________________
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
કન્નડ પ્રદેશમાં બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ધર્મ મુખ્ય હતા. હા, શરૂઆતમાં બ્રાહ્મણોએ ધર્મ-પ્રચાર કરવા માટે દેશી ભાષાનો વ્યવહાર ન કર્યો. તેમનું કાર્ય સંસ્કૃતમાં જ ચાલતું રહ્યું. બૌદ્ધોએ દેશી ભાષાનો વ્યવહાર કર્યો હશે. પરંતુ તે યુગમાં પ્રાકૃતનો જ સર્વાધિક પ્રચાર હતો. કન્નડમાં બૌદ્ધોએ કંઈ લખ્યું હતું કે નહિ, તેનું કોઈ પ્રમાણ ઉપલબ્ધ નથી થતું. જો તેમણે કન્નડમાં કંઈ લખ્યું પણ હોય તો ૮મી-૯મી સદી સુધીમાં બૌદ્ધ ધર્મ દક્ષિણમાં લુપ્તપ્રાય થઈ જવાને કારણે, તેમના વિહારો સાથે આ રચનાઓ પણ કાલકવલિત થઈ હશે. આજે ઉપલબ્ધ સામગ્રીના આધારે આપણે એટલું નિસંદેહ કહી શકીએ કે જૈન ધર્મ-સંબંધી સાહિત્ય કન્નડમાં પ્રચુર પ્રમાણમાં ઉપલબ્ધ છે. આરંભમાં આ ગ્રંથોનું રૂપ વીરશૈવધર્મકાલીન વચનશૈલીમાં રહ્યું હશે જેમાં સિદ્ધાંત નિરૂપણ તથા દર્શન સંબંધી વ્યાખ્યાને મહત્ત્વપૂર્ણ સ્થાન મળ્યું હતું. તે સમયે તીર્થકરોની કથાઓ અને પુરાણ પુરુષોનાં જીવનચરિત્રો ચરિતકાવ્યની શૈલીમાં રચવામાં આવ્યા હશે. કન્નડ જૈન કવિઓએ રામાયણ, મહાભારત અને હરિવંશનું વર્ણન જૈન સંપ્રદાય અનુસાર જ કર્યું છે. વિદ્વાનોનો મત છે કે પ્રથમથી આઠમી સદી સુધી જૈનાચાર્યોએ શાસ્ત્રાર્થમાં અન્ય ધર્માવલંબીઓને પરાજિત કરી રાજાઓ દ્વારા વિશેષ રૂપથી સમ્માન પ્રાપ્ત કર્યું હતું. સમંતભદ્ર, કવિ પરમેષ્ટિ, પૂજ્યપાદ, અકલંક વગેરે અનેક આચાર્યો એવા છે કે જેમનું ગુણગાન જૈન કવિઓએ મુક્તકંઠે કર્યું છે. દુઃખની વાત છે કે તેમની કોઈ રચના આજ સુધી કન્નડમાં જોવામાં નથી આવતી.
સંક્ષેપમાં એટલું જ કહી શકાય કે ઈસુની છઠ્ઠી-સાતમી સદી સુધી કન્નડ પ્રદેશમાં સંસ્કૃતનો જ પ્રચાર હતો અને સંસ્કૃતમાં જ ધર્મના ઉપદેશનું કાર્ય થતું રહ્યું. ઈતિહાસ, પુરાણ, કથાવૃત્તમાં જ ઉપલબ્ધ હતા. આરંભમાં સંસ્કૃત અને પ્રાકૃતની પદાવલીઓથી દેશી-ભાષાને ચેતના-સંપન્ન બનાવવામાં આવી હતી. આ તૈયારી પૂરી થતાં જ કન્નડમાં કાવ્ય-નિર્માણનો આરંભ થયો.
હવે તે પ્રશ્ન ઊઠી શકે કે સંસ્કૃત સાહિત્યના પ્રચારની પહેલાં દક્ષિણ ભારતમાં અર્થાતુ દક્ષિણના નિવાસીઓમાં શું કવિ-પ્રતિભા જ નહોતી? તે પ્રાચીનતમ કાળમાં ભલે ભાષા એક જ રહી હોય અથવા ચાર-પાંચ, પરંતુ જનતામાં સભ્યતાનો પ્રચાર ચોક્કસ થયો હતો. આના માટે ઈતિહાસકારો વિપુલ પ્રમાણો ઉપસ્થિત કરે છે. આ યુગમાં કન્નડ માત્ર લોકબોલી નહીં રહી હોય પરંતુ તેમાં કાવ્ય-રચના પણ થતી રહી હશે. હોઈ શકે કે તેનું મૌખિક સ્વરૂપ જ રહ્યું હોય, લેખિત રૂપે કંઈ પણ પ્રાપ્ત ન થતું હોય. શક્ય છે કે તે સ્મૃતિ-પરંપરામાં સુરક્ષિત પણ રહેતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org