________________
કન્નડ સાહિત્યનો આરંભકાળ
અને માઘ વગેરે સંસ્કૃત કવિઓનાં નામોનો ગૌરવ સાથે ઉલ્લેખ કરે છે. સંસ્કૃત કવિઓનો ઉલ્લેખ પંપની રચનાઓમાં નથી મળતો. પરંતુ શ્રીહર્ષ, કાલિદાસ, ભારવિ, બાણ, ભટ્ટનારાયણ વગેરે સંસ્કૃત કવિઓના ભાવ તથા શિલ્પ પંપની કૃતિઓમાં દષ્ટિગોચર થાય છે. રચના-તંત્રમાં કાલિદાસથી પોતાને સો ગણો વધારીવધારીને કહેવામાં પોન્ન સંકોચ નથી કરતો. હા, રન્ને ખૂબ નમ્રતાથી રામાયણ, મહાભારતના કવિઓ અને પદ્ય-શૈલીમાં કાલિદાસ, ગદ્યવિધાનમાં બાણ વગેરે પ્રત્યે અભિનંદન સાથે આદર પણ વ્યક્ત કર્યો છે. આમાંથી એ જ નિષ્કર્ષ નીકળે છે કે આરંભિક કન્નડ કવિઓ સંસ્કૃતના વિખ્યાત રચનાકારોનું અવશ્ય અનુકરણ કરતા આવ્યા છે.
ભાવ, રીતિ અને વસ્તુ ઉપરાંત કન્નડ કવિઓએ સંસ્કૃતના છંદ પણ અપનાવ્યા હતા. રામાયણ, મહાભારત, રઘુવંશ અને ઈતર નાટકો વગેરે સંસ્કૃતની શ્રેષ્ઠ રચનાઓમાં અનુરુપુ, ઈન્દ્રવજા, વંશસ્થ, માલિની અને આય ખૂબ લોકપ્રિય છંદ હતા. નૃપતુંગ, નાગવર્મ અને કેશિરાજે જે ઉદ્ધરણો આપ્યાં છે, તેના આધારે પૂર્વોક્ત નિષ્કર્ષ કાઢી શકાય છે. વર્ણવત્તોમાં અનેક પ્રયોગ કર્યા પછી તેમને કન્નડની પ્રકૃતિને અનુકૂળ ન જોતાં કવિઓએ તેમનો પરિત્યાગ કરી, કંદ,"ચંપક માલા,ષટ્રપદિ વગેરેનો પ્રયોગ શરૂ કર્યો હશે. કાળાંતરે જ્યારે સંસ્કૃતમાં ચંપૂશૈલી લોકપ્રિય થઈ તો કન્નડના જૈન કવિઓએ પણ તે કાવ્યપ્રકાર ખૂબ અપનાવ્યો.
સંસ્કૃતની કાવ્યપરંપરાથી અનુપ્રાણિત થઈને કન્નડ કાળે સુનિશ્ચિત રૂપ ધારણ કરતાં પહેલાં કન્નડ પ્રદેશમાં સંસ્કૃત ભાષા દ્વારા પ્રચારિત સભ્યતા તથા સંસ્કૃતિનો પ્રભાવ ઓછો નહોતો. આ પ્રભાવ ઈસુ પહેલાંની ત્રીજી સદીથી જ જોવામાં આવે છે. ચિત્રદુર્ગની આસપાસ ઉપલબ્ધ અશોકકાલીન પ્રાકૃત અભિલેખો જ આનું સુદઢ પ્રમાણ છે. આરંભમાં સંસ્કૃત તથા પ્રાકૃત રાજ્યાશ્રિત ભાષાઓ હતી. ધીરે-ધીરે આ ગૌરવ દેશી-ભાષાઓને પ્રાપ્ત થયું. કન્નડને પણ કાવ્યોપયોગી માનવામાં આવી. અશોકના આ અભિલેખ બ્રાહ્મી-લિપિમાં છે. આ જ બ્રાહ્મીમાંથી કન્નડ લિપિનો વિકાસ થયો હશે. કન્નડમાં પ્રાકૃતની પદાવલિઓ યથેષ્ટ છે. વૈયાકરણોના કથનાનુસાર
આ પદો સંસ્કૃતમાંથી અપભ્રંશની અવસ્થા પ્રાપ્ત કરતાં પહેલાંના છે. આ પદોનો વિકાસ ધર્મ, દર્શન, સભ્યતા અને ઈતિહાસ વગેરે સાથે સંબદ્ધ હતો.
૧. કન્નડનો પોતાનો છંદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org