________________
૨૧૦
મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ
મેઘરાજ
તેઓ બ્રહ્મજિનદાસના શિષ્ય બ્રહ્મશાંતિદાસના શિષ્ય હતા. આથી તેમનો સમય સોળમી સદીનું પ્રથમ ચરણ નિશ્ચિત થાય છે. મરાઠીમાં તેમની છ કૃતિઓ ઉપલબ્ધ છે. આમાં સહુથી મોટી કૃતિ જસોધરરાસમાં ૫ અધ્યાય અને ૧૧૬૪ ઓવી છે. યૌધેય દેશના રાજા યશોધરની કથા પર કેટલાય જૈન કવિઓએ કાવ્ય લખ્યાં છે. મેઘરાજે આ પરંપરાગત કથાનું સરસ વર્ણન કર્યું છે. પત્નીના દુરાચારથી ઉદ્વિગ્ન રાજા યશોધર માતાના આગ્રહથી પશુબલિનો સંકલ્પ કરે છે, અને આ પાપનાં ફળસ્વરૂપે કેટલાય જન્મો સુધી પશુગતિનાં દુઃખો સહે છે, અંતે જિનધર્મનો ઉપદેશ પ્રાપ્ત કરવાથી તેનો ઉદ્ધાર થાય છે. કથા રોચક ઢંગથી વર્ણિત છે. મેઘરાજની અન્ય રચનાઓનો પરિચય આ મુજબ છે – પાર્શ્વનાથ ભવાંતરમાં ૪૭ કડવકોમાં ભ. પાર્શ્વનાથ અને માતા વામાદેવીના સંવાદ રૂપે તેમના પૂર્વજન્મોનું વર્ણન છે, રામાયણી કથામાં રાજા દશરથને તેમના ચાર પુત્ર એક-એક કથા સંભળાવે છે. કૃષ્ણગીતમાં ૭૬ કડવક છે તથા રુક્મિણી, સત્યભામા અને જાંબવતી દ્વારા શ્રીકૃષ્ણની કથાઓનું વર્ણન છે, ગોમેટસ્વામી ગીતમાં ત્રણ કડવકોમાં શ્રવણબેલગોલના ભ. બાહુબલીની સ્તુતિ છે તથા ગૂજરી મહાડી ગીતમાં ગિરનારની યાત્રા કરનારી એક ગુજરાતી અને એક મરાઠી મહિલાનો સંવાદ છે, આની એક પંક્તિ ગુજરાતીમાં અને બીજી મરાઠીમાં છે, આમાં ૧૩ કડવકો છે. મેઘરાજે ગુજરાતીમાં શાંતિનાથચરિત અને તીર્થનંદના આ બે રચનાઓ પણ લખી છે. કામરાજ
તેઓ પણ બ્રહ્મશાન્તિદાસના શિષ્ય હતા. તેમની મુખ્ય રચના સુદર્શનચરિત્રમાં ૧૪ અધ્યાય અને લગભગ એક હજાર ઓવી છે. બ્રહ્મચર્ય અણુવ્રતના પાલન માટે રાજાની પટરાણીની પ્રણય-પ્રાર્થના નકારનાર સુદર્શન શ્રેષ્ઠીની રોચક કથા
૧. પ્ર. જીવરાજ ગ્રંથમાલા, શોલાપુર, ૧૯૫૯, સં. સુભાષચન્દ્ર અક્કોલે. ૨. પ્રા. મ., પૃષ્ઠ ૩૦-૩૨. ૩. જિનદાસ ચવડે, વર્ધા તથા જયચંદ્ર શ્રાવણે, વર્ધાએ આનાબે સંસ્કરણો પ્રકાશિત કર્યા હતા (વર્ષ
જાણી શકાયું નથી), પરંતુ બંને એ ગ્રંથનો લગભગ અડધો ભાગછોડીને સંક્ષિપ્ત સંસ્કરણ બહાર પાડ્યા હતા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org