________________
૧૮
કિન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
કરનાર બંદી અને માગધ વગેરેનો અર્થોભાવ દૂર થઈ જતો હતો. બ્રાહ્મણવેષધારી દેવરાજને કવચ-કુંડલ આપવામાં પણ તેને કોઈ સંકોચ નહોતો થયો. કલ્પનાની સમાહાર શક્તિ અને ભાષાની સામાસિકતાને કર્ણ-પ્રસંગના ચિત્રણમાં કવિએ સમ્યફ અભિવ્યક્તિ પ્રદાન કરી છે.
ગુરુ પરશુરામના ક્રોધથી શાપ-ગ્રસ્ત કર્ણ દુર્યોધનનો અંતરંગ સાથી બન્યો. કર્ણને દુર્યોધનથી અલગ પાડવા માટે શ્રીકૃષ્ણ ખૂબ ઊંડી ચાલ ચાલી. શ્રીકૃષ્ણ બોલ્યા, “પ્યારા કર્ણ ! દુર્યોધન જાણે છે કે તું પાંડવોનો સહુથી મોટો ભાઈ છે. તમે બંને શિકાર ખેલવા સાથે-સાથે ગયા હતા અને બંને તે સમયે સત્યપ ઋષિના આશ્રમે પહોંચ્યા હતા. તે સમયે ઋષિએ સહુથી પહેલાં તારો જ આદર સત્કાર કર્યો હતો. દુર્યોધનને આ વ્યવહાર ખૂબ ખરાબ લાગ્યો, તેણે તને કોઈ બહાને બહાર મોકલી ઋષિને પૂછ્યું કે મારા હોવા છતાં તમે પહેલાં સૂતપુત્રનું સમ્માન કેમ કર્યું અને તે ક્યાં સુધી યોગ્ય છે? આથી ઋષિએ તારા જન્મનું રહસ્ય તેને બતાવી દીધું. ત્યારે દુર્યોધન બોલ્યો કે “સારું થયું, કાંટાથી જ કાંટાને કાઢવો પડશે.” હા, કર્ણ શ્રીકૃષ્ણની વાતોમાં ન આવ્યો. દુર્યોધન સાથે દ્રોહ કરવા રાજી ન થયો. સેનાપતિનું પદ સુશોભિત કરતાં કર્ણ શરશય્યા પર સૂતેલા પિતામહ પાસે જાય છે અને તેમના ચરણોમાં પ્રણામ કરે છે. સાથે સાથે જ તેમની ક્ષમાયાચના કરે છે. કર્ણની સ્વામિભક્તિથી અભિભૂત આર્ય ભીખ કર્ણને પણ પોતાના પ્રપૌત્ર તરીકે સંબોધિત કરે છે. કવિએ કર્ણના પાત્ર-નિરૂપણમાં ખૂબ કૌશલ દેખાડ્યું છે. અહીં કવિ પોતાના નાયકને પણ ભૂલીને કહે છે કે ભારતમાં તમે કોઈનું સ્મરણ કરવા ચાહો તો અન્ય કોઈને યાદ ન કરો, એકનિષ્ઠ કર્ણનું જ સ્મરણ કરો. કર્ણની બરોબરી કોણ કરી શકે છે? તેની શૂરતા, સચ્ચાઈ અને સાહસ વગેરે જનતામાં વિખ્યાત છે. કર્ણ ત્યાગનું તો પ્રતિરૂપ જ છે. કર્ણ ગ્રીક દુઃખાંત નાટકોના નાયકની યાદ અપાવે છે. વનવાસમાં બાળપણ અને યૌવનનો સોનેરી સમય વીતાવનાર મહાકવિ પંપને જો કન્નડ સાહિત્યનો આદિ અને એકમાત્ર કવિ માનવામાં આવ્યો છે તો તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી.
કવિતાચાતુર્ય, વર્ણનસામર્થ્ય, પાત્રનિરૂપણ, રસપુષ્ટિ, હિતાહિતમૂદવચન રૂપી શૈલી, સુંદર તથા માર્મિક કહેવતો, દેશાભિમાન-ધોતક વાગુંફન આ બધું મહાકવિ પંપને કર્ણાટકનો સાર્વભૌમ કવિ ઘોષિત કરે છે. પંપની ગરિમાને પૂર્ણ રૂપે વ્યક્ત કરવી સંભવિત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org