________________
પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્ય
રાજરાણી બની. બ્રહ્મજિનદાસની ગુજરાતી કથાના આધારે આ રચના કરવામાં આવી હતી.
વિશાલકીર્તિ (દ્વિતીય)
તેઓ દેવેન્દ્રકીર્તિના શિષ્ય હતા. તેમનો સમય નિશ્ચિત નથી, પરંતુ તેમની રચના ધર્મપરીક્ષાની એક પ્રત શક ૧૬૧૦માં લખેલી ઉપલબ્ધ છે, આથી સન્ ૧૬૮૮ની પહેલાનાં તેઓ કવિ છે. ધર્મપરીક્ષામાં ૫ અધ્યાય અને ૯૫૮ ઓવી છે. વિશાલકીર્તિએ બ્રહ્મજિનદાસની રાસભાષા (ગુજરાતી)ના ગ્રંથનું આ મરાઠી રૂપાંતર તૈયાર કર્યું તથા જ્ઞાનસાગરે આને લિપિબદ્ધ કર્યું, એવું પ્રશસ્તિથી જ્ઞાત થાય છે. આ ગ્રંથમાં હિંદુ પુરાણોની કેટલીય કથાઓની અવિશ્વસનીયતા વિસ્તૃત ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે.
પદ્મકીર્તિ
તેઓ લાતૂરના ભટ્ટારક વિશાલકીર્તિના પટ્ટશિષ્ય હતા. તેમની એક નાની એવી રચના પાર્શ્વનાથ-આરતી ઉપલબ્ધ છે જેમાં ૫ કડવક છે તથા ચક્રપુરના ભગવાન પાર્શ્વનાથની સ્તુતિ છે. પદ્મકીર્તિ દ્વારા સન્ ૧૬૮૦ અને ૧૬૮૬માં સ્થાપિત કેટલીક મૂર્તિઓ ઉપલબ્ધ છે.
રાય
૨૧૭
તેમની એક નાની એવી રચના જિનવરવિનતી ઉપલબ્ધ છે જેમાં ૧૬ શ્લોક છે. નિર્મલગ્રામમાં શક ૧૬૦૬ (સન્ ૧૬૮૪)માં આ રચના પૂર્ણ થઈ હતી, એવુ અંતિમ શ્લોકથી જ્ઞાત થાય છે. એક શ્લોકમાં કવિએ પોતાના પિતાનું નામ મલ્લાજી બતાવ્યું છે.
રત્નસા
તેમણે શક ૧૬૧૦ અને ૧૬૧૫માં કેટલાય મરાઠી જૈન ગ્રંથોની પ્રતો તૈયાર કરી હતી. દેઉલગાંવના બઘેરવાલ જાતિના સાહુઆ ગોત્રમાં તેમનો જન્મ થયો હતો. તેમણે દામા પંડિતના જંબૂસ્વામીચરિતનું પરિવર્ધિત સંસ્કરણ તૈયા૨ કર્યું હતું. આ સંસ્કરણમાં ૧૪ અધ્યાય છે. રત્નસાએ કારંજાના સેનગણના ભટ્ટારક જિનસેનનો ગુરુરૂપે ઉલ્લેખ કર્યો છે.
૧. પ્રા. મ., પૃષ્ઠ ૬૪. ૨. પ્રા. મ., પૃષ્ઠ ૬૬. ૩-૪.પ્રા. મ., પૃષ્ઠ ૬૬-૬૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org