________________
પરમ પૂજ્ય મોટા મહારાજશ્રી (પ.પૂ.આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા.) તથા પરમ પૂજય ગુરુદેવશ્રી (પ. પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.) ની પાવન પ્રેરણાથી જૈન સાહિત્યના ઈતિહાસના સાત ભાગ ઉપરાંત પ્રમાણમીમાંસા અને જૈન ધર્મ-દર્શન મળી નવ ગ્રંથોનું ગુજરાતી ભાષાંતર કરવાનું નક્કી થયેલું તે પ્રમાણે શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પ્રેરણા કરી–મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ ગાંધીએ પ્રો. શ્રી રમણીકભાઈ શાહ તથા પ્રો. શ્રી નગીનભાઈ શાહ પાસે ગુજરાતી કરાવ્યું. જુદાજુદા શ્રી સંઘોએ પૂજયશ્રીની વાતને સ્વીકારી સંપૂર્ણ સહયોગ આપ્યો. તેની ફળશ્રુતિરૂપે આ નવે પુસ્તકો ગુજરાતીમાં પ્રકાશિત થઈ ગયા.
બંને પૂજયશ્રીઓની હયાતી દરમ્યાન ભાગ ૧, ૨, ૪, ૬ તથા પ્રમાણમીમાંસા અને જૈન ધર્મ-દર્શન પ્રકાશિત થઈ ચૂક્યા હતા. આ દરમ્યાન બંને પૂ. ગુરુભગવંતો કાળધર્મ પામ્યા. બંને ગુરુભગવંતો આજ આપણી સામે સદેહે બિરાજમાન નથી પરંતુ તેમની પ્રેમાળ પ્રેરણા ભરી સ્મૃતિ આપણી પાસે છે અને તેના સહારે તેમણે સોંપેલું કાર્ય પૂર્ણ કરીને તેમને હૃદયપૂર્વકની અંજલિ આપું છું.
એ જ વિ.સં. ૨૦૬૩, જેઠ સુ.૧૫,
પ.પૂ.આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી ભાવનગર.
મ. ના ગુરુબંધુ પૂ.ગુરુદેવ(પ.પૂ.આ.શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.)ના ચરણકિંકર સોમચંદ્ર વિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org