________________
કાપ્પિયમ્-૨
૧૭૯
રિત્તિ, નાલપૂર કુરતિ, અરિટ્ટનેમિ કુરત્તિ, તિરુપ્પત્તિ મુરત્તિ, કૂડર્ કુરત્તિ, ઇળનેચુરકુ મુરત્તિ વગેરે સાધ્વી કવયિત્રીઓનાં નામ પણ જે પોતપોતાના વાસસ્થાન કે જન્મસ્થાન સંબંધિત છે, શિલાલેખોમાં ઉપલબ્ધ છે.
આ નામો સાધારણ રીતે સંન્યાસિનીઓ કે સાધ્વીઓ માટે વપરાતા હતા. માત્ર જૈન-સાધ્વીઓને કન્તિ, અત્રે, અમ્મ, પૈસ્મ, શામિ પેરુમાર્િટ, આશાળુ, તલૈવિ, ઐર્ય વગેરે કહેવામાં આવતી હતી.આ નામોના નિર્દેશ-સ્થળોથી તે સમયે જૈન ધર્મના સફળ તથા સુવ્યવસ્થિત પ્રચારની ખબર પડે છે. આ સાધ્વીઓ ગૃહિણીઓ તથા અનાથ તથા વિપદગ્રસ્ત સ્ત્રીઓમાં જૈનધર્મનો પ્રચાર કરતી હતી અને વિદ્યા, સદાચાર, લોકવ્યવહાર વગેરેનો ઉપદેશ આપતી હતી. શ્રવણબેલગોલના શિલાલેખોમાં નાગમતિ કંતિયાર, શશિમતિ કંતિયાર, નવિલૂર રાજીમતિ કંતિયાર, અનંતમતિ કંતિયાર, શ્રમતી કંતિયાર, માંગર્પે કંતિયાર વગેરે સાધ્વીઓનાં નામ મળે છે. આ સાધ્વી કવયિત્રીઓ અધિકતર સંસ્કૃતના નીતિ ગ્રંથોનું અનુસરણ કરી, તામિલમાં નાના-મોટા લઘુ પદ્યગ્રંથોની રચના કરતી હતી. અબૈયારના નામે જે પદ્યો મળી આવે છે, તે પ્રસિદ્ધ તમિલ કવયિત્રી ઔવૈયારનાં પદ્યોથી ભિન્ન હોઈ શકે છે. પછીથી અન્ય મતાવલંબી સાધ્વીઓ માટે પણ “અલૈ”નું વિધાન થયું છે.
વિશિષ્ટ પ્રબંધ કાવ્ય : “કલિંગજી પરણિ” પરણિ” તે પ્રબંધ કાવ્યને કહે છે, જેમાં સહસ્ર ગજોને સમરાંગણમાં મારનાર વિરવરનું પ્રભાવશાળી વર્ણન હોય. “પરણિ'નો બીજો અર્થ છે કાફકિનાળુ” (વનની અધિષ્ઠાત્રી દેવી કાલી માતા). “પરણિ' (ભરણી) કાલી દેવીનું જન્મનક્ષત્ર હોવાને કારણે, આ પ્રબંધમાં મુખ્યત્વે કાલી માતાનું અધિક વર્ણન છે અને સમરાંગણની અધિષ્ઠાત્રી દેવી રૂપે તેનું સન્માન કરવામાં આવ્યું છે. દેવીનો પ્રદેશ મરભૂમિ અને ઉજ્જડ વન પ્રદેશ, તેનું ભયાવહ મંદિર, દેવીના પરિજન ભૂતપિશાચાદિ, ભૂખ્યા પિશાચોનો આર્તનાદ, તેમાં નવાગત પિશાચ દ્વારા દેશવિદેશના રાજાઓનું વર્ણન તથા ચરિતનાયક વીર નરેશનો પ્રભાવ, તેની સમરસજ્જા, સમરાંગણમાં પ્રાપ્ય મૃત દેહોનું વર્ણન જે પિશાચો માટે સ્વાદિષ્ટ પદાર્થ માનવામાં આવે છે, સમર અને સમરાંગણનું રોચક વર્ણન, ભોજન તૈયાર કરવાના પ્રકાર, સુસ્વાદુ ખાદ્ય-પેયાદિની વહેંચણી તથા હળીમળીને પિશાચોનું ભોજન કરવું – વગેરે વાતો “પરણિ' પ્રબંધમાં હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org