SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ હિરાચન્દ્ર અમીચન્દ્ર શહા, સોલાપુરનું યશોધરચરિત્ર સરળ કથાવર્ણનની દૃષ્ટિએ લોકપ્રિય થયું હતું (૧૯૧૨). તેમની બીજી રચના વ્રતશીલકથાસંગ્રહ પણ રોચક છે. ૨૪૪ શાંતિનાથ ગોવિંદ કટકે તથા તેમના બંધુ માણિક ગોવિંદ કટકેના ભક્તિપૂર્ણ પદોનો સંગ્રહ પદ્યકુસુમાવલી ૧૯૧૮માં પ્રકાશિત થયો હતો. પંચ પરમેષ્ઠીગુણવર્ણન (૧૯૧૯) તથા પંચકલ્યાણિકવર્ણન (૧૯૨૭) – એ માણિકરાવની તથા ચોવીસતીર્થંકરપૂજા એ શાંતિનાથની રચના પણ ઘણી લોકપ્રિય થઈ હતી. રત્નનંદિ ભટ્ટારકના ભદ્રબાહુપુરાણનો અનુવાદ (૧૯૨૧) કલ્લાપ્પા અનંત ઉપાધ્યાયે કર્યો હતો. નેમચંદ બાલચંદ ગાંધી, ઉસ્માનાબાદવાળાએ નેમિચન્દ્રાચાર્યના ગોમ્મટસારનું મરાઠી રૂપાંતર કર્યું હતું. આ ગહન ગ્રંથના વિષયને સંક્ષેપમાં સમજાવવા માટે તેમણે ગુણસ્થાનચર્ચા તથા સમતત્ત્વવિચાર નામક નાના પુસ્તકો પણ લખ્યા હતા (૧૯૨૨). શાંતિસાગરાચાર્યચરિતસુધા નામે પદ્યબદ્ધ રચના દેવેન્દ્રતનય, શમનેવાડી, દ્વારા ૧૯૨૪માં તથા દેવેન્દ્રકીર્તિચરિતસુધાનિધિ નામક પદ્યબદ્ધ રચના સોનાબાઈ જિન્દૂરકર, કારંજા, દ્વારા ૧૯૨૫માં લખવામાં આવી હતી. પોતાના સમકાલીન ધર્માચાર્યોના આ ચરિતકાવ્યો પઠનીય છે. કારંજાના ભટ્ટારક વીરસેનના આધ્યાત્મિક પ્રવચનોથી પ્રભાવિત થઈ કુટુંદવાડના બ્રહ્મય સ્વામીએ, અનુભવપ્રકાશ નામક ગદ્યપદ્યમિશ્ર રચના ૧૯૨૯માં લખી હતી. તેમનું આત્માનુભવવર્ણન જૂની મરાઠી રચનાઓની શૈલીનું છે. ભટ્ટારક અકલંકના રત્નત્રયસાર નામક કન્નડ ગ્રંથનો મરાઠી અનુવાદ (૧૯૨૯) બાહુબલી શર્માએ કર્યો હતો. વૃત્તિવિલાસની કન્નડ ધર્મપરીક્ષાનો મરાઠી અનુવાદ (૧૯૩૧) તેમની બીજી મહત્ત્વપૂર્ણ રચના છે. વિષ્ણુકુમાર ડોણગાંવકર, કારંજાએ સમન્તભદ્રાચાર્યકૃત રત્નકદંડ તથા નેમિચન્દ્રાચાર્ય કૃત દ્રવ્યસંગ્રહના છાત્રોપયોગી મરાઠી સંસ્કરણ તૈયાર કર્યાં હતાં. (૧૯૩૦). નરેન્દ્રનાથ ભિસીકર, કારંજાએ પંડિત ગોપાલદાસ બારૈયાની જૈન સિદ્ધાંત પ્રવેશિકાનું છાત્રોપયોગી મરાઠી સંસ્કરણ તૈયાર કર્યું હતું (૧૯૩૨). તેમણે વાદીભદસિંહસૂરિના ક્ષત્રચૂડામણિ કાવ્યનો મરાઠી અનુવાદ (૧૯૩૮) તથા કુંદકુંદાચાર્યના નિયમસારનું મરાઠી વિવેચન (૧૯૬૩) પણ પ્રકાશિત કર્યું. તેમની આ રચનાઓ પણ મહત્ત્વપૂર્ણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001317
Book TitleKannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Original Sutra AuthorN/A
AuthorK Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy