________________
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
‘ઇયક્કિત્’ (યક્ષિણીઓ) અને ‘કવુત્તિહબૂ’ વગેરે નામ પણ પ્રચલિત છે. ‘શિલપ્પધિકારમ્’નાં પ્રમુખ નારી પાત્ર જૈનસાધ્વી કવુન્ની અડહટ્ (સાધ્વી)નો ઉલ્લેખ તે કાવ્યપ્રસંગમાં થયો જ છે. ‘જીવકચિંતામણિ'માં ઉપલબ્ધ પ્રસિદ્ધ પઘો વિશે, તેના વ્યાખ્યાકાર નચ્ચિનાકિનિયરે લખ્યું છે કે આ બધા ‘કવુત્તિયાર પાડવ્’ અર્થાત્ કવુન્તીજીનાં પદ્ય છે. નચ્ચિનાકિનિયરના સમયની પહેલાં જ (ઈ.ચૌદમી સદી પહેલાં) આ પદ્યો તે કાવ્યમાં સ્થાન મેળવી ચૂક્યા હશે. તે કોમળ મહાકાવ્યને અનુરૂપ, તે જ સ્તર ૫૨ કાવ્યસૃજનની યોગ્યતા તે સાધ્વી કવયત્રીમાં હતી. ૨. અદ્વૈ
૧૭૮
સાધ્વીઓ તથા સંન્યાસિનીઓને અવૈ પણ કહેવામાં આવતી હતી. ‘જીવકચિંતામણિ’માં આ શબ્દનો પ્રયોગ વારંવાર થયો છે. તામિલ સાહિત્યમાં, જે ‘અબૈયાર પાડવ્હલ્' (અબૈયારનાં પદ્ય)ના નામે મળે છે, તે સાધ્વીઓનાં રચેલ પદ્યો હોવા જોઈએ. ગગનચારી જૈન સાધુઓની જેમ, સાધ્વીઓ પણ દેશાટન કરતી કરતી ધર્મનો પ્રચાર કરતી રહેતી હતી.
અન્યનામ
આ સિવાય, બીજી પણ અનેક સાધ્વી કવિયત્રીઓ થઈ હશે. તેમનો સ્પષ્ટ ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. શિલાલેખોમાં, પિતિવિ વિટંગ કુત્તિ (૩૫૬ ૧૯૦૯), અને ગુણકીર્તિ ભટારકર (ભટ્ટારક)ની છાત્રા ‘કનક વીર કુત્તિયાર બંને કવયિત્રીઓના નામો મળે છે. ચોલાધીશ શ્રી મદ્દુરૈ કોણ્ડ કો૫૨કેરિ વર્મન્ના શાસનકાળમાં અરિષ્ટનેમી પટારર્ (ભટ્ટારક) નામક જૈનમહાપંડિત હતા. તેમની એક શિષ્યા હતી પટ્ટિણી કુરિત્ત, જે સારી કવયિત્રી હતી. સ્ત્રી પાઠશાળા અને કૂપ વિશે એક શિલાલેખમાં ઉલ્લેખ છે. આ સિવાય શ્રી મિ‰ કુરત્તિ, શિરિવિશૈ
૧. પૃથિવી વિટંક ગુર્વીનું અપભ્રંશ રૂપ છે. તામિલમાં ગુરુને ‘કુરવર્’ કહે છે અને તેનો સ્ત્રવાચી શબ્દ છે ‘કુત્તિ’. આચાર્યા, ઉપદેશિકા, અધ્યાપિકા, સાધ્વી, વિદુષી વગેરે અર્થોમાં ‘કુત્તિ’નો પ્રયોગ થતો. આથી તેને ગુરુ (કુરુવર્)નો સ્ત્રીવાચી શબ્દ માની શકાય. પરંતુ મુખ્યત્વે જે રીતે સાધુ-સંતો માટે ‘કુરુવર્' શબ્દ વપરાય છે તે રીતે સાધ્વી અને સંન્યાસિનીના અર્થમાં જ ‘કુત્તિ’નો પ્રયોગ થાય છે.
૨.
૩.
S. I. I. Vol. III, No. 92.
S. I. I. Vol. VI, No. 56.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org