________________
પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્ય
૨૦૯
છે, તેમાં બાળક નેમિનાથનું ઝૂલામાં ઝૂલવાનું વર્ણન છે; નેમિનાથ-વિવાહમાં ૪૪ કડવક છે, તેમાં શ્રીકૃષ્ણ દ્વારા નેમિનાથના વિવાહસંબંધનો નિશ્ચય અને વિવાહના પ્રસંગે મારવામાં આવતાં પશુઓનું કરુણ ઠંદન સાંભળી નેમિનાથનું વિરક્ત થવું વર્ણિત છે; નેમિનાથ-જિનદીક્ષામાં ૪૫ કડવકોમાં નેમિનાથની તપસ્યા અને મુક્તિનું વર્ણન છે", રુક્મિણીહરણમાં ૬૪ કડવકોમાં શ્રીકૃષ્ણ દ્વારા રુક્મિણીનાં હરણની મનોરંજક કથાનું વર્ણન છે, આની પ્રશસ્તિમાં કવિએ પોતાનો જન્મ જૈસવાલ જાતિમાં થયેલ એવું બતાવ્યું છે, રામચન્દ્ર ફાગમાં ૩૧ કડવકોમાં રામના વસંતઉત્સવનું વર્ણન છે તથા ધન્દા ગીતમાં ૬ પદ્યોમાં ઈહલોકનો ધંધો છોડી પરલોકનો ધંધો કરવાનો ઉપદેશ છે.*
વિવેકવિલાસ, નેમીશ્વર-રાજમતી-ફાગ તથા સીતાદિવ્યગીત નામે ગુણકીર્તિની ગુજરાતી રચનાઓ પણ ઉપલબ્ધ છે. તેમના ચૌપદી નામનાં પદ પણ મળ્યાં છે જેમની ભાષામાં ગુજરાતી અને મરાઠીનું મિશ્રણ મળે છે." જિનદાસ
તેઓ ભટ્ટારક ભુવનકીર્તિના શિષ્ય ઉજ્જતકીર્તિના શિષ્ય હતા. આથી તેમનો સમય પંદરમી સદીનું અંતિમ ચરણ નિશ્ચિત થાય છે. તેમનો જન્મ દેવગિરિ (દોલતાબાદ)માં થયો હતો. ત્યાં જ તેમણે છંદ, વ્યાકરણ, તર્ક વગેરેનું અધ્યયન કર્યું. તેમની એકમાત્ર કૃતિ હરિવંશપુરાણ છે, જેમાં ભ. નેમિનાથ તથા શ્રીકૃષ્ણ સંબંધી જૈન પરંપરાની કથાઓ વિસ્તારથી વર્ણિત છે. જિનદાસે આ પુરાણના પપ અધ્યાય લખ્યા હતા. બસો વર્ષ પછી પુણ્યસાગરે ૧૨ અધ્યાય બીજા જોડી આ રચના પૂર્ણ કરી. આખા ગ્રંથની એવી સંખ્યા ૧૧૦૦૦ છે. જિનદાસની રચનામાં પાંડિત્ય અને કવિત્વ બંનેનું દર્શન થાય છે.
૧. ધર્મામૃતના પરિશિષ્ટમાં અમે આ ત્રણ ગીતો પ્રકાશિત કર્યા છે. ૨-૩. આ બે ગીત સન્મતિમાં સન્ ૧૯૬૫માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયા છે, સં. સુભાષચન્દ્ર
અકોલે. ૪. પ્રા. આ., પૃષ્ઠ ૨૪. ૫. આની હસ્તલિખિત પ્રતો અમારા સંગ્રહમાં છે. ૬. પ્ર. જિનદાસ ચવડે, વર્ધા, ૧૦૭.
.
Jal5 ducation International
For Private & Personal Use Only
www.jainelibrary.org