________________
૧૪૨
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
मत्तम् मयिलन्न शायलाय मनिय शीर् दत्तन्' चकोटन् किरित्तिरमन् - पुत्तिरिपुत्रन् पवित्तनोडु' पोज्यिलुपकृतन्
इत्तिरत्त एंधिनार् पेर् પિતાના દેહાવસાન પછી તેમની સંપત્તિના આ બાર પુત્રો ક્રમશઃ ઉત્તરાધિકારી થઈ શકે છે અને તેમાંથી દત્તક પુત્રને છોડી અન્ય પ્રત્યેક પુત્ર પોતાનાથી પૂર્વનિર્દિષ્ટ પુત્ર ન હોવાની સ્થિતિમાં જ પૈતૃક સંપત્તિનો ભાગીદાર થઈ શકે છે.
આ અઢાર લઘુગ્રંથોની ઉલ્લેખનીય વિશેષતાઓ છે – શબ્દલાઘવ, સંગત ઉપમા, રોચક તથા પ્રભાવપૂર્ણ દૃષ્ટાંતરૂપ ઉપકથાઓ, સરસ, સરળ ભાષા અને અભિવ્યંજના. તામિલની લોકપ્રિય તથા સ્વનામધન્યા કવયિત્રી ઔવૈયાર તથા અન્ય આચાર્યો દ્વારા રચિત તથા સર્વાધિક સમાદત નબૅરિ, નીતિનેરિવિલક્કમુ, નવું વળિ; વાક્ડામ્, નીતિનૂલ, અરબૅરિસારમ્ વગેરે નીતિગ્રંથોનો પ્રેરણાસ્ત્રોત “પતિનેણ. કાળુ કણકું સંગ્રહ જ છે.
જૈનાચાર્યોએ બૌદ્ધ ભિક્ષુઓની જેમ સાધારણ જનતાની સેવા વિદ્યાભ્યાસ, સ્નેહપૂર્ણ સહયોગ તથા હાર્દિક સહાનુભૂતિ દ્વારા કરી અને તે યુગના અધિકાંશ જૈનાચાર્યો લબ્ધપ્રતિષ્ઠ વૈદ્ય પણ હતા. આથી સેવા-સુશ્રુષા સાથે સારી ઔષધિઓ દ્વારા જનતાની ચિકિત્સા કરી લોકપ્રિયતા તથા શ્રદ્ધા પ્રાપ્ત કરવાનો સુયોગ જૈનોને પ્રાપ્ત હતો. આ જ કારણે તેમણે વૈદ્ય રૂપે જનતા પાસેથી પ્રાપ્ત શ્રદ્ધા-આસ્થાની કૃતજ્ઞતાસ્વરૂપ પોતાના ગ્રંથોના નામોમાં પણ “તિરિકટુકમ' (ત્રણ ઔષધ-વસ્તુઓથી બનેલી દવા ચૂર્ણ), એલાદિ (ઈલાયચી વગેરે છ વસ્તુઓથી તૈયાર કરેલું લેહ્ય ઔષધ), “ચિરુ પંચ મૂલમ્' (પાંચ કંદોથી બનાવેલ લેહ્ય ઔષધ) વગેરેનો પ્રયોગ કર્યો છે. ધાર્મિક અને નૈતિક લઘુ કથાઓ
જાનવરોને મુખ્ય પાત્ર બનાવીને, તેમના આચરણ અથવા આખ્યાન દ્વારા ધાર્મિક અને નૈતિક તત્ત્વોનું રોચક ઢંગે પ્રતિપાદન કરવાની પરિપાટી પુરાતન કાળથી ચાલી આવી છે. ઉપનિષદો અને ઈતિહાસ-પુરાણોમાં પણ આવી બોધક કથાઓ મળી આવે છે. પંચતંત્ર, હિતોપદેશ, બુદ્ધજાતક અને ઈસપની પ્રેરક
૧. દત્તક, ૪. દોહિત્ર,
૨. સગોત્ર, ૫. પૌત્ર,
૩. કૃત્રિમ, . ૬. ઉપકૃત પુત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org