુર્યોધન' શીર્ષક
મારો લેખ જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org