________________
ગદ્યગ્રંથ, ઈલક્કણ, નિઘંટુ વગેરે
૧૯૭
નશ્ચિનાÉઇનિયરે લખી છે. એમ કહેવું અત્યુક્તિ નહિ ગણાય કે શોધપૂર્ણ વ્યાખ્યાઓને કારણે તેઓ સાહિત્યપ્રેમીઓનો આદરપ્રાપ્ત કરીયશસ્વી થયા. એક અનુકૃતિ બતાવે છેકે આચાર્યનશ્ચિનાલ્ફ ઇનિયરે “જીવકચિન્તામણિ'ની વ્યાખ્યારચવાના હેતુસર, જૈન ધર્મમાં દીક્ષિત થઈ, જૈનદર્શનનું સાંગોપાંગ અધ્યયન કર્યું અને તેમાં પૂર્ણ અધિકાર પ્રાપ્ત કરી લીધા પછી જ ઉક્ત મહાકાવ્યની વ્યાખ્યા લખી. તેની પછી તેઓ સ્વમતમાં પાછા ફરી ગયા હશે.
તેમની વ્યાખ્યાઓનાઅધ્યયનથી જણાઈ આવેછેકેતેમણે પહેલાં તોલકાપ્પિયમુના કેટલાક અંશોની વ્યાખ્યા લખી અને તેની પછી “જીવક-ચિત્તામણિ'ની વ્યાખ્યા લખી. ચિન્તામણિ'ની વ્યાખ્યામાં “તોલકાપ્પિયમ્'-વ્યાખ્યાવિષયોનો ઉલ્લેખ મળે છે. આજ રીતે, પછીથી લખાયેલ “તોલકાપ્પિયમ્'ની વ્યાખ્યામાં, જે અન્ય અંશો પર લખવામાં આવી હતી, “ચિત્તામણિ'-વ્યાખ્યાના વિષયો ઉલ્લિખિત છે. તેમને સંપૂર્ણ રીતે જૈન ન કહીએ તો પણ જૈનધર્મ પ્રેમી અને જૈન તત્ત્વવેત્તા તો અવશ્ય કહી શકીએ છીએ.
અન્ય (અપ્રાપ્ત) જૈનગ્રંથ તામિલમાં ગણિત અને જ્યોતિષના કેટલાય ઉત્તમ ગ્રંથો રચવામાં આવ્યા હતા, જેમની ચર્ચા વ્યાખ્યાઓમાં મળે છે. એમ લાગે છે કે તે ગ્રંથોને જૈન પંડિતોએ જમુખ્યત્વે પ્રકાશમાં લાવવાનો પ્રયત્ન કર્યો. સંભવ છે કે તેમાં અધિકાંશ ગ્રંથો જૈનાચાર્યો દ્વારા જ રચિત હોય. આજકાલ “કણક્કધિકારમ્' જેવા કેટલાય ગ્રંથ પ્રાપ્ત થયા છે.
જ્યોતિષ વિષયક ગ્રંથોમાં “જિનેન્દ્રમાલે જૈનોના જ્યોતિષ તથા ખગોળ જ્ઞાનનો પરિચાયક છે. આ ગ્રંથ “વેણુ-પા' છંદમાં રચિત છે. ભાષા સુબોધસુંદર હોવાની સાથે, છંદ-નિયમોથી અઅલિત પણ છે. એવા જ કેટલાય ઉત્તમ ગ્રંથો તે સમયમાં લખવામાં આવ્યા. જૈન પંડિત મંડલ પુરુષે પોતાના આચાર્ય ગુણભદ્રની પરિચયાત્મક પ્રશસ્તિમાં લખ્યું છે કે તેઓ જ્યોતિષશાસ્ત્રમાં પારંગત હતા.
આ રીતે, જૈનાચાર્યોએનમાત્રસાહિત્યની, અન્ય વિજ્ઞાન, શાસ્ત્ર વગેરેની શાખાઓને પણ પોતાની આધિકારિક વિદ્વત્તા, નિસ્વાર્થ સેવા ભાવના તથા અથક સાધના દ્વારા સુસમૃદ્ધ કરી છે.
ઉપસંહાર એ સર્વમાન્ય સત્ય છે કે જૈનોએ જીવન તથા સાહિત્યના, આચાર તથા વિચારના, અધ્યાત્મ તથા ભૌતિકતાના–અને ન જાણે એવા કેટલાય ક્ષેત્રોને પોતાની ધર્મભાવના અને સાધના દ્વારા સમૃદ્ધ કર્યા છે. તામિલ ભાષાને લોકપ્રિય બનાવી, તેનો પ્રચાર પંડિતથી લઈ સામાન્ય જનો સુધી કરવાનું શ્રેય જૈનોને ઓછું નથી. તે સમયે, જૈનોએ “વસુધૈવ કુટુમ્બકમનો આદર્શ પોતાના આચરણથી સ્થાપિત કર્યો. અધિકાંશ ઉત્તમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org