________________
વર્તમાનકાલીન મરાઠી જૈન સાહિત્યકાર તથા તેમની રચનાઓ
૨૩૯
રૂપે કરી હતી – ચન્દ્રકાન્તા, જટાશંકર, નયનતારા, નગરતારકા, મનોરમા વગેરે ૨૫ ઉપન્યાસ તેમણે લખ્યા હતા. સમયે સમયે જૈન-જૈનેતર પત્રોમાં તેમના સેંકડો લેખો પ્રકાશિત થયા. તેમાં સમાજ-સુધાર માટે પ્રગતિશીલ વિચારોનું ભાવપૂર્ણ પ્રતિપાદન કરવામાં આવ્યું હતું. જૈનેતર પત્રિકાઓમાં જેમની રચનાઓ છપાઈ એવા જૈન લેખકોમાં તેઓ પહેલા મુખ્ય લેખક હતા. રાવજી નેમચંદ શહા
તેઓ સોલાપુરના પ્રતિષ્ઠિત વકીલ અને સાહિત્યકાર હતા. જૈનધર્માદર્શ (૧૯૧૦) તેમની પહેલી રચના હતી. તેમાં પ્રૌઢ પરંતુ સુબોધ શૈલીમાં જૈન ધર્મના સિદ્ધાંતોનું વિસ્તૃત વર્ણન છે. આચાર્ય અમિતગતિનો સામાયિક પાઠ તથા આચાર્ય પૂજયપાદનું સમાધિશતક આ બે ગ્રંથોની વિશદ વિવેચન સહિત મરાઠી ટીકાઓ તેમણે લખી (૧૯૧૨). જિનસેનાચાર્ય તથા ગુણભદ્રાચાર્ય ચરિત (૧૯૧૫) અને આ આચાર્યોની પ્રસિદ્ધ રચનાનું સરળ મરાઠી રૂપાંતર મહાપુરાણામૃત (૧૯૧૫) એ તેમની સરસ રચનાઓ છે. પૂજ્યપાદાચાર્ય અને અમૃતચન્દ્રાચાર્યનાં ચરિત પણ તેમણે લખ્યાં છે. જૈન-જૈનેતર પત્રોમાં સમયે સમયે તેમના વિદ્વત્તાપૂર્ણ કેટલાય લેખો પ્રકાશિત થયા. સામાજિક અને સાહિત્યિક કાર્યોમાં એક પ્રગતિશીલ નેતા રૂપે તેઓ પ્રસિદ્ધ હતા. જૈન ધર્મ વિષયક આક્ષેપોનું નિરસન (૧૯૩૮) તથા તીર્થકરોની પ્રાચીનતા (૧૯૫૦) નામક તેમની ઉત્તરકાલીન કૃતિઓ પણ મહત્ત્વપૂર્ણ છે. તાત્યા કેશવ ચોપડે
ભિલવડીના આ વિદ્વાન સારા સંગીતજ્ઞ હતા. મહારાષ્ટ્રના જૈન સમાજમાં કીર્તનકાર રૂપે તેમણે ઘણી કીર્તિ મેળવી. જૈન ભજનામૃત પદાવલી (૧૯૧૧) નામક તેમની પહેલી રચના સંગીતના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. પૂજા તથા સદ્ય સ્થિતિ (૧૯૨૪), જગદુદ્ધારક જૈનધર્મ (૧૯૩૮), જૈન તથા હિંદુ (૧૯૪૪), પંઢરપુરના વિઠોબા (૧૯૪૭) – આ પુસ્તકો દ્વારા તેમણે જૈન સમાજની અસ્મિતા જાગૃત કરી પ્રગતિનો માર્ગ દેખાડવાનો પ્રશંસનીય પ્રયત્ન કર્યો હતો. રાવજી સખારામ દોશી
તેઓ સોલાપુરના દોશી પરિવારના ત્રીજા ઉઠ્ઠલ રત્ન હતા. આચાર્ય ઈન્દ્રનંદિકૃત શ્રુતાવતાર (૧૯૧૨) તથા પંડિત દૌલતરામકૃત છહઢાલા (૧૯૧૩)નું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org