________________
પંપયુગ
૧૭
નિર્વાહ આમાં અથથી ઈતિ સુધી અવિચ્છિન્ન રૂપે થયો છે. એટલા માટે કવિએ પોતાની રચનાને સમસ્ત ભારત કહ્યું છે. આ મહાકાવ્યથી અરિકેસરી પ્રસન્ન થયો અને તેણે કવિને અમિત વૈભવ જ નહિ, ધર્મપુર નામનું એક ગામ પણ સહર્ષ પ્રદાન કર્યું. કવિ આ મહાન ગ્રંથના મહિમાનું કારણ કંઈ બીજું બતાવે છે. તેમનું કહેવું છે કે છળમાં દુર્યોધન, સત્યગુણમાં સૂર્યપુત્ર કર્ણ, પરાક્રમમાં ભીમ, બળમાં શલ્ય, ઔત્યમાં ભીખ, ધનુર્વિદ્યામાં દ્રોણ, સાહસમાં અર્જુન અને ધર્મગુણમાં પરિશુદ્ધાત્મા ધર્મરાજ આ બધા મહાભારતના મહિમાના કારણો છે. એટલા માટે મારું આ “ભારત” લોકમાં સમાદિત છે.
પંપ-ભારતમાં શ્રીકૃષ્ણનું કોઈ ઊંચુ સ્થાન નથી. આમાં અર્જુનનો આદર બધાથી વધીને છે. અર્જુન શ્રીકૃષ્ણ પાસે વીરોચિત આદર્શનું વર્ણન આ મુજબ કરે છે, “હે કૃષ્ણ ! જે આક્રમણકારી શત્રુ-રાજા રૂપી વિશાળ વૃક્ષની જડો ધરતીથી ઊખાડીને આકાશમાં ન ફેંકે, શરણાગતોની રક્ષા ન કરે, ત્યાગરૂપી ગુણની છાપ ન અંકિત કરે તો તે શું માનવ છે ? તે માનવ નથી કીડો છે.” અહીં અર્જુન શ્રીકૃષ્ણનો કપાકાંક્ષી નથી. દૃષ્ટિકોણની આ ભિન્નતા જ આને લૌકિક કાવ્ય ઘોષિત કરે છે. અન્ય પાત્રો સાથે દુર્યોધન અને કર્ણ જે મૂળ મહાભારતમાં દુષ્ટ-ચતુષ્ટયમાં ગણવામાં આવે છે, તે બંનેનું આમાં ખૂબ સમ્માન કરવામાં આવ્યું છે. દુર્યોધન કવિની દૃષ્ટિએ અભિમાનધન છે. તે પોતાની વાતનો પાકો છે તથા પોતાની જિદ પર અંત સુધી અડગ રહ્યો છે. દુર્યોધન પ્રણ પૂરું કરવા માટે એક જ પથ પર બરાબર આગેકદમ કરતો રહ્યો, ન ડર્યો, ન ગભરાયો. પ્રાણ ત્યાગવાના સમયે પણ તેનો પ્રતાપ ઓછો ન થયો.
હવે પ્રતિનાયક કર્ણનું ચિત્રણ જુઓ. કવિ તેને પણ પ્રેમ, આદર તથા ગૌરવ પ્રદાન કરે છે. વિશ્વસાહિત્યમાં તેના જેવું કમભાગી બીજું પાત્ર નથી. સૂર્યનો પુત્ર, પૃથાની કુક્ષિમાં જન્મેલ આ વીરને પાંડવોનો અગ્રજ હોવા છતાં પણ પેદા થતાં જ ગંગાની ધારામાં વહાવી દેવામાં આવ્યો અને સૂતને ત્યાં પાળવા-પોષવામાં આવ્યો. પરંતુ તે પોતાના ધીરોદાત્ત ગુણથી વંચિત ન થયો. યૌવનમાં પદાર્પણ કરતાં જ તે કહેવા લાગ્યો કે “મારો કોઈ વિરોધ ન કરે, જે પણ સહાયતા ઈચ્છે મારી પાસેથી માગી લે.” તે એક વાર તીર પ્રત્યંચા પર ચઢાવી દે તો તેના ટંકારથી જ પ્રતાપી શત્રુ રાજાઓ પર વીજળી તૂટી પડતી અને તેઓ ભયભીત થઈને ધરાશાયી થઈ જતા. કર્ણ સોનું કાપી-કાપીને આપતો જતો તો સ્વર્ણરાશિનો સંચય
3ain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org