________________
મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ
૨
અને ષષ્ઠીએ ઉપવાસપૂર્વક જિનપૂજાના વ્રતના પાલનથી ગરુડ નામક રાજાને પ્રાપ્ત થયેલા શુભ ફળની આ કથા છે. નિર્દોષસપ્તમીવ્રતકથામાં ૧૨૦ ઓવી છે. ભાદ્રપદ શુક્લ સપ્તમીએ ઉપવાસ કરી આ વ્રત કરવામાં આવતું હતું. આના ફળથી રૂપલક્ષ્મી નામક શ્રાવિકાને ઉત્તમ સુખ પ્રાપ્ત થયું, પડોસણ દ્વારા ઈર્ષ્યાવશ મોકલવામાં આવેલ કાળો સાપ પણ તેના પુણ્ય-પ્રભાવથી રત્નહાર બની ગયો. નેમિનાથ-ભવાંતરમાં ૭૧ કડવકોમાં માતા શિવાદેવી સાથે સંવાદ રૂપે નેમિનાથના પૂર્વજન્મોની કથા વર્ણિત છે. નેમીશ્વરગીતમાં ૧૦ કડવકોમાં રાજમતીની વિરહ-વેદનાનું વર્ણન છે. મહાવીરપાલના ૧૬ કડવકોનું ગીત છે, તેમાં ભગવાનના જન્મોત્સવનું વર્ણન છે. શાંતિનાથસ્તોત્ર ૧૧ શ્લોકોની ભક્તિપૂર્ણ રચના છે. ચિંતામણિ-આરતીમાં અંબાપુરના જિનમંદિરની તથા અરહંતઆરતીમાં નંદીપુરના જિનમંદિરની મુખ્ય જિન મૂર્તિઓનાં પ્રશંસાત્મક વર્ણન છે. મહીચંદ્રની એક હિંદી રચના કાલીગોરીસંવાદ ઉપલબ્ધ છે. તેમના ચાર શિષ્યોની મરાઠી રચનાઓનો પરિચય આગળ આપવામાં આવ્યો છે. મહાકીર્તિ
૨૨૦
તેઓ મહીચંદ્રના શિષ્ય હતા. તેમની એકમાત્ર ઉપલબ્ધ રચના શીલપતાકા શક ૧૬૨૦ (સન્ ૧૬૯૮)માં પૂર્ણ થઈ હતી. આમાં ૩ અધ્યાય અને ૫૫૨ ઓવી છે. વેશ્યાસક્ત પતિને ચતુરાઈથી સન્માર્ગ પર લાવનારી સતી ચંપાવતીની રોચક કથા બ્રહ્મજિનદાસની ગુજરાતી રચનાના આધારે કવિએ મરાઠીમાં લખી છે.
ચિંતામણિ
તેઓ પણ મહીચંદ્રના શિષ્ય હતા. ગુણકીર્તિરચિત અપૂર્ણ પદ્મપુરાણમાં તેમણે સાત અધ્યાય જોડ્યા. કુલભૂષણ-દેશભૂષણ, જટાયુ, ચંદ્રનખા વગેરેની કથાઓ આ અધ્યાયોમાં વર્ણિત છે.
રામકીર્તિ
૧. અમારા સંગ્રહમાં આ હસ્તલિખિત કથા ઉપલબ્ધ છે.
૨. શીલપુરાણ નામે જિનદાસ ચવડે, વર્ધા દ્વારા પ્રકાશિત, સન્ ૧૯૦૯. આનું બે વા૨ પુનર્મુદ્રણ પણ થયું હતું. શીલતરંગિણીપુરાણ નામે જયચન્દ્ર શ્રાવણે, વર્ધા દ્વારા પણ આ કથા પ્રકાશિત થઈ હતી, પ્રકાશનવર્ષ જાણી શકાયું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org