________________
૨૧૬
મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ
પુણ્યસાગર
તેઓ પણ લાતૂરના ભ. અજિતકીર્તિના શિષ્ય હતા, આથી તેમનો સમય પણ સન્ ૧૬૫૦થી ૧૯૭૫ની આસપાસ નિશ્ચિત છે. તેમણે જિનદાસરચિત અપૂર્ણ હરિવંશપુરાણમાં ૧૨ અધ્યાય જોડી તેને પૂર્ણ કર્યું હતું. તેમની બીજી રચના રવિવાવ્રતકથાના બે સંસ્કરણો મળે છે, એકમાં ૧૮૦ અને બીજામાં ૩૩૨ ઓવી છે. રવિવાવ્રત કે આદિત્યવ્રત આષાઢ શુક્લ પક્ષના અંતિમ રવિવારથી શરૂ કરી નવ રવિવાર સુધી કરવામાં આવતું હતું. તેમાં ઉપવાસ કે એકાશન કરી ભગવાન પાર્શ્વનાથની પૂજા કરવામાં આવતી હતી. તેના પાલનથી ગુણધર નામક શ્રેષ્ઠિપુત્ર અને તેના પરિવારની દરિદ્રતા નષ્ટ થઈ અને પદ્માવતી દેવીની કૃપાથી સંપન્નતા પ્રાપ્ત થઈ. વિશાલકીર્તિ (પ્રથમ).
તેઓ અજિતકીર્તિ પછી ભટ્ટારક થયા હતા. તેમના દ્વારા શક ૧૫૯૨ (સનું ૧૬૭૦)માં સ્થાપિત નંદીશ્વર મૂર્તિ નાગપુરના મોટા પાર્શ્વનાથ મંદિરમાં ઉપલબ્ધ છે. તેમની એકમાત્ર ઉપલબ્ધ રચના રુક્મિણી વ્રતકથામાં ૧૫ર ઓવી છે. શ્રીકૃષ્ણની પટરાણી રુક્મિણીએ પૂર્વજન્મમાં જે વ્રત કર્યું હતું, તેનું શુભફળ આ કથા દ્વારા બતાવવામાં આવ્યું છે. આ વ્રત ભાદ્રપદ શુક્લ અષ્ટમીના દિવસે ઉપવાસ કરીને કરવામાં આવતું તથા પ્રત્યેક પ્રહરમાં એક વારના હિસાબે આઠ વાર જિનપૂજા કરવામાં આવતી હતી. પત સાબાજી
ઉપર્યુક્ત વિશાલકીર્તિના શિષ્ય પંત સાબાજીની સુગંધદશમીવ્રતકથા ઉપલબ્ધ છે. તેમાં ૨૬૧ ઓવી છે તથા તેની રચના શક ૧૫૮૭ (સન્ ૧૬૬૫)માં પૂર્ણ થઈ હતી. મુનિને દૂષિત આહાર આપવાના પરિણામસ્વરૂપ એક રાણીને અનેક જન્મો સુધી કષ્ટ સહેવું પડ્યું, તેનું શરીર દુર્ગધયુક્ત થયું, પછી ભાદ્રપદ શુક્લ દસમીએ ઉપવાસ કરી જિનપૂજા કરવાના ફળસ્વરૂપ આગલા જન્મમાં તેને ઉત્તમ સુગંધયુક્ત શરીર પ્રાપ્ત થયું, સાવકી મા દ્વારા આપવામાં આવેલા કષ્ટ પછી તે
૧. પ્રા. મ., પૃષ્ઠ ૬૦. ૨. પ્રા. મ., પૃષ્ઠ ૬૨. ૩. આનો પરિચય અને પ્રતિષ્ઠાન માસિક, ઔરંગાબાદ, મે ૧૯૬૦માં અમારા લેખમાં આપ્યો
હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org