________________
વિવિધ ભાષાઓમાં જૈન લેખકોનું પ્રદાન
ભારતીય વાત્મયને પૂર્વના પ્રાજ્ઞ જૈનાચાર્યોએ સમયે સમયે પોતાની પ્રતિભાના વૈભવથી સમૃદ્ધ બનાવવા અપૂર્વ યોગદાન આપેલ છે.
જેમ જેમ જૈન ધર્મ ભારતના વિવિધ પ્રદેશોમાં પ્રસરતો ગયો તેમ તેમ તે તે પ્રદેશની ભાષાઓમાં જૈન સાહિત્યની રચના થવા લાગી. પ્રાકૃત અને સંસ્કૃતની સાથે સાથે અનેક પ્રાદેશિક ભારતીય ભાષાઓમાં આ રીતે જૈન ગ્રંથો રચાવા લાગ્યા. દક્ષિણ ભારતમાં મહારાષ્ટ્ર, આંધ્ર, કર્ણાટક, તામિલનાડુ, કેરાલા વગેરે પ્રદેશોમાં પણ જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર થતાં તે તે પ્રદેશોની ભાષાઓમાં પણ અનેક ગ્રંથો રચાયા.
જૈન સાહિત્યના બૃહદુ ઈતિહાસ ભાગ - ૧ થી ૬ દ્વારા આપણે આગમ ઇત્યાદિ સાહિત્યનો પરિચય કર્યો. આ ભાગ-૭માં દક્ષિણ ભારતીય ભાષાઓમાં રચાયેલા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. તેમાં ક્રમે ત્રણ વિભાગોમાં કન્નડ - (કર્ણાટકની ભાષા), તામિલ (તામિલનાડુની ભાષા) અને મરાઠી (મહારાષ્ટ્ર-વિદર્ભની ભાષા)ના જૈન સાહિત્યનો પરિચય છે.
(૧) કન્નડ જૈન સાહિત્યમાં આરંભકાળ, કવિ પંપ આદિનો યુગ, ચંપૂ યુગ અને પપદીયુગના કવિઓ અને તેમની કૃતિઓનો પરિચય આપવામાં આવ્યો છે.
(૨) તામિલભાષી પ્રદેશમાં જૈન ધર્મના ઈતિહાસની વિગતો આપી તામિલ જૈન સાહિત્ય-જેમાં શિલપ્પધિકારમ્, જીવકચિંતામણિ, ચૂડામણિ, શ્રીપુરાણ” જેવા મહાકાવ્યોનો સમાવેશ થાય છે –નો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે.
(૩) મહારાષ્ટ્ર પ્રદેશમાં જૈન ધર્મના ઉદ્ભવ-વિકાસનું સંક્ષિપ્ત અવલોકન કરી મરાઠી ભાષામાં લખાયેલ જૈન સાહિત્યનો પરિચય આપવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org