________________
જૈન ધર્મ અને તામિલ દેશ
૧૨૫
છે. આ પ્રયોગ પ્રાચીન સાહિત્યકારો દ્વારા વ્યવહારમાં લાવવામાં આવ્યો. કેટલાક વિદ્વાનોનો મત છે કે તે હરિસમાસ તેલુગુ અને કન્નડ ભાષાઓમાં ઉપેક્ષિત થવા છતાં પણ, તિરુક્કરમાં મળી આવે છે. તેના માટે જે પદ ઉદાહરણમાં આપવામાં આવ્યું હતું, તે “ઓરૂવન્દમ્” પદ, સંસ્કૃતમિશ્રિત નથી, આખું તામિલ પદ જ છે. આથી “દશનાનક' (દસ ચાર-ચાલીસ કે ચૌદ) વગેરે હરિસમાસના નમૂના સંઘકાલીન કવિ નક્કીરના “નૈડુનવાડ' નામક ગ્રંથમાં મળી આવે છે. આથી આ સમાસપ્રયોગ પ્રાચીનકાળથી જ વ્યવહારમાં છે. તિરુક્કરમાં જે-જે પ્રાચીન પ્રત્યય, ક્રિયારૂપ અને માત્રાપૂરક મળી આવે છે, તે બધા સંઘકાલીન પદ્યોમાં પણ છે અને જેમને કેટલાક વિદ્વાનો અર્વાચીન માને છે, તે પણ સંઘ-સાહિત્યમાં મળે છે. આથી આવા અપૂર્ણ પ્રમાણ દ્વારા તિરુકુરને અર્વાચીન સાબિત કરવાની જે કોશિશ કેટલાક લોકો કરે છે, તેમાં કેટલો સાર છે, તે તેઓ જ જાણે !
એક કથા ચાલી આવી રહી છે કે તિરુવલ્લુવર્ રાજા એલોલસિંગના આચાર્ય હતા અને તેમના જ અનુગ્રહથી રાજાના વહાણો સંકટમાંથી બચી ગયા. આ ઘટનાનું સ્મરણ, આજે પણ નાવિકો તથા ગાડીવાનો “એલેલો એલરા !'ની ધૂન દ્વારા કરે છે. તેને આધાર માનીને કેટલાક વિદ્વાનોએ એમ સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે એલોલ સિંગનું ઈ.પૂ.૧૪પમાં સિંહલમાં શાસન કરનાર તામિલનરેશ સિંગન જ હતા; આથી તિરુવલ્લુવનો સમય ઈ.પૂ.બીજી સદી માનવો ઉચિત થશે.
પ્રો. ચક્રવર્તી નમિનારે તિરુવલ્લુવર વિશે આવો મત વ્યક્ત કર્યો છે – એલાચાર્ય નામક જૈન પંડિતે “તિરક્રળની રચના કરી છે, તેમનું જ અસલ નામ કુંદકુંદાચાર્ય હતું. તેઓ ઈ.પૂ. પ્રથમ સદીમાં મદ્રાસની નજીક “વંદવાશિ” નામક સ્થાન પાસે એક પર્વત પર તપસ્યા કરી રહ્યા હતા. તેમના ચરણચિહ્નો ત્યાં હજી પણ છે જેમની પૂજા શ્રદ્ધાળુ જૈનો રોજ કરે છે. તેમના જ શ્રાવક શિષ્ય હતા તિરુવલ્લુવર. તિરુવલ્લુવરે પોતાના આચાર્યનો ગ્રંથ “તિરુકુરબૂ' સંઘ (વિદ્ધન્કંડલી)માં લઈ જઈ સ્વીકારાર્થ પ્રથમતયા ત્યાં વાંચી સંભળાવ્યો. આ વૃત્તાન્ત જૈન પરંપરામાં પ્રાચીન કાળથી જ માન્યતા–પ્રાપ્ત છે.
પરંતુ આ અનુશ્રુતિનો કોઈ પ્રામાણિક આધાર નથી મળતો.
૧. આ નામતામિલમાં ‘કુન્દન કુન્દનાચારિયર અને કુણ્ડન કોડનાચારિયરૂ રૂપે પણ વપરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org