________________
વર્તમાનકાલીન મરાઠી જૈન સાહિત્યકાર તથા તેમની રચનાઓ
૨૪૩
સરસ રૂપાંતર તેમણે કર્યા છે. હિંદી મરાઠી અને મરાઠી-હિંદી અમરકોશ તથા સચિત્ર બાલ વિશ્વકોશ જેવા સર્વજનોપયોગી પુસ્તકોનું સંપાદન પણ તેમણે કર્યું છે. સુભાષચન્દ્ર અક્કોળે
સોલાપુરની જીવરાજ ગ્રંથમાલાના કાર્યવાહક રૂપે તેમણે મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. પ્રાચીન મરાઠી જૈન સાહિત્ય વિષયમાં તેમના શોધકાર્યનો પહેલાં ઉલ્લેખ કરી ચૂક્યા છીએ. જસોધરરાસ, પરમહંસકથા, શ્રેણિકચરિત્ર વગેરે પ્રાચીન રચનાઓના સંપાદન ઉપરાંત મહામાનવ સુદર્શન (૧૯૫૫), પાંડવકથા (૧૯૫૬), સમ્યત્વકૌમુદી (૧૯૫૭), ચક્રવર્તી સુભૌમ (૧૯૬૧) – આ પ્રાચીન સંસ્કૃત કથાઓના આધુનિક મરાઠી સરળ રૂપાંતર પણ તેમણે કર્યાં છે. સોલાપુર-બાહુબલીના માસિક સન્મતિના સંપાદનમાં પણ તેમણે કેટલાય વર્ષો સુધી ભાગ લીધો હતો. તેઓ બારામતીના તુલજારામ ચતુરચંદ મહાવિદ્યાલયના પ્રાચાર્ય રહ્યા છે. અન્ય મહત્ત્વપૂર્ણ રચનાઓ
અત્યાર સુધી જે લેખકોની પાંચ કે વધુ રચનાઓ પ્રકાશિત થઈ છે તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાકી રચનાઓમાં વિભિન્ન દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ કેટલીક રચનાઓનો હવે સમયક્રમે ઉલ્લેખ કરીશું.
કારંજના ભટ્ટારક દેવેન્દ્રકીર્તિ (કાલુરામજી)નો લગભગ ૨૦૦ હિંદી પદોનો મરાઠી અનુવાદ સન્ ૧૮૯૫માં પ્રકાશિત થયો હતો, તેમાં અનુવાદકનું ઉપનામ અનાથ બતાવવામાં આવ્યું છે. મૂલ પદોની જેમ જ આ અનુવાદ સરસ છે.
ફુલચંદ કાળસકર, કોલ્હાપુર, ના ભક્તિપૂર્ણ પદોનો સંગ્રહ જિનપદ્યરત્નમાલા ૧૮૯૬માં પ્રકાશિત થયો હતો.
બ્રહ્મચારી જીતમલની રચના જિનસત્યનારાયણપૂજા વર્ધાથી ૧૯૦૪માં પ્રકાશિત થઈ છે. જૈન સમાજને હિંદુ પૂજાવિધિથી છુટકારો અપાવવામાં આ પુસ્તકનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું.
આર. આર. બોબડે, અકોલા, દ્વારા સંપાદિત જૈન પુરોહિત (૧૯૧૦) તથા જિનાચાર-વિધિ (૧૯૧૧) નામક પુસ્તકો પણ જૈન સમાજમાં હિંદુ પરંપરાની વિવાહવિધિ વગેરેનું અંધાનુકરણ રોકવામાં ઘણા સફળ રહ્યા.
માણિકસા મોતીસા ખંડારે, કારંજ, ની જિનપદ્યકુસુમમાલા (૧૯૧૨)માં ગાયનોપયોગી ભાવપૂર્ણ પદ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org