________________
૨૩૮
મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ
તેમનું પ્રમુખ સ્થાન છે. જૈનબોધકનું સંપાદન કાર્ય તેમણે લગભગ પાંચ વર્ષ સુધી કર્યું (૧૯૧૪-૧૮). આની પહેલાં તત્ત્વાર્થસૂત્ર અને આત્માનુશાસન ગ્રંથોનો મરાઠી અનુવાદ તેઓ કરી ચૂક્યા હતા. પંડિત ગોપાલદાસ બારૈયાની જૈન સિદ્ધાંત પ્રવેશિકા અને સાર્વધર્મ તથા પંડિત જુગલકિશોર મુદ્ધારકૃત ગ્રંથપરીક્ષા પુસ્તકોનો પણ મરાઠી અનુવાદ તેમણે કર્યો. પૂનાના વિષ્ણુશાસ્ત્રી બાપટે જૈન દર્શનસાર નામક પુસ્તક લખ્યું હતું. તેમાં કરવામાં આવેલી આલોચનાનો પંડિત બંસીધરે હિંદીમાં ઉત્તર આપ્યો, જે તેમણે મરાઠીમાં રૂપાંતરિત કર્યો (૧૯૧૮). આચાર્ય શાંતિસાગરચરિત (૧૯૨૪), જાતિ કી મીમાંસા (૧૯૨૫), પંડિત સદાસુખકૃત રત્નકરંડવચનિકાનો અનુવાદ (૧૯૫૪), પંડિત પન્નાલાલકૃત મહાપુરાણની આલોચનાની સમીક્ષા (૧૯૫૪) તથા ભગવાન નેમિનાથ (૧૯૫૮) આ સરલ કથારૂપ પુસ્તક - આ તેમની રચનાઓ પ્રકાશિત થઈ છે. દત્તાત્રય ભિમાજી રણદિવે
મિરજગાંવ (જિ. અહમદનગર)ના આ કવિએ અલ્પ આયુમાં જ કાવ્ય અને ઉપન્યાસ લેખનમાં ઉલ્લેખનીય સફળતા પ્રાપ્ત કરી હતી. કુલભૂષણ દેશભૂષણચરિત (૧૯૦૯), નીલીચરિત (૧૯૧૫), ગજકુમારચરિત (૧૯૪૯), જયકુમાર-સુલોચના, સીતાશીલપરીક્ષા – આ પ્રાચીન કથાઓના આધુનિક કાવ્યમય રૂપાંતરો સિવાય જિનગુણાલાપ (૧૯૧૩) નામક ભક્તિપૂર્ણ પદસંગ્રહ તથા રત્નકરંડનું પદ્ય રૂપાંતર (૧૯૧૯) પણ તેમણે લખ્યું હતું. વિભિન્ન માસિક પત્રિકાઓમાં તેમની ૬૪ ભાવપૂર્ણ કવિતાઓ સમયે સમયે પ્રકાશિત થઈ હતી. સુમતિ અને જૈન વાગ્વિલાસ એ માસિક પત્રોનું સંપાદન પણ તેમણે કેટલાક સમય સુધી કર્યું હતું. રૂપિણી નામક તેમનો ઉપન્યાસ શ્રેણિકની પૌરાણિક કથા પર આધારિત હતો. અંજનાસુંદરી ઉપન્યાસ પણ અંજના-પવનંજયની પુરાણપ્રસિદ્ધ કથાનું આધુનિક રૂપાંતર હતું. જૈન કથાઓ સિવાય સર્વેજનોપયોગી લલિત કથાઓની રચના પણ તેમણે વિસ્તૃત
૧. દોશીજીએ પોતાની સમસ્તસંપત્તિ (લગભગ ત્રણ લાખ રૂપિયા) પ્રદાન કરી જૈન સંસ્કૃતિ સંરક્ષક
સંઘની સ્થાપના કરી. આ સંઘ દ્વારા સંચાલિત જીવરાજ જૈન ગ્રંથમાલામાં સંસ્કૃત-પ્રાકૃત, હિંદી,
અંગ્રેજી, મરાઠી અને કન્નડમાં ૫૦થી વધારે ગ્રંથો છપાયા છે. ૨. તેમની કવિતાનો સંગ્રહ તેમના સુપુત્રે ૧૯૩૧ તથા ૧૯૪૯માં બે ખંડોમાં પ્રકાશિત કર્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org