________________
૨૨૨
મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ
રત્નત્રય આરતી (૮ પદ્ય) તથા નંદીશ્વર આરતી (અપૂર્ણ રૂપે પ્રાપ્ત) આ છત્રસેનની અન્ય ઉપલબ્ધ મરાઠી રચનાઓ છે. સંસ્કૃતમાં પંચમેરુપૂજા, પાર્શ્વનાથપૂજા, અનંતનાથસ્તોત્ર તથા પદ્માવતીસ્તોત્ર તથા હિંદીમાં દ્રૌપદીહરણ, સમવસરણ ષપદી તથા ઝૂલના તે છત્રસેનની અન્ય ઉપલબ્ધ રચનાઓ છે. તેમના શિષ્ય હીરા, બિહારી અને અર્જુનસુતની કેટલીક હિંદી રચનાઓ પણ ઉપલબ્ધ છે. સટવા
તેઓ લાતૂરના ભટ્ટારક મહીચન્દ્રના શિષ્ય ભ. મહાભૂષણના શિષ્ય હતા. તેથી તેમનો સમય સન્ ૧૭૧૮ની આસપાસ સાબિત થાય છે. તેમની ત્રણ રચનાઓ મરાઠીમાં ઉપલબ્ધ છે. શિવાનેમિસંવાદ ૨૦ કડવકોનું ગીત છે, જેમાં નેમિનાથના વૈરાગ્ય-પ્રસંગનું વર્ણન છે. કંસાચે પદ ૮ કડવકોનું ગીત છે. કંસ દ્વારા શ્રીકૃષ્ણની હત્યા માટે કરવામાં આવેલ વિફળ પ્રયત્નોનું આમાં વર્ણન છે. જિનસ્તુતિમાં ૧૪ ઓવી છે તથા અરહંતદેવના ગુણોનું વર્ણન છે. નેમિનાથના વૈરાગ્ય વિષયક તેમનું એક હિન્દી ગીત પણ ઉપલબ્ધ છે. નીબા
તેમના બે ગીત શક ૧૬૪૮ની હસ્તલિખિત પ્રતિમાં ઉપલબ્ધ થયા છે, આથી તેમનો સમય સન ૧૭૨૬ની પહેલાંનો સાબિત થાય છે, કેટલો પહેલાં – તે હજી અનિશ્ચિત છે. એક ગીતમાં શિરપુરના અંતરિક્ષ પાર્શ્વનાથની સ્તુતિ ૫ કડવકોમાં છે. આને અહિરાણી ગીત કહેવામાં આવ્યું છે. ધૂલિયા-જલગાંવ જિલ્લામાં પ્રચલિત આહીર બોલીનો પ્રભાવ તેમની ભાષા પર છે. બીજા નેમીશ્વર ગીતમાં ૩ કડવક છે. તેમાં નેમિનાથના વૈરાગ્યપ્રસંગનું વર્ણન છે. યાદવસુત
તેઓ ગુણસાગરના શિષ્ય હતા. આથી તેમનો સમય સન્ ૧૭૧૮ની આસપાસ અનુમાનિત છે. તેમની એકમાત્ર ઉપલબ્ધ રચના અષ્ટકર્મપ્રકૃતિ છે, જેમાં વિવિધ વૃત્તોના ૨૨૨ પદ્યો છે. જ્ઞાનાવરણ વગેરે આઠ કર્મોનું પરંપરાગત વર્ણન આમાં નિબદ્ધ છે. મરાઠીમાં આ વિષય પર અન્ય કોઈ રચના પ્રાપ્ત નથી. બીજી વિશેષ
૧. મા.મ., પૃષ્ઠ ૭૯, રત્નત્રય આરતી અમારા સંગ્રહમાં ઉપલબ્ધ છે. ૨. પ્રા. મ., પૃષ્ઠ ૮૦, ત્રીજી રચના અમારા હસ્તલિખિત સંગ્રહમાં છે. ૩. પ્રા. મ., પૃષ્ઠ ૧૦૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org