________________
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
છંદ છે. તાલ તથા લય અનુસાર તે ગાઈ શકાય છે. તેમના પ્રભાવથી પ્રાકૃતના છંદો દ્વારા પ્રાપ્ત કંદ, રગળે કન્નડની પ્રકૃતિને અનુકૂળ લાગ્યા. આ માત્રાગણવાળા અને ગેય છે. આથી સંસ્કૃત અને પ્રાકૃત પાસેથી વારસામાં મળેલ પદ્યવૃત્તો પર પણ તેમનો પર્યાપ્ત પ્રભાવ પડ્યો છે.
પ્રાસનો નિર્વાહ તથા યતિભંગ તેમનાં સાધારણ લક્ષણ થઈ ગયા હતા. કેટલાય શિલાલેખ આ છંદમાં મળ્યા છે. લગભગ ૭૦૦ ઈ.સ.માં રચિત બાદામીના શિલાલેખ ત્રિપદીમાં છે.
साधुगे साधु माधुर्यगे माधुर्य बाधिप्प कलिगे कलियुग विपरीतं
माधवनीतन् पेरनल्ल ॥ (સાધુ માટે સાધુ, મધુર માટે મધુર, સતાવનાર કલિ માટે કલિયુગનો પરમ વિરોધી આ માધવ અસાધારણ છે.).
कट्टिद सिंधमन् केट्टोदे, नेमगेन्दु बिट्टबोल् कलिगे विपरीतंगहितर्कळ
केट्टर मेण सत्तरविचारं ॥ (બંધનમાં પડેલાં સિંહને કોઈ એવા વિચારથી બંધનમુક્ત કરી દે, કે પોતાનું તો આનાથી કોઈ નુકશાન નથી. હા, તેની ઉપેક્ષા કરો તો તેનાથી બીજાનું ખૂબ અહિત થવું નિશ્ચિત છે. બીજાને મૃત્યુમુખમાં જવું પડે છે.)
શ્રવણબેલગોળમાં ઈ.સ.૯૪રમાં ઉત્કીર્ણ શિલાલેખ આ પ્રમાણે અક્કરછંદમાં
ओलगं दक्षिणसुकरदुष्करमं पोरगण सुकरदुष्करभेदमं ओळगे वामदविषममनल्लिय विषमदुष्करमनिन्नदरपोरग । ग्गलिकेयेनिपति विषममनदरति विषमदुष्करमेवदुष्करं
एळेयोळोने चारिसल् बल्लं नाल्कुप्रकरणमनिन्द्रराजं ॥ (મનની અંદર અનુકૂળ સરળ અને જટિલ છે, બહાર પણ સરળ અને જટિલનો ભેદ છે. અંદર પ્રતિકૂળ વિષમતા છે. તેની બહાર વિષમ જટિલતા પણ છે. તેમની ઉપર વિષમતર અને વિષમતમ જટિલતા છે. આ ચારે અવસ્થાઓને આદિમાં જ રોકનાર એકમાત્ર સમર્થ વ્યક્તિ છે ઈન્દ્રરાજ.). ૧. કન્નડના છંદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org