________________
ધર્મગ્રંથ
કથાઓ, જે પશુ-પક્ષીઓને પાત્ર બનાવીને રચવામાં આવી હતી, આજે પણ સાર્વજનિક પ્રસિદ્ધિથી ગૌરવાન્વિત છે. નોળિયા-બ્રાહ્મણીની કથા તામિલ મહાકાવ્ય ‘શિલપ્પધિકારમ્’માં પણ પ્રવેશ મેળવી ગઈ, અને તત્કાલીન કેટલાય ગ્રંથોમાં પણ ઉદ્ધરણ, દૃષ્ટાન્ત વગેરે રૂપે કેટલીય નીતિકથાઓ મળી આવે છે. અઢાર ‘કીટ્ કણક્કુ' ગ્રંથોમાં તો મુખ્યત્વે પંચતંત્ર, જાતક, જૈન મહાપુરાણ વગેરેની બોધક નીતિકથાઓ ઉપલબ્ધ થાય છે.
પહેલાં જ કહેવાઈ ચૂક્યું છે કે આવી લોકકથાઓ સુદૂર દેશ-વિદેશ સુધી ફેલાઈને, ત્યાંના સાહિત્ય દ્વારા જન-મનમાં ઘર કરી ચૂકી છે. પ્રાચીનતમ લક્ષણ ગ્રંથ ‘તોલકાપ્પિયમ્’માં પણ પંચતંત્રની કેટલીય રોચક કથાઓ વર્ણિત છે. તામિલ મહાકાવ્ય ‘જીવક ચિંતામણિ'ના રચયિતા જૈન કવિ તિરુત્તક્ક દેવર્ના નામથી ‘નિવિરુત્તમ્’(શીયાળની વાર્તા) નામે એક નાનો પદ્ય ગ્રંથ મળે છે. આમાં પંચતંત્રના ‘મિત્રલાભ'ની કથા સુંદર પઘોમાં વર્ણિત છે.
૧૪૩
શૈવ સંત સાહિત્ય ‘તેવારમ્’માં તે વાતનો ઉલ્લેખ છે કે જૈનાચાર્યોએ ધાર્મિક અને નૈતિક તત્ત્વો જનસાધારણમાં પ્રસારિત કરવાના ઉદેશ્યથી મુખ્યત્વે બાલોપયોગી સાહિત્ય રૂપે, ‘એલિ વિરુત્તમ્' (ઉંદરની કથા), ‘નરિ વિરુત્તમ્’, કિળિ વિરુત્તમ્ (પોપટની કથા) વગેરે નાના-નાના પઘ-ગ્રંથોની રચના કરી હતી. આમાં નિર્દિષ્ટ ‘નરિ વિરુત્તમ્’‘શીયાળની વાર્તા'થી ભિન્ન છે. ‘વૃત્તમ્'નો અર્થ છંદ પણ છે. તે અનુસાર પ્રાચીન જૈનાચાર્યો માટે ‘એલિ વિરુત્તમ્’ વગેરે ગ્રંથ ‘કલિત્તુરૈ’ નામક તામિલ છંદમાં રચિત હતા. તામિલમાં મુખ્યત્વે કલિઝુનૈને જ, જેનું અપરનામ ‘કટ્ટળે કલિત્તુરૈ’ છે, ‘વિરુત્તમ્’ (વૃત્ત) કહે છે. આથી તે ગ્રંથો ‘વિરુત્તમ્’ છંદમાં રચવામાં આવવાને કારણે પણ ‘એલિ વિરુત્તમ્’ વગેરે નામે ઓળખાયા. જૈન કવિ તિરુત્તક્ક દેવર્ રચિત ‘નરિ વિરુત્તમ્’માં તો ‘વિરુત્તમ્' છંદ નથી. આથી તેનો અર્થ ‘શીયાળનું વૃત્ત (વૃત્તાંત)' લેવો સંગત થશે.
‘કિળિ વિરુત્તમ્’ સંભવતયા સંસ્કૃતની ‘શુક સપ્તશતી’ સાથે સંબંધિત હોઈ શકે છે. જૈનાચાર્યોએ કેટલીય એવી લોકકથાઓનો પ્રાન્તીય ભાષાઓમાંથી સંસ્કૃતમાં અનુવાદ કર્યો હતો. આની ચર્ચા એક શ્વેતાંબર જૈન વિદ્વાને પોતાના સંસ્કૃત ગ્રંથમાં કરી છે. એમ પણ સંભવ છે કે ઉક્ત ‘કિળિવિરુત્તમ્’ વગેરે નીતિ-કથાઓ તામિલમાંથી જ ‘શુક સમતિ' વગેરે રૂપે સંસ્કૃતમાં આવી હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org