________________
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
કાવ્યવૃત્તાંતના સમકાલીન હતા. ઐતિહાસિક શોધખોળથી જણાય છે કે સિંહલનરેશ કયવાહુનો સમય ઈ.બીજી સદી હતો. અન્ય પ્રમાણોથી પણ ઉક્ત મહાકાવ્યનો રચનાકાળ ઈ.બીજી સદી સિદ્ધ છે. સંઘ કાલની વિકસિત તથા પરિષ્કૃત કાવ્યધારાનું એકમાત્ર પ્રતીત છે ‘શિલપ્પધિકારમ્', આથી તેની પૂર્વેના સંઘસાહિત્યનો કાળનિર્ણય કરતી વખતે આપણે ઈ.બીજી સદીથી પણ આગળ વધવું પડશે.
દ્રમિલ સંઘ
૧૨૨
‘બૌદ્ધ સંઘ’, ‘શ્રમણ સંઘ' વગેરે શબ્દ તત્તદ્ મતાવલંબી ભિક્ષુઓ કે સાધુઓના દળ માટે પ્રયુક્ત થતાં રહ્યા છે. સંભવતયા, ‘મિત્ સંઘમ્' ઉક્ત નામોના અનુસરણથી વ્યવહારમાં વપરાતું થયું હશે. પરંતુ, ‘મિત્ સંઘમ્'ને સાંપ્રદાયિક સંગઠન-સંઘ સમજવો ભ્રમ હશે. એક દ્રાવિડ સંઘના હોવાની વાત કન્નડના શિલાલેખોમાં ઉલ્લિખિત છે. ત્યાં ઉલ્લેખ ‘મિન્ સંઘમ્’ રૂપે થયો છે. જૈનગ્રંથ ‘દર્શનસાર’માં દ્રવિડ સંઘનો ઉલ્લેખ મળે છે. તેના રચયિતા દેવસેને સ્વયં લખ્યું છે કે ઉક્ત સંઘની સ્થાપના ઈ.૪૭૦માં આચાર્ય વજનંદીએ કરી હતી. આ દ્રવિડ સંઘ તામિલ સાહિત્યના ઈતિહાસના સુપ્રસિદ્ધ સંઘત્રયમાં નથી આવતો. એક જ સંઘમાં એકત્રિત થયેલા જૈન સાધુઓનો મૂલ સંઘ ચાર ગણોમાં વિભક્ત થઈ ગયો. તેમનાં નામ હતાં – નંદીગણ, સેનગણ, સિંહગણ અને દેવગણ. આ ગણ-સંઘોના વિદ્વાનોએ પોતાના નામના અંતે સ્વગણનું નામ પણ જોડી દીધું. નંદીસંઘથી દ્રમિળસંઘના અલગ થવાની વાત પરવર્તી શિલાલેખોથી માલૂમ પડે છે. દ્રમિળસંઘનો એક વિભાગ જ ‘અકલાન્વયમ્’ હતો. ‘અન્વય’ શબ્દ અહીં કક્ષા કે વિભાગના અર્થમાં પ્રયુક્ત થયો છે. આ ‘અકલમ્' વિભાગના વિદ્વાનોએ ‘અકલ-ચપ્પુ’ વગેરે ગ્રંથોની રચના કરી, જેમની સાથે પોતાના સંઘ વિભાગના નામને પણ જોડી દીધું. અકલાન્વયને નંદીગણના વિભાગ રૂપે કન્નડ-શિલાલેખોમાં નિર્દિષ્ટ કરવામાં આવતાં, આ વાત સ્પષ્ટ પ્રતીત થાય છે કે તે સમયે બધા જૈનસંઘોમાં ‘અકલમ્’ (ઉત્તર આભૂષણ) વગેરે કેટલાય તામિલ શબ્દ વપરાતા થયા હતા. દેવ અને નંદી શબ્દોને કેટલાય જૈનાચાર્યોએ પોતાના નામોના અંતે જોડી દીધા.
૧. Epigraphia Carnatica, Vol. V, Hassan Jq. 131; Epigraphia Carna, Vol. IV, Gurdlupet Jq. 27.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org